આદિ શંકરાચાર્ય અદ્વૈત વેદાંતના સ્થાપક હતા, તેમનો સમય ઈ.સ. પૂર્વ ૫૦૯થી ઇ.સ. પૂર્વ ૪૭૭નો હતો.[][][]. તેઓ હિંદુ ધર્મના બધા આચર્યોમાં સૌથી જાણીતા અને વંદનીય આચાર્ય છે. તેમના અનુયાયીઓ મુજબ તેઓ શિવનો અવતાર હતા.[][][]

આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય
અંગત
જન્મ
શંકર

ઈ. સ પૂર્વ ૫૦૯
કાલતી, કેરળ, ભારત
મૃત્યુ
ફિલસૂફીઅદ્વૈત વેદાંત
કારકિર્દી માહિતી
ગુરુગોવિંદપાદાચાર્ય
સન્માનોશિવાવતાર

તેમનો જન્મ કેરળના કલાડી ગામમાં પિતા શિવગુરુ અને માતા અમ્બાને ત્યાં થયો હતો. તેમનું મૂળ નામ શંકર હતું. બાળપણ પોતાનાં ગામ મા જ પ્રાથમિક શિક્ષણ મેળવી તેમણે ગૃહ ત્યાગ કરી દિધો.

શંકરાચાર્યે નર્મદા નદીના કિનારે ગોવિંદપાદાચાર્ય પાસે સંન્યાસની દીક્ષા લીધી અને વેદાંત સાથે યોગનું પણ જ્ઞાન મેળવ્યું. એમ કહેવાય છે કે તેઓ પ્રયાગ ગયા, જ્યાં કુમારિલ ભટ્ટે અગ્નિ પ્રગટાવીને પોતાનો દેહ હોમ્યો હતો અને અર્ધા બળી ગયા હતા. શંકરે તેમને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. કુમારિલ ભટ્ટે તેમને પોતાના શિષ્ય મંડનમિશ્રને મળીને તેની સાથે વિવાદ કરીને તેના ઉપર વિજય મેળવવા કહ્યું. શંકરને એવી એંધાણી મળી કે જ્યાં ઘરને બારણે મેના-પોપટ વેદનું ઉચ્ચારણ કરતાં હોય તે ઘર મંડનમિશ્રનું. શંકર ત્યાં પહોંચ્યા અને તેમની સાથે મીમાંસા અને વેદાંતના સિદ્ધાંત સંબંધી વાદ થયો, જેમાં મંડનમિશ્રનાં પત્ની સરસ્વતી કે ભારતી મધ્યસ્થી થયાં અને એમ નક્કી થયું કે મંડન હારે તો તેઓ સંન્યાસી થાય. સરસ્વતીએ શંકરાચાર્યના જયની ઘોષણા કરી અને મંડન સંન્યાસી બન્યા. ત્યારપછી શંકરાચાર્યે આખા હિન્દુસ્તાનમાં પ્રવાસ ખેડી ઉપનિષદોનો અદ્વૈતવાદ અને જ્ઞાનવાદ પ્રવર્તાવ્યો અને એના પ્રચાર અને રક્ષણ માટે દેશના ચાર ખૂણે ચાર મઠ સ્થાપ્યા તથા પોતાના મુખ્ય શિષ્યોને મઠાધીશ બનાવ્યા. આ મઠો દક્ષિણમાં શૃંગેરીમાં, પશ્ચિમમાં દ્વારકામાં, ઉત્તરમાં બદરીનાથમાં અને પૂર્વમાં જગન્નાથપુરીમાં સ્થાપ્યા. એક પરંપરાગત માન્યતા એવી છે કે પાંચમો મઠ કાંચીમાં સ્થાપ્યો. તેમના દશનામી સંપ્રદાયના સંન્યાસીઓ આ દસમાંથી એક નામથી ઓળખાય છે – ગિરિ, પુરી, ભારતી, સરસ્વતી, તીર્થ, આશ્રમ, વન, અરણ્ય, પાર્વત, સાગર. અનુભૂતિની કક્ષા અનુસાર તેઓ બ્રહ્મચારી, દંડી, પરિવ્રાજક અને પરમહંસ કહેવાય છે.[]

આ સિવાય તેમણે બ્રહ્મસૂત્રભાષ્ય’, ‘બૃહદારણ્યકોપનિષદ્ભાષ્ય’, ‘તૈત્તિરીયોપ-નિષદ્ભાષ્ય’, ‘છાન્દોગ્યોપનિષદ્ભાષ્ય’, ‘ઐતરેયોપનિષદ્ભાષ્ય’, ‘ઈશોપનિષદ્ભાષ્ય’, ‘કઠોપનિષદ્ભાષ્ય’, ‘કેનોપનિષદ્ભાષ્ય’, ‘કેનોપનિષદ્વાક્યભાષ્ય’, ‘મુંડકોપનિષદ્ભાષ્ય’, ‘પ્રશ્નોપનિષદ્ભાષ્ય’, ‘ભગવદ્ગીતાભાષ્ય’, ‘માંડૂક્યોપનિષદ્ભાષ્ય’, ‘ગૌડપાદ-કારિકાભાષ્ય’, ‘ઉપદેશસાહસ્રી’ વગેરે ગ્રંથો અને ભાશ્યોની રચના કરી, હિંદૂ સાહિત્ય અને સંસ્કૃતિ નું ગૌરવ વધાર્યું.

તેમણે ૩૨ વર્ષની નાની ઉંમરે કેદારનાથ ખાતે સમાધિ લીધી.

જન્મ સમય વિશે વિવાદ

ફેરફાર કરો

અત્યારે જે ઈ. સ. ૭મીથી ૮મી સદીનો સમય આપવામા આવે છે તે અભિનવ શંકરાચાર્યનો સમય છે, જે અદી શંક્રચાર્ય પછી 38મા મઠાધિપતિ હતા.[][][]આદી શંકરાચાર્યના જીવનચરીત્ર ઉપર અનેક ગ્રંથ લાખાયા છે. ચીતસુખાચાર્ય, આદી શંકરાચાર્યની પાંચ વર્ષની ઉંમરથી તેમની સાથે હતા અને તેમના પરમ મીત્ર અને શીષ્ય હતા. ચીતસુખાચાર્યએ પોતાનુ જીવન આદી શંકરાચાર્ય સાથે વીતાવ્યુ હતુ. તેમણે આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર "બૃહ્ત શંકરવિજય" નામનો ગ્રંથ લખ્યો છે. તે પ્રમાણે આદી શંક્રાચાર્યનો જન્મ,

तिष्ये प्रयात्य नलसेवधि बाणनेत्रे |
ये नंदने दिनमणा वुदगढ़वभाजी |
राधे दिते रुडुविनिर्गतमन्गलग्ने |
स्याहूतवान सिवगुरुहू सच श्रंकरेति ||

અર્થ;- કળીયુગના નંદન સવંતસર ૨૫૯૩મા વર્ષમાં, રવિવાર, વૈશાખ શુકલ પાચમ, પુનર્વસુ નક્ષત્ર અને ઘનુ લગ્નમાં શિવગુરૂના પત્ની આર્યા અંબાના ગર્ભથી શંક્રાચાર્યનો જન્મ થયો. તે પ્રમાણે આદી શંકરાચાર્યનો જન્મ ઇ.સ. પૂર્વ ૫૦૯ (૩૧૦૨ - ૨૫૯૩=509)મા થયો હતો. દ્વારકાપીઠ, ગોવર્ધન મઠ અને જ્યોતિ મઠના મંઠાધિપતિના વંશાવળી પ્રમાણે પણ આદી શંક્રાચાર્યનો જન્મ ઇ.સ.પૂર્વ ૫૦૯માં થયો હતો..[][] "નેપાલરાજા વંશાવલી" પ્રમાણે નેપાલના ૧૮મા રાજા વ્રીશહાદેવ વર્મા (ઈ.સ. પૂર્વ ૫૪૭-૪૮૬) હતા. રાજા વ્રીશહાદેવ વર્માના સમયમાં આદી શંક્રાચાર્ય નેપાલમાં હતા, એનો એવો અર્થ થાય છે કે આદી શંકરાચાર્ય ઇ.સ.પૂર્વ ૫મી સદીમાં થાયા તે સાચુ છે.[][] "જીનવીજય" નામના ગ્રંથ પ્રમાણે કુમરીલા ભટ્ટ ઇ.સ.પૂર્વ ૫મી સદીમાં હતા અને શંકરાચાર્ય અને કુમારીલ ભટ્ટ એકબીજાને મળ્યા હતા, તે પણ આદી શંકરાચાર્યનો સમય ઇ.સ. પૂર્વ. ૫મી સદીમાં બતાવે છે. [] વિશ્વના ચિંતન અને દર્શન ક્ષેત્રે ભારતીય તત્ત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરનાર એ મહાન વિશ્વગુરુનું અવિસ્મરણીય અને અદ્વિતીય પ્રદાન નિ:શંકપણે સર્વસ્વીકૃત છે. ચતુર્મુખ બ્રહ્માજી ચાર અનાસકત સુપુત્રોને મૌન દ્વારા આત્માનું અમત્ર્ય જ્ઞાન આપી જે યુવા ગુરુએ મુકત કર્યા હતા તે ભગવાન દક્ષિણામૂર્તિ સદાશિવ પુન: આ ભૂધરાને આત્મવાન જ્ઞાનથી સંયુકત કરવા અતવર્યા.

ભારત દેશના દક્ષિણ ભાગમાં પશ્ચિમ કિનારે આવેલા કેરળ પ્રદેશના કાલટી ગામમાં દ્રવિડ બ્રાહ્મણ શિવગુરુ, વિધાધિરાજ (નામ્બુદ્રી) અને સતી (અમ્બા)ને ત્યાં શંકરનો પ્રાદુર્ભાવ થયો અને પ્રાદેશિક તથા સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી સમસ્ત વૈદિક વિધાઓ ધારણ કરી સંન્યાસના દૃઢ નિર્ધાર સાથે વિધવા માતાના આશીર્વાદ લઇ સદ્ગુરુ શરણની યાત્રાએ નીકળી પડયા.

તત્વ જ્ઞાન

ફેરફાર કરો

ભગવાન નારાયણ દ્વારા સર્વ પ્રથમ વાર અવબોધવામાં આવેલું અદ્વૈત વેદાંતનું આત્મજ્ઞાન પદ્મભવ, વશિષ્ઠ, શકિત, પરાશર અને વેદ વ્યાસ જેવા મહર્ષિઓ થકી વહેતું શુકદેવજી દ્વારા પ્રસ્થાપિત સંન્યાસ પરંપરા વાટે મહાન આચાર્ય ગોવિન્દ યોગીન્દ્ર દ્વારા મા રેવાના પાવન તટમાં ‘ઓંકાર માંધાતા’ ગુહાસ્થાને સચવાઇ રહેલું, જેને શંકર યતિએ પરમહંસ દીક્ષાના અંગીકાર સાથે પુનર્ગિઠત કર્યું તથા આચાર્ય બની ને શાસ્ત્રાર્થ, સંવાદ, ખંડન-મંડન, વાદ-વિવાદ તથા સહચિંતન કરીને સમસ્ત દેશમાં હિંદુ વેદ ધર્મનો પુનરુદ્ધાર કર્યો.

ત્રુટિમુકત વેદાન્ત-દર્શન બ્રહ્મસૂત્ર નામક પાવન ગ્રંથમાં સંગ્રહિત કર્યું અને સર્વ વાદો-વિચારો પર એની અમીટ અસર આરછાદિત થઇ ગઇ. શંકરે પ્રકòતિ-પરિણામ, બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત, માઘ્યમિક અને વિજ્ઞાનવાદી શાખાઓનું ખંડન કરી પોતાના દાદા ગુરુ, સંપ્રદાય વિદ્ આચાર્ય ગૌડપાદના અજાતવાદનું તેમાં મંડન કરતા જે 'બ્રહ્મવિવર્તવાદ' સ્પષ્ટ કર્યોતે જ પછીથી 'કેવલાદ્વૈત સિદ્ધાંત' તરીકે સુખ્યાત થયો.

શંકર એ ભારતના અને સંપૂર્ણ વિશ્વના સદ્ગુરુ છે અને વિદ્વાનો માટે તર્ક પ્રસ્થાન, ઋષિઓ માટે શ્રુતિ પ્રસ્થાન તથા ભકતો માટે સ્મૃતિ પ્રસ્થાન એમ પ્રસ્થાનત્રયી ગ્રંથોના ભાષ્ય દ્વારા અહર્નિશ માર્ગદર્શન આપતા રહે છે. સર્વ જિજ્ઞાસુઓ માટે શંકર પ્રકરણ ગ્રંથો અને જ્ઞાનના સહાય માટે ભકિત-ભાવ પ્રચુર સ્તોત્રોની પ્રસ્તુતિ કરે છે. આ ઉપરાંત, પંચાયતન પૂજા શરૂ કરાવીને ભગવાનને રાષ્ટ્રને અખંડતાના એક સૂત્રમાં પરોવી દૈવી આશિષથી આરક્ષિત કરી દીધું.

સાધારણ જનતા માટે બૌદ્ધ માઘ્યમિકોનો શૂન્યવાદ, વિજ્ઞાનવાદીઓનું આલય વિજ્ઞાન અને રામાનુજ તથા ભતૃર્પ્રપંચનો બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત અન્ય વિચારધારાનો અને શાંકરવેદાન્તમાં કોઇ ભેદ ના જણાતો હોય, પરંતુ અસાધારણ અઘ્યાત્મ પ્રેમી સુજ્ઞ સાધકો માટે શંકરની વિચારણા અસંદિગ્ધ અને સ્પષ્ટતાપૂર્ણ રીતે આ બધાથી ભિન્ન છે, એ સુવિદિત છે.

શાંકરવેદાન્તના પ્રાણાધાર સમી સંન્યાસ દીક્ષાનું મહત્ત્વ પણ જાણવું આવશ્યક છે. સૌ પ્રથમ સંન્યાસી (સંયમી સાધુ) એ વિવિધ આઘ્યાત્મિક કેન્દ્રોનું ભ્રમણ કરવું જૉઇએ, જેથી અઘ્યાત્મવિધાનો પ્રારંભિક અનુભવ પ્રાપ્ત થાય. જુદાં-જુદાં ક્ષેત્રોમાં તીર્થાટન થવાથી જુદા-જુદા પાણી (ઉદક) પીવાનું થાય છે, આથી આવા સંન્યાસીઓ ‘બહુદક’ કહેવાય છે. ત્યારબાદ સંયમીએ કોઇ મઠમાં, ગૃહમાં કે ઓરડામાં અથવા અરણ્યમાં રહીને બાહ્ય અનુભવોથી જાણેલા આત્મા વિષયક સિદ્ધાંતોમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સાધના કરવી જૉઇએ.

શંકરાચાર્યના મઠ

ફેરફાર કરો

આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ નીચે પ્રમાણે છે:[૧૦]

  • ‘ઉત્તરામન્ય મઠ’, અથવા ઉત્તર મઠ જે જ્યોતિર્મઠ (ઉત્તરાખંડ)માં સ્થિત છે. જ્યોતિ મઠ તરીકે ઓળખાય છે.
  • ‘પૂર્વામન્ય મઠ’, અથવા પૂર્વ મઠ જે પુરી (ઓરિસ્સા)માં સ્થિત છે. ગોવર્ધન મઠ તરીકે ઓળખાય છે.
  • ‘દક્ષિણામન્ય મઠ’, અથવા દક્ષિણ મઠ જે (કર્ણાટક)માં સ્થિત છે. શૃંગેરીપીઠ તરીકે ઓળખાય છે.
  • ‘પશ્ચિમામન્ય મઠ’, અથવા પશ્ચિમ મઠ જે દ્વારકા (ગુજરાત)માં સ્થિત છે. શારદાપીઠ તરીકે ઓળખાય છે.

શંકરાચાર્યએ વ્યાસનાં ગ્રંથ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું હતું , જેની પરીક્ષા સ્વયં વ્યાસે કરી હતી.[૧૧]

કુમારિલ ભટ્ટનાં નિવેદનથી શંકરાચાર્યએ તેમનાં કર્મકાંડને માનનાર શિષ્ય મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો , જેનાં નિર્ણાયક મિશ્રનાં પત્ની ઉભય ભારતી બન્યાં. આ શાસ્ત્રાર્થમાં મિશ્રની હાર થઇ. જેથી તેમનાં પત્ની ભારતીએ પણ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો , તેમણે શંકરાચાર્યને પરાજય કરાવવા કામશાસ્ત્રનાં પ્રશ્નો પૂછ્યાં ત્યારે શંકરાચાર્ય તેમણી પાસે સમય માંગી એક મૃત રાજાનાં શરીરમાં પ્રવેશી કામશાસ્ત્રનું જ્ઞાન મેળવી ઉભય ભારતીને શાસ્રાર્થમાં હરાવ્યાં.[૧૨]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Chronology of Nepal History Reconstructed by kota venkatchalam, p.55
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Kanchipuram: Land of Legends, Saints and Temples by Dr. P. V. L. Narasimha Rao, p.32 ઢાંચો:ASIN B005MR6BI6
  3. ૩.૦ ૩.૧ ૩.૨ The age of Sankara by T. S Narayana Sastry. p.36-37ઢાંચો:ASIN: B0006D2Q5I
  4. "શંકરાચાર્ય (આદ્ય) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-08-04.
  5. the age of shankara by narayansastry, p.33
  6. Kanchipuram: Land of Legends, Saints and Temples - Page 32
  7. The Voice of Divinity: Sayings of His Holiness Jagadguru Sri Chandrasekharendra Saraswathi Sri Sankaracharya Swamigal of Sri Kanchi Kamakoti Peetham, Volume 2,Page xix
  8. The Indian Antiquary Vol. XIII p. 41
  9. THE AGE OF SANKARA by T. S. NARAYANA SASTRY. p.150-151
  10. ચાર મઠની વિગત.અદ્વૈત વેદાંત.ઓર્ગ પર.
  11. https://archive.org/details/Shankara.Digvijaya.Satika
  12. https://archive.org/details/Shankara.Digvijaya.Satika

બાહ્ય કડીઓ

ફેરફાર કરો