૨૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૭૯ – માઉન્ટ વિસુવિયસ જવાળામુખી સક્રિય બન્યો, યોગાનુયોગ આ દિવસ આગના રોમન દેવતા 'વલ્કન' (અગ્નિદેવ) માટેના ઉપવાસનો દિવસ હતો.
  • ૧૯૦૪ – ઓટોમોબાઇલ ટાયર ચેઇન (બરફમાંથી વાહન ચલાવતી વખતે મહત્તમ ઘર્ષણ પ્રદાન કરવા માટે વાહનોના ટાયર પર ફિટ કરેલા સાંકળ જેવા ઉપકરણો) માટેના પેટન્ટ અધિકારો પ્રદાન કરવામાં આવ્યા.
  • ૧૯૬૬ – 'લુનાર ઓરબિટર ૧' દ્વારા, ચંદ્રની ભ્રમણકક્ષામાંથી, પૃથ્વીનું પ્રથમ ચિત્ર લેવાયું.
  • ૧૯૯૦ – સદ્દામ હુસૈન ખાડી યુદ્ધને રોકવાના પ્રયાસના ભાગરૂપે ઇરાકી સરકારી ટેલિવિઝન પર સંખ્યાબંધ પશ્ચિમી "મહેમાનો" (બંધકો) સાથે નજરે પડ્યા.
  • ૧૯૯૦ – આર્મેનિયાએ સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
  • ૧૯૯૦ – પશ્ચિમ અને પૂર્વ જર્મનીએ બન્ને દેશોના પુનર્ગઠનની ઘોષણા કરી.
  • ૧૯૯૧ – વર્લ્ડ વાઈડ વેબની સેવા જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી.
  • ૨૦૧૧ – લિબિયાના ગૃહયુદ્ધ દરમિયાન રાષ્ટ્રીય સંક્રમણ પરિષદના દળોએ બબ–અલ–અઝીઝિયા પર કબજો મેળવ્યા બાદ લિબિયાના નેતા મુઅમ્મર ગદ્દાફીને સત્તા પરથી ઉથલાવી દેવામાં આવ્યા.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો