Haritosh
સ્વાગત!
ફેરફાર કરોપ્રિય Haritosh, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
જાપાનનો ઇતિહાસ
ફેરફાર કરોભાઈશ્રી હરિતોષભાઈ, આપ જાપાનનો ઇતિહાસ લેખ ખૂબ સુંદર રીતે તૈયાર કરી રહ્યા છો તે માટે આભાર. એ લેખ માહિતીની દૃષ્ટિએ સરસ થઈ રહ્યો છે, પણ તેમાં સંદર્ભોનો અભાવ છે. વિકિપીડીયાના મૂળમાં સંદર્ભો છે, સંદર્ભ વગરનું લખાણ તેની સત્યાર્થતા પર પ્રાશ્નો ઊભા કરે તેમ શક્ય છે. માટે આપની આટલી સુંદર મહેનતને એળે જતી અટકાવવા આપ સંદર્ભો ઉમેરતા જશો તો સોનામાં સુગંધ ભળશે.--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૪:૪૦, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
શું અંગ્રેજી વિકિપીડિયાના પેજોને પણ સંદર્ભ તરીકે ઉમેરી શકાય છે? કેમકે આ લેખ તો કેવળ અંગ્રેજી વિકિપીડિયા લેખનું ગુજરાતી ભાષાંતર છે. આભાર સાથે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી-- Haritosh (talk) ૦૯:૫૭, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
જોકે, અત્યારે જ્યાં-જ્યાં લેખોનો અનુવાદ નથી થયો ત્યાં મુળ અંગ્રેજી વિકિપીડિયાના લેખને લિન્ક્ તરીકે ઉમેરી રહ્યો છૂં. આનાથી પણ વિશેષ સુધારાઓ કરી શકાતા હોય તો કૃપા કરી જણાવો. આભાર.-- હરિતોષ જોષી (ચર્ચા) (talk) ૧૧:૩૯, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- ભાઈ શ્રી હરિતોષજી, વચ્ચે પડવા બદલ ક્ષમા ચાહું છું. પણ મેં હમણાં જોયું કે આપે અંગ્રેજી લેખમાંથી કેટલાંક સંદર્ભો લઈ અહીં સરસ રીતે ગોઠવ્યા છે. બસ આ પ્રમાણે જ સંદર્ભો આપવાના હોય છે. આપણે અંગ્રેજી વિકિના લેખનું ભાષાંતરણ માત્ર કરતા હોઈએ તો ત્યાં હોય તે સંદર્ભ અહીં પણ લાવવા. અન્યત્ર કશેથી માહિતી મેળવી હોય તો એ ક્યાંથી મેળવી છે તે સંદર્ભ તરીકે લખવું. (જેમ કે, અખબાર, અન્ય જાહેર વેબસાઈટ, કોઈ પુસ્તક વગેરે.) સંદર્ભ <ref> </ref> વચ્ચે મેલવાનો રહે, અને લેખને અંતે "સંદર્ભો" એવું મથાળું કરી નીચે {{reflist}} એટલું લખવાથી આપોઆપ સંદર્ભયાદી બનતી જશે. બીજું કે, મોટાભાગે દરેક શબ્દો/વિષયો ને [[:en: ]] દ્વારા અંગ્રેજી વિકિનાં લેખની લિંક આપવાની જરૂર રહેતી નથી. એ રીતે માત્ર ગુજરાતી વિકિ પર એ શબ્દ/વિષયનો લેખ મોજુદ હોય તો તેની જ લિંક આપવી. આપ સુંદર કાર્ય કરો છો, કેટલાંક તકનિકી વિષયો પણ જેમ કાર્ય કરતા જશો તેમ ફાવતા જશે (જેમ કે આ સંદર્ભ !). જરૂર જણાય ત્યાં નિઃસંકોચ અમોને જણાવશો. આપની સેવામાં હાજર. (હાલ નમૂના ખાતર, ઉપરોક્ત લેખમાં, વધુ કેટલાંક સંદર્ભો ઉમેરી દઉ છું). આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૫૩, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
ભાઇશ્રી અશોકભાઇ, તમારા માર્ગદર્શન માટે ખૂબ-ખૂબ આભાર. હૂં તમારા અને ધવલભાઇથી ઉમરમાં ઘણો નાનો છૂં એટલે મને આટલો બધો આદર નહીં આપો તો પણ ચાલશે! હરિતોષ જોષી (ચર્ચા) (talk) ૧૬:૩૪, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
સ્પિરિટેડ અવે ચિત્ર
ફેરફાર કરોhttps://en.wikipedia.org/wiki/File:Spirited_Away_poster.JPG એ Fair Usage હેઠળ હોવાથી ગુજરાતી વિકિપીડિયામાં આવી શકશે નહી :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૪, ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)
તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર. કામ ચાલૂ રહેશે. --હરિતોષ જોષી (ચર્ચા) ૨૦:૩૬, ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)
તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો
ફેરફાર કરોપ્રિય @Haritosh:,
વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!
તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.
આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૨૨:૫૩, ૨૮ જુલાઇ ૨૦૨૦ (IST)
આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
ફેરફાર કરોGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.