ઔદિચ્ય બ્રાહ્મણ

(ઔદિચ બ્રાહ્મણ થી અહીં વાળેલું)

ઇ.સ. ૯૬૦ના દાયકા દરમિયાન પાટણના રાજવી મૂળરાજ સોલંકી દ્વારા ઉત્તર ભારતના જુદા-જુદા પ્રાંતોમાંથી વિદ્વાન બ્રાહ્મણોને રુદ્ર યજ્ઞ માટે બોલાવવામાં આવ્યા. સંસ્કૃત ભાષામાં ઉત્તરને ઔદિચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ ઉત્તર ભારતના આ બ્રાહ્મણોને ઔદિચ્ય બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ઔદિચ બ્રાહ્મણોની ઘણી પેટા શાખાઓ જોવા મળે છે જે મુખ્યત્વે બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ખેડા, ભરુચ, નર્મદા, સુરેન્દ્રનગર, ભાવનગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં વસવાટ કરે છે.

સ્થળ પરીવારોની સંખ્યા
પ્રયાગક્ષેત્ર ૧૦૫
ચ્યવન ઋષિના આશ્રમમાંથી ૧૦૦
સરયુ નદી તટે વસતા ૧૦૦
કમ્બોજ ક્ષેત્રમાંથી ૨૦૦
કાશી ક્ષેત્રમાંથી ૧૦૦
હરિદ્વાર ક્ષેત્રમાંથી ૧૦૦
કુરુક્ષેત્ર માંથી ૧૦૦
નૈમિષારણ્ય ૧૦૦
પુષ્કર ક્ષેત્રમાંથી ૧૩૨
કુલ ૧૦૩૭

આમ મૂળરાજ સોલંકી દ્વારા ઉત્તર ભારતના જુદા-જુદા પ્રાંતોમાંથી ઉપર મુજબ કુલ ૧૦૩૭ વિદ્વાન બ્રાહ્મણોના પરીવારોને બોલાવવામાં આવ્યા હતાં. યજ્ઞ બાદ ૧૦૦૦ બ્રાહ્મણોએ મૂળરાજ સોલંકી દ્વારા અપાતી દક્ષીણાનો સ્વિકાર કર્યો અને તેઓ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો તરીકે ઓળખાયા. બાકીના ૩૭ બ્રાહ્મણોને તેમના જ્ઞાન મુજબ અલગ-અલગ જુથમાં વિભાજીત કરવામાં આવ્યા. આમ સહસ્ત્ર બ્રાહ્મણોએ ગુજરાતમાં રહેવા સ્વિકાર્યું અને અન્ય બ્રાહ્મણોએ થોડા સમય બાદ અમૂક શરતો મૂકી ને ગુજરાતમાં રહેવા સ્વિકાર્યું. આમ તેઓ ટોળકીયા તરીકે સંબોધન પામ્યા. આમ છતા સહસ્ત્ર બ્રાહ્મણોનું વર્ચસ્વ તેમની કરતા વધુ જોવા મળતું. સહસ્ત્ર બ્રાહ્મણોના બે જુથો જોવા મળે છે જે ભૌગોલિક રીતે વિભાજીત થયેલા છે. સિહોરના અને સિદ્ધપુરમાં વસતા. ૧૮૯૧માં ગુજરાતમાં તેમની વસ્તી આશરે ૨,૦૦,૦૦૦ (બે લાખ) જેટલી હતી. ઘણાં ઔદિચ્ય બ્રાહ્મણો કાળક્રમે રાજસ્થાનમા જઇ વસ્યા અને હાલમાં પણ ત્યાં ઔદિચ્ય બ્રાહ્મણોની ઘણી વસ્તી જોવા મળે છે. ઉપરાંત સિદ્ધપુરના ઘણાં કુટુંબો ૧૭મી સદીમાં મધ્ય પ્રદેશના વડનગર, ઇન્દોર, ઉજ્જેન ક્ષેત્રમાં જઇ વસ્યા.

ગોત્ર અને અટક

ફેરફાર કરો

પ્રાચીન સમયમાં તમામ ઋષિઓ ગાયોને પાળતા, પોષતા દરેક ઋષિઓ પોતપોતાની ગાયોના સમુહને એક જગ્યામાં સુરક્ષિત રાખે તે જગ્યાને "વાડો" કહેવાય છે, ત્યારે તેને"ગૌત્ર" કહેવાતું. જ્યાં ગાયો રક્ષણ પામતી તે જગ્યા એટલે "ગૌત્ર" આમ જેતે ઋષિના નામ પરથી તે "વાડા" ઓળખાતા તેથી એકજ જગ્યાએ ગાયોનો સમુહ એકઋષિના "વાડા"માં "ગોષ્ઠ"માં બંધાતી ગાયોને એક "ગૌત્ર"ના આધારે આગળ જતાં જેતે ઋષિના વંશજો પણ તે ગૌત્રથી ઓળખાવા લાગ્યા જેમકે વશિષ્ઠ ઋષિના વશિષ્ઠ "ગૌત્રના" કહેવાયા.

ઔદિચ્ય બ્રાહ્મણો ઘણા ગોત્રના જોવા મળે છે. તેમા ખાસ કરી વત્સત્, ભાર્ગવ, દલભ્ય, દ્રોણ, મૌનસ, ગંગયન, સંક્રતૃત્ય, સંકૃત્ય, પાનલત્સ્ય, માંડક્ય, શૌનક, ભારદ્વાજ, કૌદિન્ય, કૃષ્ણત્રિ, સ્વેતરિ, ગૌતમ, કુત્સસ, અંગિરસ, વસિષ્ઠ, પરાશર, કશ્યપ, શાંડિલ્ય, ગભિલ, ઉદલક, ઔદલસ,ગર્ગ, કૌશિક,કપિલ, હિરણ્યગર્ભ વગેરે વિશેષત: જોવા મળે છે.

પહેલાના વખતમાં ૧૬ જેટલી અટકો જોવા મળતી પરંતુ હાલમાં, ઔદિચ્ય બ્રાહ્મણોમાં આશરે સાંઠ (૬૦) જુદી-જુદી અટકો હોય છે. અટકો મોટા ભાગે તેમની આવડત અને વ્યવસાયને લગતી હોય છે. સર્વ સામાન્ય અટકોમાં વ્યાસ, દવે, પંડ્યા, ઠાકર, ઉપાધ્યાય, ત્રિવેદી, પંચોળી, જાની, પંડિત, પાઠક, આચાર્ય, રાવલ , જોશી, મહેતા,વૈદ્ય, ભટ્ટ વગેરે. બ્રાહ્મણોને વેદ ભણાવવાનું કામ આચાર્યો કરતા. વળી આવી જ રીતે ઉપાધ્યાય, ઓઝા, પાઠક પણ વેદ ભણાવતા. રાજસેવામા રત બ્રાહ્મણો પુરોહિત અને પાંચાલ દેશમાં રહેવા વાળા બ્રાહ્મણો પંચોળી અને જ્યોતિશ વિદ્યાનું જ્ઞાન ધરાવતા બ્રાહ્મણો જોશી તરીકે ઓળખવામાં આવે છે. વળી ગામનો કારભાર કરનાર ઠાકર અને ચાર વેદોનું જ્ઞાન ધરાવનાર ચતુર્વેદી કે વ્યાસ , ત્રણ વેદનું જ્ઞાન ધરાવતા ત્રિવેદી કે ત્રિપાઠી, બે વેદનું જ્ઞાન ધરાવતા દ્વિવેદી કે દવે, યજ્ઞ કરાવવામાં પારંગત યાજ્ઞીક અને હિસાબી તથા નાણાકીય સેવામાં રોકાયેલા બ્રાહ્મણો મહેતા તરીકે પસિદ્ધી પામ્યા.

સંપૂર્ણ શાકાહારી હોવાની સાથે સાથે ઔદિચ્ય બ્રાહ્મણોનો મુખ્ય ખોરાક ચોખા, ઘઉં, બાજરો અને જુવાર તેમના રોજીંદા ખોરાક છે. વળી તુવેર તેમને સ:વિશેષ પસંદ પડે છે. તેઓ સ્વાભાવિક રીતે જ વ્યસનોથી દૂર રહે છે.[સંદર્ભ આપો]

સામાન્યત: ઔદિચ્ય બ્રાહ્મણોમાં વિવાહ સંસ્કારની ઉંમર સ્ત્રીઓ માટે ૧૮ થી ૨૫ વરસ અને પુરુષો માટે ૨૧ થી ૨૮ વર્ષ જોવા મળે છે. આર્ય પરંપરા મુજબ, સગોત્રીય તથા બહુપત્નીત્વ પ્રથા લગ્ન માટે વર્જીત ગણવામાં આવે છે. જૂના સમયમાં વિધવા વિવાહ પણ વર્જીત ગણવામાં આવતો.

  • Lal, R. B. (2003). Gujarat (અંગ્રેજીમાં). Popular Prakashan. ISBN 978-81-7991-104-4.
  • Enthoven, Reginald Edward (1990). The Tribes and Castes of Bombay (અંગ્રેજીમાં). Asian Educational Services. ISBN 978-81-206-0630-2.