હાંસોટ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

હાંસોટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનાં હાંસોટ તાલુકાનું એક નગર છે, તેમ જ આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. હાંસોટ નર્મદા નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પાસે વસેલું છે, જ્યાં નર્મદા અરબી સમુદ્રમાં ભળે છે. હાંસોટ અંકલેશ્વર, સુરત, કોસંબા તેમ જ કીમ સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું હોવાને કારણે વાહન વ્યવહારની સવલત સુગમતાથી મળે છે. હાંસોટથી નજીકનું રેલ્વે સ્ટેશન અંકલેશ્વર છે.

હાંસોટ
—  ગામ  —
હાંસોટનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°35′0″N 72°48′0″E / 21.58333°N 72.80000°E / 21.58333; 72.80000
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
નજીકના શહેર(ઓ) અંકલેશ્વર
લોકસભા મતવિસ્તાર ભરૂચ
વસ્તી ૧૦,૪૮૦
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • ફોન કોડ • +91-2646

મધ્યકાલિન સમયમાં તે એક અગત્યનું બંદર હતું. મોઘલ કાળ દરમ્યાન મોઘલો અહીંથી ઇજિપ્ત, આફ્રિકા અને આરબ દેશોમાં યાતાયાત કરતાં હતાં. એક સમય દરમ્યાન હાંસોટ સમૃદ્ધ નગર હતું જે તેનાં શાહુકારોની હવેલીઓને કારણે પ્રખ્યાત હતું. અહીં અનેક વેપારીઓ વસવાટ કરતાં હોવાથી ચાંચીયાઓ વારંવાર નગર ઉપર અને અહીંથી આવતા જતાં વહાણો ઉપર હુમલા કરતા હતાં. ઇ.સ. ૧૬૦૦માં મુગલ બાદશાહ જહાંગીરે આમેરનાં ચૌહાણની આગેવાની હેઠળ સૈન્ય અહીં મોકલ્યું જેને કરાચીનાં સિંધીઓનાં દરિયાઇ સૈન્યનું સારૂ એવું પીઠબળ હતું. એક વખત મુઘલ રાજકુમારી 'બીબી તુર્ક' હાંસોટની મુલાકાતે આવી હતી અને તેને આ સમૃદ્ધ નગર એટલું તો પસંદ આવ્યું કે તે મક્કાની હજ યાત્રા કરવા ગઇ હતી ત્યાંથી પાછા ફર્યા બાદ તે હંમેશા માટે અહીં જ રોકાઇ ગઇ.

બ્રિટિશ શાસન દરમિયાન હાંસોટને "હાંસનગરી" તરીકે ઓળખવામાં આવતું હતું.[] આ ગામ અને તેનો આજુ-બાજુનો વિસ્તાર ૧૭૭૫માં બ્રિટિશરો દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો અને ૧૭૮૩માં સ્થાનિક શાસકોને પરત અપાયો હતા, જે પછી ૧૮૦૩માં બોમ્બે પ્રેસિડેન્સીના ભરૂચ જિલ્લામાં ભેળવવામાં આવ્યો હતો.[]

  1. ૧.૦ ૧.૧ "Hansot", Imperial Gazetteer of India, ૧૩, Oxford: Clarendon, ૧૯૦૮, pp. ૨૫–૨૬, http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V13_031.gif .