સપ્ટેમ્બર ૯
તારીખ
૯ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૭૯૧ – રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનના નામ પરથી અમેરિકાની રાજધાનીનું નામ વોશિંગ્ટન, ડી.સી. રાખવામાં આવ્યું.
- ૧૮૫૦ – કેલિફોર્નિયા યુ.એસ.ના ત્રીસમા રાજ્ય તરીકે દાખલ કરવામાં આવ્યું.
- ૧૯૨૨ – ગ્રીસ વિરુદ્ધ વર્ષો સુધી ચાલેલા યુદ્ધમાં તુર્કીસ્તાનનો વિજય.
- ૧૯૬૯ – કેનેડામાં સત્તાવાર ભાષા અધિનિયમ અમલમાં આવ્યો. સમગ્ર ફેડરલ સરકારમાં ફ્રેન્ચ ભાષાને અંગ્રેજીની સમાન દરજ્જો આપવામાં આવ્યો.
- ૧૯૯૧ – તાજિકિસ્તાને સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૧૯૯૩ – ઈઝરાયલ–પેલેસ્ટાઇન શાંતિ પ્રક્રિયા: પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશને સત્તાવાર રીતે ઈઝરાયલને કાયદેસર રાજ્ય તરીકે માન્યતા આપી.
- ૨૦૦૯ – અરબી દ્વીપકલ્પમાં પ્રથમ શહેરી ટ્રેન નેટવર્ક દુબઈ મેટ્રોનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- ૨૦૧૨ – ભારતીય અંતરિક્ષ એજન્સીએ સતત ૨૧ સફળ પીએસએલવી પ્રક્ષેપણના સિલસિલામાં હજી સુધીના તેના સૌથી ભારે વિદેશી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂક્યો.
- ૨૦૧૫ – એલિઝાબેથ દ્વિતીય યુનાઇટેડ કિંગડમ પર સૌથી લાંબુ શાસન કરનાર શાસક (સામ્રાજ્ઞી) બન્યા.
- ૨૦૧૬ – ઉત્તર કોરિયાની સરકાર તેનું પાંચમું અને કથિત રીતે સૌથી મોટું પરમાણુ પરીક્ષણ કર્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૮૨૮ – લિયો ટોલ્સ્ટોય, રશિયન નવલકથાકાર (અ. ૧૯૧૦)
- ૧૮૫૦ – ભારતેન્દુ હરિશ્વદ્ર, હિન્દી નાટ્યકાર અને વાર્તાલેખક (અ. ૧૮૮૫)
- ૧૯૦૦ – ગુણવંતરાય આચાર્ય, ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર (અ. ૧૯૬૫)
- ૧૯૨૯ – રૂથ ફાઉ, પાકિસ્તાનની મધર ટેરેસા તરીકે ઓળખાતા જર્મન-પાકિસ્તાની ખ્રિસ્તી સાધ્વી અને ડૉક્ટર. (અ.૨૦૧૭)
- ૧૯૬૭ – અક્ષય કુમાર, ભારતીય ફિલ્મ અભિનેતા
- ૧૯૭૪ – વિક્રમ બત્રા, કારગિલ યુદ્ધમાં શૌર્યતાપૂર્ણ કામગીરી માટે મરણોપરાંત પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર ભારતીય થલસેનાના સૈન્ય અધિકારી (અ. ૧૯૯૯)
અવસાન
ફેરફાર કરો- ૨૦૦૬ – કે. કા. શાસ્ત્રી [ગુજરાતી ભાષા]]ના બહુશ્રુત વિદ્વાન (જ. ૧૯૦૫)
- ૧૯૫૨ – કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા, ભારતીય ચરિત્રકાર, નિબંધકાર અને અનુવાદક (જ. ૧૮૯૦)
- ૨૦૧૨ – ડો. વર્ગીસ કુરિયન, ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાતા સામાજીક ઉદ્યોગદ્રષ્ટા (જ. ૧૯૨૧)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 9 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.