કીમ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કીમ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકામાં આવેલું એક નાનકડું નગર છે. કીમ નગરમાં મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ નગરના વ્યવસાયમાં મુખ્યત્વે વેપાર, ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ નગરની આસપાસમાં ડાંગર, પપૈયાં, શેરડી, કેળાં તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. આ નગરમાં મહાવિદ્યાલય, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે. વર્તમાન સમયમાં અહીં ફાર્મસી કોલેજ પણ શરૂ કરવામાં આવેલ છે.

કીમ
—  ગામ  —
કીમનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°20′15″N 72°44′51″E / 21.337379°N 72.747452°E / 21.337379; 72.747452
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ઓલપાડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર તેમજ શાકભાજી

કીમ જિલ્લા મથક સુરત તેમ જ તાલુકા મથક ઓલપાડ સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે. આ ઉપરાંત મુંબઇથી અમદાવાદ થઇ દિલ્હી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા કીમ ચાર રસ્તા સાથે પણ કીમ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે. કીમ ખાતે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ અને મુંબઇને જોડતા રેલ્વે માર્ગ પરનું રેલ્વે સ્ટેશન આવેલું છે. કીમ કોસંબા અને સુરત રેલ્વે સ્ટેશનની વચ્ચેનું સ્ટેશન છે.