ઉભરાટ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઉભરાટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જલાલપોર તાલુકાનું ગામ છે. ઉભરાટ બીચ દક્ષિણ ગુજરાતનું દરિયાકિનારા પરનું માણવા જેવું સરસ મઝાનું હવાખાવાનું સ્થળ છે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા અહીં રહેવા તેમ જ જમવાની સગવડ આપતું વિહારધામ ઊભું કરવામાં આવ્યું છે.

ઉભરાટ
—  ગામ  —
ઉભરાટનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°56′55″N 72°53′50″E / 20.948685°N 72.89733°E / 20.948685; 72.89733
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો જલાલપોર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

ઉભરાટ મુંબઇ-અમદાવાદ રેલ્વે માર્ગ ઉપર મરોલી સ્ટેશને ઉતરી સડક માર્ગ દ્વારા પંહોચી શકાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલ વેસ્મા ગામથી પશ્ચિમ દિશામાં રાજ્ય ધોરી માર્ગ દ્વારા ઉભરાટ પહોંચી શકાય છે. અહીંથી નજીકનું વિમાનમથક સુરત છે.

આ ગામમાં ખાસ કરીને કોળી પટેલો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, માછીમારી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો