અન્નપૂર્ણા

હિંદુ ધર્મમાં અન્ન પ્રદાન કરનારી દેવી, માતા પાર્વતીનું સ્વરૂપ

અન્નપૂર્ણા માતા સનાતન ધર્મની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે. અન્ન ઓછું થાય નહિ અને જોઇએ તેટલી ભરપૂરતા રહે એવું કરનારી માતા એ અન્નપૂર્ણા માતા.[]. મોટા જમણની રસોઇ આગળ કેટલાક શ્રદ્ધાળુ તે ખૂટે નહિ તે માટે ‘અન્નપૂર્ણા’નો પાઠ કરાવે અથવા તેના નામનો ઘીનો દીવો બાળે છે[]. આદિ શંકરાચાર્યએ મા અન્નપૂર્ણાની સ્તુતિમાં અન્નપૂર્ણા સ્તોત્ર રચ્યું છે.

અન્નપૂર્ણા
અન્ન
શંકર ભગવાનને ભોજન આપી રહેલા મા અન્નપૂર્ણા
જોડાણોપાર્વતીનું સ્વરૂપ
રહેઠાણકાશીક્ષેત્ર
ક્ષેત્રગુજરાત, રાજસ્થાન અને ભારતના મોટાભાગના રાજ્યો
જીવનસાથીશિવ

અન્નપૂર્ણા માતા મૂળ કાશીક્ષેત્રમાં વસતા હોવાનું માનવામાં આવે છે.[] આ કારણે તેમનું એક ભવ્ય મંદિર વારાણસીમાં આવેલું છે. આ ઉપરાંત ગુજરાતમાં ઘણા બધા શહેરો અને ગામોમાં અન્નપૂર્ણા માતાનાં મંદિરો આવેલાં છે, જે પૈકીનું એક અમદાવાદના રાયપુર વિસ્તારમાં પીપરડીની પોળમાં આવેલું છે. આ મંદિરમાં દર્શન કરવા માટે અન્નપૂર્ણા વ્રતના દિવસો દરમ્યાન ખૂબ જ ભીડ રહે છે.

દર વર્ષે ગુજરાતી પંચાંગ પ્રમાણે માગશર સુદ છઠના દિવસથી અન્નપૂર્ણા માતાજીનાં વ્રતનો પ્રારંભ થાય છે જે ૨૧ દિવસ સુધી ચાલે છે.[] મોટેભાગે મહિલાઓ આ વ્રત કરતી હોય છે જેમાં ૨૧ દિવસના ઉપવાસ અથવા એકવાર જમીને માતાનું તપ કરવામાં આવે છે. એની પાછળ ભાવના એવી હોય છે કે માતા રાજી થઈને વ્રત કરનારનાં ઘરમાં અન્નના ભંડાર ભરેલા રાખે.

અન્નપૂર્ણા યોજના

ફેરફાર કરો

વર્ષ ૨૦૧૬માં ગુજરાત સરકારના તત્કાલિન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા આપવામાં આવે છે.[] યોજનાના પ્રારંભિક અંદાજ મુજબ આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં ૩ કરોડ ૮ર લાખ નાગરિકોને રાહત દરે અનાજ મળશે. આ યોજનામાં ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃધ્ધો કે જેઓ રાષ્ટ્રિય નિરાધાર વૃધ્ધો માટેની પેન્‍શન યોજના હેઠળ પેન્‍શન મળવાપાત્ર હોય પરંતુ પેન્‍શન મળતું નથી તેવા નાગરિકોને માસિક ૧૦ કી.ગ્રા. અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૫-૧૬ માં સરેરાશ ૮૩૪ મે.ટન ઘઉંના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું હતું.[]

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ મહારાજા ભગવતસિંહજી (૧૯૫૫). "અન્નપૂર્ણા". શબ્દકોશ. www.bhagvadgomandal.com/. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૭.
  2. "અન્નપૂર્ણા માતાના ૨૧ દિવસીય વ્રતનો પ્રારંભ". સમાચાર. સંદેશ (અખબાર). ૫ ડિસેમ્બર ૨૦૧૬. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૭.
  3. "માઁ-અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભઃ રૂ.2માં કિલો ઘઉં અને રૂ.3માં કિલો ચોખા મળશે". સમાચાર. ચિત્રલેખા. ૬ એપ્રિલ ૨૦૧૬. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  4. "અન્નપૂર્ણા યોજના". ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]