જીગરજી ઠાકોર
સ્વાગત!
ફેરફાર કરોપ્રિય જીગરજી ઠાકોર, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૦૨, ૧૬ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
ઠાકોર નામના પાના પર આપના ફેરફારો બાબત
ફેરફાર કરોપ્રિય જીગરજી ઠાકોર, આપે ઠાકોર નામના પાના પર કેટલાક સારા ફેરફારો કરેલા પણ એ ફેરફારો દરમ્યાન (કદાચ ભૂલમાં) આપનાથી એ પાના પર પહેલેથી અસ્તિત્વ ધરાવતા સસંદર્ભ લખાણ ભૂસાઈ ગયા હતા. આપના સારા ફેરફારોને સાચવી રાખવા અને પેલા ભૂસાઈ ગયેલા ફેરફારોને પાછા લાવવા એ બન્ને એક સાથે શક્ય ન હોવાથી મારે ન છૂટકે આપે કરેલા ફેરફારો ને ઉલટાવવા પડે છે. આપ ફરી વખત આપે કરેલા સારા ફેરફારો કરવા માટે પ્રયત્ન કરવા માટે મુક્ત છો. પણ આપને વિનંતિ કરવાની કે આપ ફેરફાર એ રીતે કરજો કે જેથી પહેલાથી અસ્તિત્વ ધરાવતા સસંદર્ભ વાક્યો દુરના થઇ જાય. કોઇ પણ વાક્ય દુર કરતા પહેલા ચર્ચાના પાને કારણો આપીને સમૂદાયની સહમતી મેળવ્યા પછી જ દુર કરવાનો પ્રયત્ન કરવો.--Aniket (ચર્ચા) ૧૬:૪૦, ૧૬ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
ઠાકોર
ફેરફાર કરોસાહેબ શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ ના પુસ્તકો અને પુર્વકાલીન ઇતીહાસ થકી અમારા સમાજ ના લેખ નો ફેરફાર કરી રહ્યો છુ અને કોળી જ્ઞાતી ને અમારા સમાજ સાથે ના જોડવા વિનંતી.એ બાબત માટે ગુજરાત હાઇ કોર્ટ મા હાલ કેસ પણ ચાલી રહ્યો છે. જીગરજી ઠાકોર (ચર્ચા) ૨૩:૦૦, ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
- પુસ્તકોની વિગતો જણાવીને જ લેખમાં ફેરફાર કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૧૦, ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
Wikipedia Policy
ફેરફાર કરોHello, The edits and reverts I have done according to Wikipedia policy. I have nothing personal against you or any community. Please don't threat me or anyone here. Thanks. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૧:૩૪, ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
અસભ્ય વર્તન, ગાળાગાળી અને ધમકી
ફેરફાર કરોમા. જીગરજીભાઈ, આપ અહિં નવા છો અને સ્વાભાવિક છે કે દરેકને પોતે કરેલા કામ પરત્વે અને પોતાની જ્ઞાતી પ્રત્યે કુણી લાગણી હોય. એ લાગણી દુભાય ત્યારે વ્યક્તિ આક્રોશમાં આવીને ના કરવાનાં કામ કરી બેસે. પરંતુ સમજુ માણસની નિશાની જ એ છે કે તે આમ વિચલિત ન થાય. તમે તમારા જ્ઞાતિ/સમાજ વિષેના લેખમાં ફેરફારો કરી રહ્યા હતા જે સારું કાર્ય હતું, પરંતુ વિકિપીડિયાના અમુક નીતિનિયમો છે જેનું પાલન કરવું પણ એટલું જ અગત્યનું છે. અહિં સંદર્ભનો ઉલ્લેખ કર્યા વગર કશું લખી-ઉમેરી શકાતું નથી. જ્યારે કોઈ વાંધાજનક લખાણ નજરે ચડે ત્યારે (ખાસ કરીને નવા સભ્યોએ) તેના વિષે અનુભવી સભ્યો સાથે નિખાલસ અને દ્વેષરહિત ચર્ચા કરીને જ એ સુધારા કરવા જોઈએ. KartikMistryએ વિકિપીડિયાની નીતિઓના દાયરામાં રહીને જ ઠાકોર પૃષ્ઠ પર દેરફારો કર્યા હતા. તમારે ઉષ્કેરાઈને તેમને ગાળો દેવાની જરૂર નહોતી અને તેમને નુકશાન પહોંચાડવાની ધમકી આપવા પાછળ પણ કોઈ કારણ જણાતું નથી. આપના આવા ગેરવર્તન બદલ હું અહિં આપના પર પ્રતિબંધ મૂકી શકું તેમ છું. પરંતુ, તમે નવા છો અને આ બધું ત્વરિત ઉત્તેજનામાં થઈ ગયું હશે તેમ માનીને તમને આ ચેતવણી આપી રહ્યો છું. મહેરબાની કરીને આવું વર્તન ફરી ન કરશો, નહિતર માતે તમરા પર પ્રતિબંધ મૂકવો પડશે. એ લેખ વિષે તમારે જે કાંઈ કહેવું હોય તે અહિં તેના ચર્ચાનાં પાને જણાવશો, જેની મૂલવણી કરીને હું કે અન્ય પ્રબંધકો યોગ્ય ફેરફાર કરી શકીશું. તમે ક્યાંક ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસનો ઉલ્લેખ કર્યો છે, તો જો શક્ય હોય તો તે કેસ વિષે પણ પ્રકાશ પાડશો જેથી આ આખો ગુંચવાડો સમજવામાં સરળતા રહે.
એક વાતનું ધ્યાન રાખશો કે વિકિપીડિયા કે અન્ય કોઈ પણ ઓનલાઇન માધ્યમમાં કોઈને ધમકી આપવા બદલ કાયદાકિય કાર્યવાહી પણ થઈ શકે છે, માટે ભાવનાઓને કાબુમાં રાખીને વર્તવા વિનંતિ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૭, ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
ઇતીહાસ બાબત
ફેરફાર કરોhttp://kshatriygujarat.blogspot.in/p/blog-page_9370.html?m=1 જીગરજી ઠાકોર (ચર્ચા) ૦૮:૦૮, ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
- પ્રિય જીગરજી ઠાકોર, આપને જણાવવાનું કે ગુજરાતિ વિકિપિડીયાની નિતિ પ્રમાણે કોઇ પ્રસિદ્ધ પુસ્તકમાં, કોઇ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશીત સંશોધન પત્રમાં, કે કોઇ મોટા વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કે પ્રકાશિત થયેલી માહિતિ જ એના સંદર્ભો સાથે જ ઉમેરી શકાય છે. આપ જે માહિતિ ઉમેરવા માગો છો તેનો આવા કોઇ પ્રકારનો સંદર્ભ શોધી એને આધારે આપ એ માહિતિ અહીં ઉમેરી શકશો. ફરી એક વખત આપને વિનંતિ કે મહેરબાની કરીને અંગત આક્ષેપો, ગાળાગાળી કે ધાકધમકીની ભાષાથી દુર રહેશો. વિકિપિડિયા એક જ્ઞાનકોષ છે એને આપણે સહુ મળીને જ્ઞાનકોષ જ રહેવા દઈએ તો સારૂ. કાર્તિકભાઈ કે અન્ય કોઇ જુના સભ્યો કોઇ જ અંગત હેતુ માટે આપે ઉમેરેલી માહિતિ બદલી નથી રહ્યા એટલી ખાત્રી હું આપી શકુ છું. સાથ સહકારની આશા સાથે આભાર. --Aniket (ચર્ચા) ૧૨:૨૪, ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
ફેરફાર કરોGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.