સુભદ્રા કુમારી ચૌહાણ

ભારતીય કવયિત્રી

સુભદ્રા કુમારી ચૌહાણ (૧૬ ઓગસ્ટ ૧૯૦૪ – ૧૬ ફેબ્રુઆરી ૧૯૪૮) ભારતીય કવયિત્રી હતા. ઝાંસી કી રાની એ તેમની સૌથી લોકપ્રિય કવિતાઓમાંની એક છે.[][]

સુભદ્રાકુમારી ચૌહાણ
Subhadra Kumari Chauhan.JPG
સુભદ્રાકુમારી ચૌહાણ
જન્મ(1904-08-16)16 August 1904
અલ્હાબાદ, સંયુક્ત પ્રાંત અવધ અને આગ્રા, બ્રિટીશ ભારત
મૃત્યુ15 February 1948(1948-02-15) (ઉંમર 43)[]
સિવની, મધ્ય પ્રાંત (વર્તમાન મધ્ય પ્રદેશ), ભારત
વ્યવસાયકવયિત્રી
ભાષાહિન્દી
રાષ્ટ્રીયતાભારતીય
સમયગાળો૧૯૦૪–૧૯૪૮
લેખન પ્રકારકવિતા
વિષયહિન્દી સાહિત્ય
જીવનસાથીઠાકુર લક્ષ્મણસિંહ ચૌહાણ
સંતાનો

જીવનપરિચય

ફેરફાર કરો

તેમનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના નિહાલપુર ગામના રાજપૂત પરિવારમાં થયો હતો. તેમણે પોતાનું પ્રાંરભિક શિક્ષણ પ્રયાગરાજની ક્રોથવેઇટ ગર્લ્સ સ્કૂલમાંથી મેળવ્યું હતું અને ૧૯૧૯માં મિડલ સ્કૂલની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૧૯ ના વર્ષમાંજ તેમના લગ્ન ખંડવાના ઠાકુર લક્ષ્મણ સિંહ ચૌહાણ સાથે લગ્ન થયા હતા. તેમને પાંચ બાળકો હતા.[]

૧૯૪૧માં સુભદ્રા કુમારી અને તેમના પતિ મહાત્મા ગાંધીના અસહયોગ આંદોલનમાં જોડાયા હતા. આંદોલનમાં તેમની ભૂમિકા બદલ નાગપુરમાં ધરપકડ થનાર તેઓ પ્રથમ મહિલા સત્યાગ્રહી હતા. ૧૯૨૩ અને ૧૯૪૨માં બ્રિટિશ શાસન સામેના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બદલ તેમને બે વખત જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.[]

તેઓ તત્કાલીન મધ્ય પ્રાંત વિધાનસભાના સભ્ય હતા.[] વિધાનસભા સત્રમાં ભાગ લીધા બાદ નાગપુરથી જબલપુર પરત ફરતી વખતે મધ્ય પ્રદેશના સિવની નજીક કાર અકસ્માતમાં ૧૯૪૮માં તેમનું અવસાન થયું હતું.[]

કારકિર્દી

ફેરફાર કરો

સુભદ્રાકુમારીએ હિન્દી કવિતામાં ઘણી લોકપ્રિય કૃતિઓ લખી હતી. તેમની સૌથી પ્રખ્યાત રચના ઝાંસી કી રાની છે, જે રાણી લક્ષ્મીબાઈના જીવનનું વર્ણન કરતી ભાવનાત્મક રચના છે.[] કવિતામાં બ્રિટિશ ભારત અને ૧૮૫૭ની ભારતીય ક્રાંતિમાં લક્ષ્મીબાઈની ભૂમિકા તેમજ રાણીના જીવનનું ભાવનાત્મક રીતે વર્ણન કરવામાં આવ્યું છે.[][] કવિતાના પ્રત્યેક અંતરામાં પુનરાવર્તિત થતી જાણીતી પંક્તિઓ આ મુજબ છે:

बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।[૧૦]

ઝાંસી કી રાની અને તેમની અન્ય કવિતાઓ: જલિયાંવાલા બાગ મેં બસંત[],વીરો કા કૈસા હો બસંત[૧૧], રાખી કી ચુનૌતી, અને વિદા[૧૨] ખુલ્લેઆમ સ્વતંત્રતા ચળવળ વિશે વાત કરે છે. કહેવાય છે કે તેમની આ રચનાઓએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભારતીય યુવાનોને પ્રેરણા આપી હતી. ઝાંસી કી રાની કવિતાનો પ્રારંભિક અંતરો આ પ્રમાણે છે:

झाँसी की रानी

सिंहासन हिल उठे राजवंशों ने भृकुटी तानी थी,
बूढ़े भारत में भी आई फिर से नयी जवानी थी,
गुमी हुई आज़ादी की कीमत सबने पहचानी थी,
दूर फिरंगी को करने की सबने मन में ठानी थी।
चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।

sinhasan hil uthe, rajavanshon ne bhrikuti tani thi,
boodhhe bharat mein bhi aayi, phir se nayi jawaani thi,
gumi hui azadI ki keemat sab ne pahachani thi,
door firangi ko karne ki sab ne mann mein thani thi.
chamak uthi san sattawan mein, woh talwaar puraani thi,
bundele harbolon ke munh ham ne sunI kahani thi,
khoob ladi mardani woh to jhansI wali rani thi.

The thrones shook and royalties scowled
Old India was re-invigorated with new youth
People realised the value of lost freedom
Everybody was determined to throw the foreigners out
The old sword glistened again in 1857
This story we heard from the mouths of Bundel bards
Like a man she fought, she was the Queen of Jhansi

સુભદ્રા કુમારી ચૌહાણે હિન્દીની ખડીબોલીમાં [upper-alpha ૧] સાદી, સ્પષ્ટ શૈલીમાં લખ્યું હતું. તેમણે શૌર્યપૂર્ણ કવિતાઓ ઉપરાંત બાળકો માટે કવિતાઓ પણ લખી હતી. આ ઉપરાંત, તેમણે મધ્યમ વર્ગના જીવન પર આધારિત કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી હતી.

કાવ્ય સંગ્રહ

ફેરફાર કરો
  • ખિલૌનેવાલા
  • ત્રિધારા
  • મુકુલ (૧૯૩૦)
  • યે કદમ્બ કા પેડ
  • સીધે-સાદે ચિત્ર (૧૯૪૬)
  • મેરા નયા બચપન (૧૯૪૬)
  • બિખરે મોતી (૧૯૩૨)
  • ઝાંસી કી રાની

ટૂંકી વાર્તાઓ

ફેરફાર કરો
  • હિંગવાલા

ભારતીય તટરક્ષક દળના એક જહાજને સુભદ્રા કુમારી ચૌહાણનું નામ આપવામાં આવ્યું છે.[૧૩] [] મધ્ય પ્રદેશ સરકારે જબલપુરની મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સામે તેમની પ્રતિમા સ્થાપિત કરી હતી.

૬ ઓગસ્ટ, ૧૯૭૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૧૪]

૧૬ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ સર્ચ એન્જિન ગૂગલે સુભદ્રા કુમારીને તેમની ૧૧૭મી જન્મજયંતિ પર ગૂગલ ડૂડલ સાથે યાદ કર્યા હતા.[૧૫] ગૂગલે ટિપ્પણી કરી હતી કે: “સુભદ્રાકુમારી ચૌહાણની કવિતા ઐતિહાસિક પ્રગતિના પ્રતીક તરીકે ઘણા ભારતીય વર્ગખંડોમાં મુખ્ય છે, જે ભાવિ પેઢીઓને સામાજિક અન્યાય સામે ઉભા થવા અને રાષ્ટ્રના ઇતિહાસને આકાર આપતા શબ્દોની ઉજવણી કરવા પ્રોત્સાહિત કરે છે.”[૧૬]

  1. ૧.૦ ૧.૧ "Biography of Subhadra Kumari Chauhan". All poetry. મેળવેલ 27 June 2017.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Rathi, Nandini (April 13, 2017). "On Jallianwala Bagh anniversary, this poem by Subhadra Kumari Chauhan is a must read". The Indian Express. મેળવેલ 11 July 2021.
  3. Rajaswi, M.I. (2016). Rashtrabhakt Kavyitri Subhadra Kumari Chauhan (Hindi) (1 આવૃત્તિ). New Delhi: Prabhat Prakashan. ISBN 978-9384344375.
  4. Chauhan, Subhadra Kumari (1 January 2012). Subhadrakumari Chauhan Ki Sampoorna Kahaniyan (Hindi આવૃત્તિ). New Delhi: Rajpal & Sons.
  5. "Biography of Subhadra Kumari Chauhan". www.bharatdarshan.co.nz. Bharat Darshan. મેળવેલ 27 June 2017.
  6. Wangchuk, Rinchen Norbu (13 March 2020). "Ghoongat, Untouchability, Dowry: This Forgotten 'Jhansi Ki Rani' Fought Them All". The Better India (અંગ્રેજીમાં).
  7. "आज का इतिहास: आज है सुभद्रा कुमारी चौहान की पुण्यतिथि". Zee Hindustan (હિન્દીમાં). 15 February 2019.
  8. STP Team (September 5, 2019). "Khoob Ladi … The Poem That Captures The Bravery Of Jhansi Ki Rani". SheThePeople.TV. મેળવેલ 11 July 2021.
  9. "Poems of Bundelkhand". www.bundelkhand.in. Bundelkhand.In. મેળવેલ 27 June 2017.
  10. Chauhan, Subhadra Kumari. "Jhansi ki rani". www.poemhunter.com. Poem hunter. મેળવેલ 27 June 2017.
  11. "वीरों का कैसा हो वसंत - सुभद्रा कुमारी चौहान". www.anubhuti-hindi.org. મેળવેલ 15 August 2021.
  12. "विदा / सुभद्राकुमारी चौहान - कविता कोश". kavitakosh.org (હિન્દીમાં). મૂળ માંથી 1 સપ્ટેમ્બર 2021 પર સંગ્રહિત. મેળવેલ 15 August 2021.
  13. India, Pakistan plan hotline on maritime security - NATIONAL. The Hindu (April 29, 2006). Retrieved on 2018-12-13.
  14. Indian Postage Stamps | Commemorative | Definitive | Miniature Sheets | Sheetlets સંગ્રહિત ૨૦૨૧-૦૯-૦૧ ના રોજ વેબેક મશિન. Stampsathi.in. Retrieved on 2018-12-13.
  15. "Google Honours India's First Woman Satyagrahi, Subhadra Kumari Chauhan, With A Doodle". NDTV. 16 August 2021. મેળવેલ 16 August 2021.[હંમેશ માટે મૃત કડી]
  16. "Subhadra Kumari Chauhan's 117th Birthday". 16 August 2021. મેળવેલ 16 August 2021.
  1. દિલ્હી અને તેની આસપાસ બોલાતી અનેક ઇન્ડો-આર્યન બોલીઓ.

પૂરક વાંચન

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો