વરાહગીરી વેંકટગીરી
વરાહગીરી વેંકટગીરી (ઉચ્ચાર (મદદ·માહિતી)) (૧૦ ઓગસ્ટ ૧૮૯૪ – ૨૪ જૂન ૧૯૮૦), અથવા વી. વી. ગીરી ૨૪ ઓગસ્ટ ૧૯૬૯થી ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ સુધી ભારતના ચોથા રાષ્ટ્રપતિ હતા. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા એકમાત્ર વ્યક્તિ હતા.[૩]૧૯૭૪માં ફકરુદ્દીન અલી અહેમદ તેમના અનુગામી તરીકે ચૂંટાયા હતા.[૪] રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ૧૯૭૫માં ભારત સરકાર દ્વારા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. ૨૪ જૂન ૧૯૮૦ના રોજ તેમનું અવસાન થયું.
વરાહગીરી વેંકટગીરી | |
---|---|
![]() વી. વી. ગીરી | |
૪થા ભારતના રાષ્ટ્રપતિ | |
પદ પર ૨૪ ઓગસ્ટ ૧૯૬૯ – ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ | |
ઉપ રાષ્ટ્રપતિ | ગોપાલ સ્વરૂપ પાઠક |
પુરોગામી | મોહમ્મદ હિદાયતુલ્લા (કાર્યકારી) |
અનુગામી | ફકરુદ્દીન અલી અહેમદ |
પદ પર ૩ મે ૧૯૬૯ – ૨૦ જુલાઈ ૧૯૬૯ | |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
પુરોગામી | ઝાકીર હુસૈન |
અનુગામી | મોહમ્મદ હિદાયતુલ્લા (કાર્યકારી) |
૩જા ભારતના રાષ્ટ્રપતિ | |
પદ પર ૧૩ મે ૧૯૬૭ – ૩ મે ૧૯૬૯ | |
રાષ્ટ્રપતિ | ઝાકીર હુસૈન |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
પુરોગામી | ઝાકીર હુસૈન |
અનુગામી | ગોપાલ સ્વરૂપ પાઠક |
કર્ણાટકના રાજ્યપાલ | |
પદ પર ૨ એપ્રિલ ૧૯૬૫ – ૧૩ મે ૧૯૬૭ | |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
મુખ્યમંત્રી | એસ. નિજલિંગપ્પા |
પુરોગામી | સત્યવંત મલ્લાનાહ શ્રીનાગેશ |
અનુગામી | ગોપાલ સ્વરૂપ પાઠક |
કેરળના રાજ્યપાલ | |
પદ પર ૧ જુલાઈ ૧૯૬૦ – ૨ એપ્રિલ ૧૯૬૫ | |
મુખ્યમંત્રી | પી. ટી. પિલ્લાઈ આર. શંકર |
પુરોગામી | બર્ગુલા રામાક્રિષ્ના રાવ |
અનુગામી | અજીત પ્રસાદ જૈન |
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ | |
પદ પર ૧૦ જૂન ૧૯૫૬ – ૩૦ જૂન ૧૯૬૦ | |
મુખ્યમંત્રી | સંપૂર્ણાનંદ |
પુરોગામી | કનૈયાલાલ મુનશી |
અનુગામી | બર્ગુલા રામાક્રિષ્ના રાવ |
શ્રમ અને ઉદ્યોગ મંત્રી— મદ્રાસ પ્રેસીડન્સી | |
પદ પર ૩૦ એપ્રિલ ૧૯૪૬ – ૨૩ માર્ચ ૧૯૪૭ | |
મુખ્યમંત્રી | ટી. પ્રકાશમ |
અંગત વિગતો | |
જન્મ | વરાહગીરી વેંકટગીરી 10 August 1894 બરહામપુર ઓરિસા, ભારત |
મૃત્યુ | 24 June 1980 મદ્રાસ, તમિલનાડુ, [ભારત]] (હાલ ચેન્નઈ) | (ઉંમર 85)
રાજકીય પક્ષ | અપક્ષ |
જીવનસાથી | સરસ્વતી બાઈ (૧૯૦૪–૧૯૭૮) |
સગાં-સંબંધીઓ | |
માતૃ શિક્ષણસંસ્થા | ખાલીકોટે કોલેજ યુઇવર્સિટી કોલેજ ડબલીન |
પુરસ્કારો | ભારત રત્ન (૧૯૭૫) |
પ્રારંભિક જીવનફેરફાર કરો
તેમનો જન્મ બરહામપુર, ઓરિસામાં તેલુગુ ભાષી નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[૫] તેમના પિતા વી. વી. જોગય્યા પંતુલુ એક સફળ વકીલ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા હતા.[૬] તેમની માતા સુભદ્રાઅમ્મા અસહકારની ચળવળ અને સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન બરહામપુરમાં રાષ્ટ્રીય આંદોલનમાં સક્રીય હતા. નાગરિક અવજ્ઞા આંદોલન દરમિયાન હડતાલનું નેતૃત્ત્વ કરવા બદલ તેમની ધરપકડ કરાવામાં આવી હતી.[૭]તેમના લગ્ન સરસ્વતીબાઇ સાથે થયા હતા અને તેમને ૧૪ સંતાનો હતા.[૮]તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ બરહામપુરની ખલીલકોટ કોલેજથી પુરૂં કર્યું.[૯] ૧૯૩માં તેઓ કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે આયરલેન્ડ ગયા. અહીં તેમણે યુનિવર્સિટી કોલેજ ડબલીન ખાતે ૧૯૧૩થી ૧૯૧૬ દરમિયાન અભ્યાસ કર્યો..[૧૦]
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ ડબલીનથી લંડન ગયા અને ત્યાં મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી.[૧૧] ગાંધીજીની ઇચ્છાને માન આપી તેઓ યુદ્ધ દરમિયાન રેડક્રોસ સ્વયંસેવક તરીકે જોડાયા.[૧૨] અભ્યાસ દરમિયાન તેઓ ભારતીય અને આયરીશ બન્ને રાજનીતિમાં સક્રીય રહ્યા. સાથી ભારતીય વિદ્યાર્થીઓ સાથે મળીને તેમણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર તથા અત્યાચાર વિરુદ્ધ ચોપાનિયાં તૈયાર કર્યા હતા. આ ચોપાનિયાં ભારતીય રાજનૈતિક ખુફિયા વિભાગ દ્વારા જપ્ત કરાતાં ડબલીનમાં ગીરી અએ તેમના સાથીઓ પર પોલીસનો જાપ્તો વધ્યો હતો.[૧૧] તેમનો સંબંધ ઇસ્ટર રાઇઝીંગના પ્રમુખ નેતાઓ જેમ્સ કોનોલી, પેટ્રીક પિયર્સ તથા એમોન ડી વેલેરા સાથે હોવાની શંકા પણ પોલીસ દ્વારા સેવવામાં આવી.[૧૩][૧૪][૧૫] ઇસ્ટર રાઇઝીંગ આંદોલન બાદ ભારતીય વિદ્યાર્થીઓ પર પોલીસે છાપા માર્યા. ગીરીના જણાવ્યા અનુસાર તેમને ૧ જૂન ૧૯૧૬ પહેલાં આયરલેન્ડ છોડવાની નોટીસ આપવામાં આવી.[૧૬]
ભારતના રાષ્ટ્રપતિફેરફાર કરો
તેમણે ૨૪ ઓગસ્ટ ૧૯૬૯ના રોજ ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.[૧૭] તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા એકમાત્ર વ્યક્તિ હતા.[૧૮]
રાષ્ટ્રપતિ તરીકે ગીરીએ ઉત્તર પ્રદેશમાં ચરણસિંહ સરકારને બરખાસ્ત કરવાના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના નિર્ણયને કોઈ પ્રકારના વિચાર વિમર્શ વિના જ સ્વીકાર કરી ૧૯૭૧માં તત્કાળ ચૂંટણી માટે મંજૂરી આપી દીધી.[૧૯] રાજ્ય સભામાં સરકારના ખરડાની હાર છતાં ગીરીએ દેશી રાજ્યોના પૂર્વવર્તી શાસકોને મળતા વિશેષાધિકારો અને સાલિયાણાં સમાપ્ત કરવાનો અધ્યાદેશ બહાર પાડ્યો હતો.[૨૦] ભારતના રાષ્ટ્રપતિ તરીકે ગીરીએ દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, સોવિયેત યુનિયન તથા આફ્રિકાના ૨૨ દેશોની ૧૪ રાજ્ય યાત્રાઓ કરી હતી.[૨૧][૨૨]
ગીરીને એક એવા રાષ્ટ્રપતિ માનવામાં આવે છે જે પૂર્ણ રીતે વડાપ્રધાનને આધીન હતા. પ્રધાનમંત્રીના રાષ્ટ્રપતિ,[૨૩] વફાદાર રાષ્ટ્રપતિ, રબર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ તરીકે ઓળખાતા વી. વી. ગીરીના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ કાર્યાલયની સ્વતંત્રતા અને શક્તિઓ ક્ષીણ થઈ ગઈ.[૨૪][૨૫][૨૬] ૧૯૭૪માં તેમનો કાર્યકાળ પૂરો થતાં તેમને પુન:અવસર ન આપતાં ઈન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિ તરીકે ફકરુદ્દીન અલી અહેમદ ઉપર પસંદગી ઉતારી.[૨૭]
અવસાનફેરફાર કરો
૨૪ જૂન ૧૯૮૦ના રોજ મદ્રાસ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.[૨૮] બીજા દિવસે પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી તથા ભારત સરકાર દ્વારા એક સપ્તાહનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો.[૨૯] રાજ્ય સભા, જ્યાં તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે અધ્યક્ષ રહ્યા હતા, તેમના સન્માનમાં બે દિવસની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.[૩૦]
સન્માનફેરફાર કરો
- ફારસી સામ્રાજ્યની સ્થાપનાની ૨૫૦૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે સ્મારક પદક. (૧૪ ઓક્ટોબર ૧૯૭૧)
- રાજા જીગ્મે સિંગયે અલંકરણ પદક, ભૂતાન રાજ્ય. (૨ જૂન ૧૯૭૪)[૩૧]
- ભારત રત્ન (૧૯૭૫)
- ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૯૭૪માં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.[૩૨][૩૩]
- ૧૯૯૫માં તેમના સન્માનમાં રાષ્ટ્રીય શ્રમ સંસ્થાનનું નામકરણ વી. વી. ગીરી રાષ્ટ્રીય શ્રમ સંસ્થાન કરાયું.[૩૪]
લેખન સર્જનફેરફાર કરો
સંદર્ભફેરફાર કરો
- ↑ Dasarathi Bhuyan. "Participation of Women of Ganjam District in the Freedom Movement of India" (PDF). Orissa Review. પૃષ્ઠ 18–20. મેળવેલ 27 November 2018.
- ↑ "Why Indian Farmers Kill Themselves; Why Lange's Photographs are Phony". Counterpunch.org. 4 August 2005. મૂળમાંથી અહીં સંગ્રહિત 7 August 2005. મેળવેલ 29 November 2011.CS1 maint: bot: original URL status unknown (link)
- ↑ Saubhadra Chatterji (26 April 2017). "NDA vs Oppn: India might to witness tightest presidential poll since 1969". Hindustan Times. મેળવેલ 21 June 2018.
- ↑ "Gallery of Indian Presidents". Press Information Bureau. Government of India. મૂળ માંથી 12 December 2017 પર સંગ્રહિત. મેળવેલ 21 June 2018.
- ↑ https://books.google.co.in/books?id=r2C2InxI0xAC&pg=PA72&lpg=PA72&dq=vv+giri+brahmin&source=bl&ots=o-BA_JrGWG&sig=ACfU3U0mJkPCBkYHTjuv5etqprwj8b7U9Q&hl=en&sa=X&ved=2ahUKEwjIkM6E9q3mAhUWyzgGHeU6B9A4ChDoATACegQIBxAB
- ↑ P. Rajeswar Rao (1991). The Great Indian Patriots, Volume 1. India: Mittal Publications. પૃષ્ઠ 279–282. ISBN 9788170992806.
- ↑ Bina Kumari Sarma (August 2010). "Women's Role in the Freedom Movement in South Orissa" (PDF). Orissa Review: 34–35. મેળવેલ 8 February 2015.
- ↑ P. Rajeswar Rao (1991). The Great Indian Patriots. Mittal Publications. પૃષ્ઠ 282. ISBN 978-81-7099-280-6.
- ↑ "Varahagiri Venkata Giri". Encyclopædia Britannica. મેળવેલ 8 February 2015.
- ↑ "University College Dublin announces special scholarships for Indian students". India Today. 6 November 2013. મેળવેલ 8 January 2015.
- ↑ ૧૧.૦ ૧૧.૧ Conor Mulvagh (2016). Irish Days, Indian Memories: V. V. Giri and Indian Law Students at University College Dublin, 1913–1916. Sallins, Co. Kildare, Ireland: Irish Academic Press. પૃષ્ઠ 34, 49–50. ISBN 978-1-911024-18-7 – http://irishacademicpress.ie/product/irish-days-indian-memories-v-v-giri-and-indian-law-students-at-university-college-dublin-1913-1916/ વડે.
- ↑ Conor Mulvagh (10 February 2016). "Gandhi, an expelled future president and first aid crews: the Indians of 1916 Rising". The Irish Times. મેળવેલ 17 January 2017.
- ↑ Alexander Cockburn (25 March 2005). "Why Indian Farmers Kill Themselves; Why Lange's Photographs are Phony". Counter Punch. મેળવેલ 19 January 2015.
- ↑ Brigadier Samir Bhattacharya (December 2013). NOTHING BUT!. Author Solutions. પૃષ્ઠ 636–. ISBN 978-1-4828-1626-6.
- ↑ Harris M. Lentz (4 February 2014). Heads of States and Governments Since 1945. Taylor & Francis. પૃષ્ઠ 1538–. ISBN 978-1-134-26497-1.
- ↑ "MR. T. A. CHETTIAR, OF MADRAS. (Hansard, 1 June 1916)". hansard.millbanksystems.com. મેળવેલ 17 January 2017.
- ↑ "Former Presidents". The President of India. મૂળ માંથી 16 October 2014 પર સંગ્રહિત. મેળવેલ 17 January 2015.
- ↑ A. P. Bhardwaj (2014). Legal Awareness and Legal Reasoning for the CLAT and LLb Entrance Examinations, 4/e. પૃષ્ઠ 1–. ISBN 978-93-325-3732-3.
- ↑ "Past Presidents: Waning power". India Today. 18 October 2013. મેળવેલ 6 January 2015.
- ↑ Blema Steinberg (1 January 2008). Women in Power: The Personalities and Leadership Styles of Indira Gandhi, Golda Meir, and Margaret Thatcher. McGill-Queen's Press – MQUP. પૃષ્ઠ 33–. ISBN 978-0-7735-7502-8.
- ↑ "DETAILS OF MEDIA PERSONS ACCOMPANYING THE PRESIDENT IN HIS/HER VISITS ABROAD SINCE 1947 TO 2012" (PDF). The President's Secretariat. મૂળ (PDF) માંથી 17 August 2013 પર સંગ્રહિત. મેળવેલ 5 June 2013.
- ↑ "President's visits undertaken after careful appraisal". The Hindu. 29 March 2012. મેળવેલ 19 January 2015.
- ↑ "Changing Roles of the Presidents of India". Mainstream Weekly. L. 17 August 2012. મેળવેલ 17 January 2015.
- ↑ Abdo I. Baaklini; Helen Desfosses (1 January 1997). Designs for Democratic Stability: Studies in Viable Constitutionalism. M.E. Sharpe. પૃષ્ઠ 162–. ISBN 978-0-7656-0052-3.
- ↑ "Pranab won't be a 'rubber stamp'". The Asian Age. 23 July 2012. મેળવેલ 17 January 2015.
- ↑ A G Noorani (4 October 2013). "The Parliamentary System in South Asia". Criterion Quarterly. 2 (3). મેળવેલ 2 February 2015.
- ↑ Ananth (2008). India Since Independence: Making Sense of Indian Politics. પૃષ્ઠ 84–. ISBN 978-81-317-4282-2.
- ↑ Harris M. Lentz (4 February 2014). Heads of States and Governments Since 1945. Routledge. પૃષ્ઠ 379–380. ISBN 9781134264902. મેળવેલ 21 June 2018.
- ↑ M.V. Kamath (1 November 2009). Journalist's Handbook. Vikas Publishing House Pvt Ltd. પૃષ્ઠ 222–. ISBN 978-0-7069-9026-3.
- ↑ Rajya Sabha at Work – Chapter 16: Obituary and Other References (PDF). પૃષ્ઠ 386. મૂળ (PDF) માંથી 23 November 2015 પર સંગ્રહિત. મેળવેલ 6 January 2015.
- ↑ Karma Galay ed. (1999) Final Programmes for The Coronation and The Silver Jubilee Celebration. The Centre for Bhutan Studies
- ↑ "Postal Stamp Name : V V Giri". IndianPost. મેળવેલ 9 January 2015.
- ↑ "Stamps 1974". Philately World. મૂળ માંથી 9 જાન્યુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 9 January 2015.
- ↑ "V. V. Giri National Labour Institute: History". VV Giri National Labour Institute. મૂળ માંથી 9 જાન્યુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 9 January 2015.
- ↑ Pravin Durai (2011). Human Resource Management: For VTU. પૃષ્ઠ 387–. ISBN 978-81-317-9873-7.
- ↑ V V Giri (1976). My Life and Times, Volume 1. Macmillan Company of India. ISBN 9780333901335.
બાહ્ય કડીઓફેરફાર કરો
- V. V. Giri બ્રિટાનિકા એન્સાયક્લોપીડિયા