ઠાકોર

ગુજરાતમાં વસતી એક જ્ઞાતિ

ઠાકોર ગુજરાતમાં વસતી એક જ્ઞાતિ છે.

નામ

ઠાકોર શબ્દનો અર્થ જમીનનો માલિક, ઠાકુર, પ્રદેશનો અધિપતિ, માલિક, સ્વામી, સરદાર, નાયક, અધિષ્ઠાતા, ગામધણી, ગરાસિયો, તાલુકદાર, નાનો રાજા, લડાયક જાતિની પ્રજા, રજપુત, અને (ક્ષત્રિય) કોમની એ નામની અટક થાય છે.[૧]

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોળી જ્ઞાતિને પણ ઠાકોર કહેવામાં આવે છે.[૨][૩]

ઇતિહાસ અને ઉદ્ભવ

ઠાકોર જ્ઞાતિ ગુજરાતમાંથી ઉદ્ભવી હોવાનું મનાય છે. તેઓ મહેસાણા, પાટણ, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, સૌરાષ્ટ્ર અને વડોદરા જિલ્લાઓમાં જોવા મળે છે. આ જ્ઞાતિ કાઠી જ્ઞાતિને મળતી આવે છે. ઠાકોરોમાં મકવાણા, સોલંકી, પરમાર, ઝાલા, ચૌહાણ, વાઘેલા, ડાભી અને જાદવ જેવી અટક હોય છે, જે રાજપૂતોમાં પણ હોય છે, જે સમાન કુળ દર્શાવે છે. અન્ય હિંદુ જ્ઞાતિઓની જેમ આ જ્ઞાતિ પણ પોતાની પરંપરા જાળવી રાખેલ છે.[૪]

ઘણા રજવાડામાં ગામોની માલિકી ધરાવતા વ્યક્તિને કે વડાને પણ ઠાકોર કે ઠાકોર સાહેબ તરીકે ઓળખવામાં આવતા હતા.[૫]

વિશેષતા

ઠાકોર ઉત્તર ગુજરાતમાં તેના પહેરવેશ અને નામને કારણે હમેશાં ખ્યાતિમાન છે. યુવાનો કાનમાં મરચી કે ગોખરુ અથવા બુટ્ટીઓ તેમજ કેડે કંદોરા અને ખભા ઉપર ખેસ કે માથે સાફો અથવા તો પાઘડી પહેરે છે. ઉપરાંત વડીલો ઘેરદાર ધોતી અને પહેરણ પહેરે છે અને પગમાં મોજડી અથવા તો બુટ પહેરે છે. સ્ત્રીઓ ઘેરદાર ઘાઘરા અને સાડલો (સાડી) તેમજ પગમાં કડલાં, કાંબીયુ કે સાંકળા પહેરે છે. ઉપરાંત ગળામાં ટુપિયો અને અન્ય આભુષણો પહેરે છે.

આ પણ જુઓ

સંદર્ભ

  1. "Welcome to Bhagwadgomandal". www.bhagvadgomandal.com. મેળવેલ ૧૩ જાન્યુઆરી ૨૦૧૭. CS1 maint: discouraged parameter (link)
  2. Kohli, Atul (૧૪ જુલાઇ ૨૦૧૭). India's Democracy: An Analysis of Changing State-Society Relations (અંગ્રેજીમાં). Princeton University Press. ISBN 9781400859511.
  3. Commissariat, Mānekshāh Sorābshāh (૧ જાન્યુઆરી ૧૯૮૦). A History of Gujarat: The Maratha period, 1758 A.D. to 1818 A.D (અંગ્રેજીમાં). Longmans, Green & Company, Limited.
  4. People of India Gujarat. XXI Part Two. પૃષ્ઠ ૧૩૬૩-૧૩૬૮. Unknown parameter |editors= ignored (|editor= suggested) (મદદ)
  5. Cahoon, Ben. "Indian Princely States K-Z". www.worldstatesmen.org. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૧૭. CS1 maint: discouraged parameter (link)