સ્વાગત! ફેરફાર કરો

પ્રિય Jayeshbharda, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૦૬:૪૬, ૪ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર

અન્ય ખાતું? ફેરફાર કરો

શું User:Jayeshbharada તમારું જ ખાતું છે? વિકિપીડિયામાં બે સભ્ય ખાતાંથી ફેરફારો કરવાનું માન્ય નથી. જો જૂનું ખાતામાં કંઇ મુશ્કેલી હોય તો જ નવું ખાતું બનાવાય છે. જવાબ આપવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૧:૫૮, ૧૨ મે ૨૦૨૩ (IST)ઉત્તર

હા ભાઈ, એ ખાતું બંધ થઈ ગયું એવું લાગ્યું એટલે બીજું બનાવ્યું. પસી ખબર પડી કે એ ખાતું ચાલુ જ હતું , પરંતુ હવે તે ખાતા માંથી કોઈ ફેરફારો કરવામાં નથી આવી રહ્યા. બંધ કરવાનુ option હશે તો બંધ કરી દઈશ. Jayeshbharda (ચર્ચા) ૧૯:૨૩, ૧૨ મે ૨૦૨૩ (IST)ઉત્તર

તટસ્થતા ફેરફાર કરો

આ લખાણ તટસ્થ નહોતું એટલે દૂર કરવામાં આવ્યું છે. આ પ્રકારનું વિકિપીડિયા નિતીઓનું ભંગ કરતું લખાણ ન ઉમેરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૨૧:૨૭, ૨૪ મે ૨૦૨૩ (IST)ઉત્તર

બરાબર ભાઈ, બીજી એક વિનંતી છે કે એક પેજ ના નામ માં ભૂલ થી પી. વી. નરસિંહા રાવ લખાઈ ગયું છે. તેને બદલી આપવા વિનંતી. બદલી ને પી.વી. નરસિમ્હા રાવ કરવાનુ છે. ધન્યવાદ Jayeshbharda (ચર્ચા) ૨૨:૧૨, ૨૪ મે ૨૦૨૩ (IST)ઉત્તર
ના. પી.વી. નરસિમ્હા રાવ એ ખોટી જોડણી છે. નરસિંહ રાવ યોગ્ય છે. -- કાર્તિક ચર્ચા ૨૨:૨૧, ૨૪ મે ૨૦૨૩ (IST)ઉત્તર
હા ભાઈ, પેહલા એજ કરેલું, પરંતુ વિકી પર તે પેજ મા નરસિમ્હા રાવ કરો એવું આવે છે. તમારા અનુભવ મુજબ જે યોગ્ય હોય તે કહો અથવા ફેરફાર કરી આપો એવી વિનંત. જાણકારી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર Jayeshbharda (ચર્ચા) ૨૨:૨૪, ૨૪ મે ૨૦૨૩ (IST)ઉત્તર
"વિકી પર તે પેજ મા નરસિમ્હા રાવ કરો" - આવું ક્યાં આવે છે? -- કાર્તિક ચર્ચા ૦૯:૫૪, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
ભાઈ પેહલા એવું આવેલું, ત્યાર બાદ મે ફરી ફેરફાર કર્યો. તમે ઇતિહાસ માં જઈ ને જોઈ શકસો કદાચ. Jayeshbharda (ચર્ચા) ૧૧:૩૫, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
મારા કહેવાનો અર્થ હતો કે - ક્યાંથી એ આવે છે અને કેવી રીતે? -- કાર્તિક ચર્ચા ૧૧:૩૮, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
ભાઈ વિકિપીડિયાનું એવું કેહવુ હતું કે અંગ્રેજીનામ અનુસાર નરસિમ્હા આવશે. એવું લખેલું આવેલું પેજ પર. કેમ કે અંગ્રેજી પેજ પર NarsimhaRao એવુંલખેલું છે. બીજું આ પેજ ની લિંક કોપી કરી પરી તેના પર જવાથી પેજ ખૂલતું નથી. Jayeshbharda (ચર્ચા) ૧૧:૪૩, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
મને હજુ પણ ખબર નથી પડતી કે વિકિપીડિયાએ ક્યાં આવું કહ્યું? અને કયા પાનાં પર તમે કઇ લિંક કોપી કરી? અને હા, લિંક બાબતે બીજી ચર્ચા ચાલુ કરી રહ્યો છું. -- કાર્તિક ચર્ચા ૧૨:૨૧, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર

હિંદી કડીઓ અને નવા લેખોનો વરસાદ ફેરફાર કરો

મહેરબાની કરીને હિંદી વિકિપીડિયાની કડીઓ લેખમાં મૂકશો નહી. નવો લેખ બનાવતા પહેલા બનાવેલા લેખોને સુધારશો. તમારા દરેક લેખોને સુધારવા માટે લોકો તૈયાર જ બેઠા હોય એવું માનવું નહી (અને સમય હોય એવું પણ નહી!) -- કાર્તિક ચર્ચા ૧૨:૨૩, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર

@Dsvyas, @Aniket - આ સભ્યને વાંરવાર વિનંતીઓ કરી હોવા છતાં નવા, મોટા અને અત્યંત સુધારાઓ માંગે તેવા લેખો તેમના દ્વારા બનાવવાનું ચાલુ જ છે. યોગ્ય પગલા લેવા વિનંતી છે. છેલ્લું ઉ.દા. સતલોક આશ્રમ. -- કાર્તિક ચર્ચા ૧૨:૫૯, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
@KartikMistry ભાઈ જે પણ સુધારા કરવા હશે એ કરી દઈશ. પણ જે સુધારા મારા થી ના થઈ શકે એની તમને વિનંતી કરી હતી. એ પણ એક જ સુધારો કરવાનો હતો એટલે. બાકી બીજા પેજ જે બનાવવાં માં આવ્યા છે તે હિન્દી અથવા અંગ્રેજી પેજ નું ભાષાંતર કરી ને બનાવ્યા છે ભાઈ. હા એમાં જે કડીઓ ગુજરાતી માં ના મળી એ હિન્દી પેજ ની લીધેલી છે જાણકારી ના અભાવે. એવું ન કરી શકાતું હોય તો એમાં ફેરફાર કરી દઈશ ભાઈ. Jayeshbharda (ચર્ચા) ૧૩:૦૯, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
ભાઈ, કરી દઈશ નહીં, પહેલા એ કરો. તમે જો ગુજરાતી ભાષા જાણતા હોવ તો પહેલા તમે બનાવેલા લેખો વાંચી જાવ, તમને એ લેખોમાં રહેલું લખાણ સમજાય તો અમને અહીં જણાવો, કેમકે અમને તો કશું સમજાતું નથી. નવા લેખો મશિન ભાષાંતર/કન્ટેન્ટ ટ્રન્લેશન ટૂલની મદદથી બનાવી દેવા તો બહુ સહેલા છે, કાર્તિકભાઈ, હું, સ્નેહરશ્મિ, અનિકેતભાઈ અને અન્ય થોડા સભ્યો જો તમારી નીતિને અનુસર્યા હોત તો અત્યાર સુધીમાં ગુજરાતી વિકિપીડિયામાં ૨-૨.૫ લાખ લેખોનો જમાવડો થઈ ગયો હોત. અહીં સંખ્યા કરતા ગુણવત્તાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. માટે તમને ફરી એક વખત નમ્ર વિનંતિ છે કે પહેલા તમે બનાવેલા લેખો સુધારો પછી જ નવા બનાવશો. તમે આજે બનાવેલા બન્ને લેખો મેં દૂર કર્યા છે કેમકે એમાંથી એકમાં અઢળક લાલ કડીઓ હતી અને બીજામાં કાંઈ સમજાતું નહોતું. ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૪, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
આભાર ભાઈ.
જો તમે કહ્યું હોત તો હું એ લાલ કડીઓ હટાવી લેત. મારી સવાર ની મેહનત નું શૂન્ય થઈ ગયું. કશો વાંધો નહિ હું વિકિપીડિયા પર ઘણું શીખવા માંગુ શું, ધીરે ધીરે સુધારા કરતો જઈશ. હજુ નવો નવો શું એટલે તમારા બધા દ્વારા મદદ ની આશા રાખું શું. જે ભૂલ જણાય એ કહેશો તો હું ચોકકસ સુધારો કરવા માંગુ શું. ધન્યવાદ Jayeshbharda (ચર્ચા) ૧૪:૧૪, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
@કાર્તિકભાઈ, આ ભાઈએ આજે બનાવેલા બન્ને લેખો અને ગઈ કાલનો અત્યંત ટૂંકો લેખ જનતા પાર્ટી પણા દૂર કર્યો છે. આજના દિવસ પૂરતા તેમને અહિં મૂખ્ય નામસ્થળમાં ફેરફારો કરવા પર પણ રોક લગાવી છે, જેથી આપણને શ્વાસ લેવાનો સમય મળે. કદાચ @સભ્ય:Jayeshbharda એમ સમજ્યા લાગે છે કે અહીં આપણે બધા ઝાડુ વાળાવા બેઠા છીએ, ઉપરોક્ત સંદેશામાં એમને સમજાવ્યું છે કે પહેલા લેખ વાચકભોગ્ય બનાવે, જોઈએ કે તેઓ સમજે છે કે નહીં. ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૯, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
ના ધવલ ભાઈ એવું નથી. મે વિકી પર જોયું કે અંગ્રેજી અને હિન્દી માં બોવ બધા લેખો છે. અને ગુજરાતી માં ખુબ જ ઓછા લેખ છે. એટલે ગુજરાતી લેખ વધુ બને તે સારું. પરંતુ તમારી વાત પણ સાચી છે કે બધા લેખો સચોટ અને સમજી શકાય તેવા હોવા પણ જરૂરી છે. પરંતુ જાણકારી ના અભાવે મારા દ્વારા ઘણી ભૂલો થતી હશે. એ ભૂલી જો તમે જણાવશો તો તેમાં જરૂર સુધારા કરીશું. આભાર Jayeshbharda (ચર્ચા) ૧૪:૧૯, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
તમે કરેલા લેખોમાં અઢળક સુધારા કર્યા પછીયે તેને દૂર કરવા પડે તો તમે સમજી શકો છો કે તમે બનાવેલા લેખોની ગુણવત્તા કેવી હશે. અને છતાંય, તમે નવા લેખો બનાવવાનું ચાલુ જ રાખ્યું હતું એટલે નાછૂટકે પ્રબંધકોએ તમારા પર કામચલાઉ પ્રતિબંધ મૂકવો પડ્યો છે. -- કાર્તિક ચર્ચા ૧૭:૪૪, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
સારુ ભાઈ, કશો વાંધો નહિ.
અમારા થી બનતા સુધારા જરૂર કરીશું.@KartikMistry Jayeshbharda (ચર્ચા) ૨૧:૩૩, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
અહીં "અમારા" એટલે તમે એકલા કે એક કરતા વધુ વ્યક્તિઓ છે? -- કાર્તિક ચર્ચા ૨૨:૨૧, ૨૫ મે ૨૦૨૩ (IST)ઉત્તર
અરે ભાઈ હું મારી વાત કરુ છુ. Jayeshbharda (ચર્ચા) ૧૩:૪૫, ૨૬ મે ૨૦૨૩ (IST)ઉત્તર
હજુ પણ ધોધમાર લેખો બનાવવાનું ચાલુ જ છે, @Dsvyas, @Aniket - એ પણ જુના લેખોને સુધાર્યા વગર. -- કાર્તિક ચર્ચા ૧૨:૦૧, ૨૭ મે ૨૦૨૩ (IST)ઉત્તર
પહેલાં એક દિવસનો પ્રતિબંધ મુક્યો હતો તેમ છતા સભ્યશ્રીની વર્તણુકમાં કોઈ જ ફેરફાર ન થવાથી આજથી કાયમી પ્રતિબંધ મુક્યો છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૨:૪૦, ૨૭ મે ૨૦૨૩ (IST)ઉત્તર
@Aniket@Dsvyas@KartikMistry તમારા લોકો નો ઈજારો છે હો ભાઈ વિકી પર. ભૂલ તો કોઈ ને બતાવતા નથી , બસ ભૂલ છે એવું કહી ને બ્લોક કરી દેવાના. શું ભૂલ છે, શું સુધારા કરવાના છે , એતો કોઈને કેહવુ નથી. જો તમરી પાસે સમય ન હોય બતાવવાનો તો બ્લોક કરવાનો તમને કોઈ અધિકાર નથી. Jayeshbharda (ચર્ચા) ૧૫:૩૦, ૨૭ મે ૨૦૨૩ (IST)ઉત્તર
@Jayeshbharda શું કહ્યું તમે? ભૂલ તો કોઈ બતાવતા નથી? આ આખી ઉપરની ચર્ચા તમારી ભૂલો બતાવવા પર જ હતી, અને તમે કબૂલ પણ કર્યું કે તમારાથી શું ભૂલ થઈ છે. છતાં તમે સુધરવાનું નામ ન લો અને પછી અમને દોષ દો એ ક્યાંનો ન્યાય છે? લો આ એક વખત ફરીથી તમને તમારી ભૂલો જણાવું,
  1. મહેરબાની કરીને હિંદી વિકિપીડિયાની કડીઓ લેખમાં મૂકશો નહી
  2. નવો લેખ બનાવતા પહેલા બનાવેલા લેખોને સુધારશો
  3. નવા, મોટા અને અત્યંત સુધારાઓ માંગે તેવા લેખો તેમના દ્વારા બનાવવાનું
  4. ગુજરાતી ભાષા જાણતા હોવ તો પહેલા તમે બનાવેલા લેખો વાંચી જાવ, તમને એ લેખોમાં રહેલું લખાણ સમજાય તો અમને અહીં જણાવો
  5. અહીં સંખ્યા કરતા ગુણવત્તાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
  6. લેખો મેં દૂર કર્યા છે કેમકે એમાંથી એકમાં અઢળક લાલ કડીઓ હતી અને બીજામાં કાંઈ સમજાતું નહોતું.
  7. વગેરે, વગેરે, વગેરે.
આ બધાં જ વિધાનો મેં આ વિષય હેઠળની ચર્ચામાંથી જેમના તેમ જ ઉઠાવી ને અહીં મૂક્યાં છે, અને તમે કહો છો કે તમને કોઈએ ભૂલ બતાવી જ નથી. તમારો આ દાવો જ એમ સાબિત કરે છે કે તમે અહીં જણાવવામાં આવેલું કશું જ ધ્યાને લેતા નથી અને કદાચ એના જ પરિણામ રુપે મારા સહપ્રબંધકશ્રીએ તમારા પર પ્રતિબંધ લાદ્યો છે. ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૯, ૩૦ મે ૨૦૨૩ (IST)ઉત્તર
હવે મારું એકાઉન્ટ ક્યાં સુધી માં તમે અનબ્લોક કરશો. એ કહો જેથી કરીને અમે કોઈ બીજો રસ્તો સોધિયે. Jayeshbharda (ચર્ચા) ૨૦:૪૯, ૨૯ મે ૨૦૨૩ (IST)ઉત્તર
@Aniket Jayeshbharda (ચર્ચા) ૨૦:૫૦, ૨૯ મે ૨૦૨૩ (IST)ઉત્તર
જો બીજો રસ્તો એટલે બીજું એક વધારાનું ખાતું (એકાઉન્ટ/યુઝરનેમ) એમ વિચારતા હોવ તો ભૂલી જજો. ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૦, ૩૦ મે ૨૦૨૩ (IST)ઉત્તર
@Aniket
@Dsvyas
ભાઈ પ્લીસ મારું 🆔 અનબ્લોક કરી આપો. હું હવે ધ્યાન રાખીશ એડિટ કરવામાં તથા નવા ખાતા બનાવવામાં. Jayeshbharda (ચર્ચા) ૦૮:૫૬, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)ઉત્તર