વિકિપીડિયા ચર્ચા:ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧

છેલ્લી ટીપ્પણી: ઍડિટાથૉન સમયગાળો વિષય પર KartikMistry વડે ૩ વર્ષ પહેલાં

શું ઍડિટાથૉનને લંબાવી શકાય?

ફેરફાર કરો

આ ઍડિટાથૉનને શરૂઆતમાં આપણે ૧૫ દિવસ પૂરતી રાખી હતી પરંતુ અત્યારે જે પ્રમાણેનો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા ઍડિટાથૉનને એકાદ અઠવાડિયા માટે લંબાવીએ તો કેમ રહે? આમ કરવાથી આપણને હજુ વધુ લેખો મળી રહેશે. મારો અંગત વિચાર છે પણ આપ સૌ સજ્જનો આ વિશે ચર્ચા કરો તો સારું રહે. @KartikMistry, Sushant savla, Gazal world, Vijay Barot, અને VikramVajir: --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૩૬, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર

ફાઉન્ટેનમાં તારીખ એક અઠવાડિયું લંબાવાયી છે. એક અઠવાડિયું મારા મતે પૂરતું છે, તેમ છતાં વધુ એક અઠવાડિયું લંબાવવું હોય તો જણાવશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૬, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર
જો તારીખ વધારવી હોય તો વિષયનો સ્કોપ વધારવા વિનંતી, કેમકે અંગ્રેજીમાંથી અનુવાદ કરવાના લેખો ઓછા પડે છે. --Sushant savla (ચર્ચા) ૧૪:૨૨, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર
ગુજરાતી સાહિત્યએ અત્યંત બહોળો વિષય છે. લેખો પૂરતા મળી શકશે. તેમાં વધુ વિષયો ઉમેરવાથી ધ્યાન અન્યત્ર જતું રહેશે. આપણે સંખ્યા કરતાં ગુણવત્તા પર ધ્યાન આપવું જોઇએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૫૦, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર
પણ આપણે નવાં લેખો બનાવી જ શકીએ છીએ. 200-300 મહત્વના લેખકોના લેખ અંગ્રેજી વિકી પર નથી. પુસ્તકોનાં લેખો નથી. મારા મતે હજુ એક અઠવાડિયું (15 દિવસ) લંબાવવું જોઇએ. --Gazal world (ચર્ચા) ૧૫:૧૦, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર
શું આપણે એ ૨૦૦-૩૦૦ ખૂટતા લેખની યાદિ ક્યાંક મૂકી છે? મેં એવું ક્યાંક વાંચ્યું હતું પણ યાદ નથી આવતું --Sushant savla (ચર્ચા) ૧૬:૧૪, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર
@Sushant savla: આ લિસ્ટ હજું અધુરું છે પણ કામ લાગશે. --Gazal world (ચર્ચા) ૧૭:૦૩, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર
  તટસ્થ પ્રસ્તાવ આવકારદાયક છે. ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં આપણી પાસે વિકિપીડિયા પર બહુ જ ઓછી માહિતી પ્રાપ્ત છે. વિષયોની કમી નથી. ઍડિટોથૉન લંબાવાથી આપણને કોઈ નુકસાન તો નથી જ. સમયની અનુકૂળતા ન હોવાના વ્યક્તિગત કારણોસર સમર્થન મત આપી શકતો નથી. મને ખુશી થશે કે સામુહિક નિર્ણયથી આપણે ઍડિટોથૉન લંબાવી શક્ય તેટલા વધુ લેખો ઉમેરી શકીશું. --Vijay Barot (ચર્ચા) ૨૨:૦૧, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર

ઍડિટાથૉન સમયગાળો

ફેરફાર કરો

નમસ્તે મિત્રો. ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦ અને ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧ના મારા સંપાદન અનુભવો પરથી હું વ્યક્તિગત રીતે એવું મહેસૂસ કરું છું કે ગુજરાતી સમુદાય દ્વારા ભવિષ્યમાં કોઈ પણ ઍડિટોથોનનું આયોજન કરવામાં આવે તો તેનો સમયગાળો પ્રોજેક્ટ ટાઈગરની જેમ જ બે થી ત્રણ માસનો રાખવો જેથી સંશોધિત લેખ સંપાદન માટે પૂરતો અવકાશ મળી રહે. ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧માં રાખવામાં આવેલી ગુણાંક પદ્ધતિ ભવિષ્યમાં યોજાનારી અન્ય ક્ષેત્રિય ઍડિટાથૉન માટે માર્ગદર્શક રહેશે. આભાર સહ. --Vijay Barot (ચર્ચા) ૦૯:૨૧, ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર

સમયગાળા માટે ચોક્કસ ધ્યાન રાખીશું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૦, ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર
Return to the project page "ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧".