લોહલંગરી આશ્રમ (ગોંડલ)

લોહલંગરી આશ્રમભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં ગોંડલ શહેરમાં આવેલો છે, જે ગોંડલ શહેરમાંથી પસાર થતી નદીનાં પુર્વ કિનારે વસેલો છે. ગોંડલનાં બસ સ્ટેન્ડથી આશ્રમ સુધી પહોંચવા માટે બસ, રીક્ષા અથવા ખાનગી વાહનો મળી રહે છે.

રાજસ્થાન રાજયનાં જયપુર શહેરમાં આવેલ ગલતાગાદી થી પધારેલા મહાસિધ્ધ સંત લોહલંગરીબાપુ એ આ આશ્રમ સ્થાપીને દુ:ખીયાની સેવા કરી. વૈષ્ણવ સંપ્રદાયના ગોંડલીયા શાખાનાં માર્ગી સાધુ (બાવાજી)ની અટક (શાખા) ગોંડલની આ જગ્યા ઉપરથી જ પડી છે તેથી જ આ જગ્યા ગોંડલીયા સાધુનું ગુરૂદ્વારા ગણાય છે. હાલ ત્યાં અખંડ જ્યોત પ્રગટી રહી છે.

અહીં આશ્રમમાં રામજી મંદીર, શિવ મંદીર, લોહલંગરીબાપુનું સમાધી મંદીર તેમજ સંતો મહંતોનાં સમાધી સ્થાન આવેલ છે. અહીં રહેવા તથા જમવા માટેની સારી વ્યવસ્થા છે. વિક્રમ સંવત ૨૦૩૮ આસો સુદ પૂનમને સોમવાર તારીખ ૧ નવેમ્બર ૧૯૮૨ના રોજ આશ્રમના તે સમયના મહંતશ્રી બાલકદાસજીબાપુએ આશ્રમના ભાવિ મહંત તરીકે શ્રી જમનાદાસબાપુને તિલકવિધી કરી હતી, ત્યારથી તેઓ સેવા કરે છે. લધુમહંત તરીકે તેમનાં પુત્ર સીતારામજીબાપુ સેવા આપે છે.

આશ્રમમાં ઉજવાતા પ્રંસંગો

ફેરફાર કરો