કરી (મસાલેદાર રસાવાળી વાની)

ભારતીય ઉપખંડની વાનગી

કરી (/[invalid input: 'icon']ˈkʌri/) એ સમસ્ત પશ્ચમી સંસ્કૃતિમાં મસાલેદાર વાનીની એક વિવિધતા માટે વપરાતું સર્વસામાન્ય નામ છે, ખાસ કરીને બાંગ્લાદેશી, (દક્ષિણ) ભારતીય, પાકિસ્તાની, શ્રીલંકન, થાઈ અથવા અન્ય દક્ષિણી તથા દક્ષિણ-પૂર્વીય એશયાઈ રાંધણકળામાં આ વાની બને છે. કરી પાઉડરમાં જે ત્રણ પ્રકારના મસાલા મોટા ભાગે જોવા મળે છે તે છે હળદર, ધાણા અને જીરું. તે સિવાય વધારાના મસાલાની વિશાળ શ્રેણી તેમાં ઉમેરાઈ શકે છે, જેનો આધાર ભૌગોલિક પ્રદેશ અને તેમાં પડતા બીજા ખોરાકો પર છે (જેમ કે માંસ, માછલી, મસૂર, ચોખા વગેરે).[૧] "કરી" શબ્દ "સૂપ" અથવા "સ્ટયૂ" સાથે એ અર્થમાં સમાનાર્થી છે કે તેમાં કોઈ વિશિષ્ટ ઘટક એવો નથી જે "કરી" બનાવવા માટે અનિવાર્ય હોય.

ભારતીય શાકભાજીયુક્ત કરીઓની વિવિધતાઓ
ભારતીય રેસ્ટોરન્ટમાં પીરસાયેલી બટર ચિકન વાની.
થાઇલૅન્ડની રેડ રોસ્ટ ડક કરી (ગરમ અને મસાલેદાર).
ભાત અને ડુંગળી તથા બટાકા સહિતની ચેનોપોડિયમ આલ્બમ લીફ કરી; એક શાકાહારી કરી વાની.

કરીની લોકપ્રિયતા તાજેતરના દસકાઓમાં ભારતીય ઉપખંડમાંથી બહાર આંતરરાષ્ટ્રીય રાંધણકળામાં મહત્ત્વપૂર્ણ રીતે વિસ્તરી છે. પરિણામે, પ્રત્યેક સંસ્કૃતિએ કરીને પોતાના અનોખા સ્વાદ અને સાંસ્કૃતિક ભાવુકતાને અનુકૂળ થાય તે રીતે પોતાની તળપદી રીતે રાંધવા માટે મસાલા પસંદ કર્યા છે. તેથી થાઈ, બ્રિટિશ, જાપાનીઝ અને જમૈકા રાંધણકળામાં અત્યંત લોકપ્રિયતા સાથે હવે કરીને સમસ્ત એશિયાની અથવા વૈશ્વિક વાની કહી શકાય છે.

વ્યુત્પત્તિફેરફાર કરો

"કરી" શબ્દ એ તમિલ શબ્દ kari (கறி)ની અંગ્રેજી આવૃત્તિ છે,[૨][૩] જેનો અર્થ થાય છે "સૉસ" એટલે કે મસાલેદાર પ્રવાહી, જે સામાન્ય રીતે રસા વગર અથવા રસા સહિત મસાલાઓ સાથે શાકભાજીઓ/માંસ સાથેની વાની સમજવામાં આવે છે.[૪]

ભારતીય ઉપખંડફેરફાર કરો

આંધ્ર રસોઈપ્રથાફેરફાર કરો

આંધ્ર રાંધણકળા મસાલેદાર હોય છે અને તેનો સ્વાદ અનોખો હોય છે. જો કે આંધ્ર પ્રદેશની રસોઈકળામાં પ્રાદેશિક વિવિધતા રહેલી છે. આંધ્ર પ્રદેશના પશ્ચિમે તેલંગણામાં અંબાલી, જોન્ના રોટી/જવારની રોટલી, સજજા રોટી/સજજા અનાજની રોટલી તથા હૈદરાબાદી બિરયાની જેવી વાનીઓ હોય છે. આ પ્રદેશમાં કરીમાં લવિંગ, તજ, જાયફળ, વરિયાળી, અને કડી પત્તા જેવા મસાલાનો સ્વાદ અને સુગંધ ઉમેરવામાં આવે છે. આંધ્ર પ્રદેશના સમુદ્ર કિનારાના વિસ્તારોની રસોઈકળામાં શાકભાજીઓમાંથી અનેક પ્રકારની કરી અને થોડા પ્રકારની કરી માંસમાંથી બનાવવાની વિધિઓ પ્રચલિત છે. આ પ્રદેશમાં, કરીમાં ધાણા પાઉડર, આખું જીરું અથવા તેનો પાઉડર, કાળા મરી પાઉડર, લાલ તીખાં મરચાં, હિંગ, ઘી, મેથી, કડી પત્તા અને હળદર વગેરેના સ્વાદ-સુગંધ ઉમેરવામાં આવે છે. જો કે અહીંની કરીમાં એ જ શાકભાજીઓનો વપરાશ થાય છે, તેમ છતાં આંધ્ર પ્રદેશના સમુદ્ર કિનારાના પ્રદેશની કરીનો સ્વાદ તેલંગણા કરી કરતાં સદંતર ભિન્ન હોય છે. આ વાતે જ કરીને ચુસ્ત વાનીને બદલે એક સંકલ્પના બનાવી દીધી છે. તેમાં સ્થાનિક મસાલાના વપરાશ સાથે તેના સ્વાદ બદલાય છે. કરીને મુખ્યત્વે ભાત(ચોખા) સાથે ખાવામાં આવે છે.

બંગાળી, બાંગ્લાદેશી અને ઓરિયા રસોઈપ્રથાફેરફાર કરો

 
ઢાકા, બાંગ્લાદેશમાં શેકેલી ડુંગળી સાથે પીરસાયેલી બીફ કરી

બંગાળી રાંધણપ્રથામાં કરીની અતિરેકતાનો સમાવેશ થાય છે. જળફળ અને તાજી માછલી બંગાળીઓનો ખૂબ જ પ્રિય આહાર છે, અને તેની સાથે જમવા માટે અનેક પ્રકારની કરી બનાવવાની વિધિઓ શોધી કાઢવામાં આવી છે. ખસખસના બીજની જેમ રાઈ અને રાઈનું (સરસિયું) તેલ ઘણી વાનીઓમાં ઉમેરવામાં આવે છે.

ઓરિસ્સાના લોકોની પણ આહારની એવી જ આદતો છે અને તેઓ આ રીતે અનેક પ્રકારની કરી બનાવવામાં પણ નિપુણ છે. આ વાતની સાબિતી એ છે કે પશ્ચિમ બંગાળમાં ઓરિસ્સાના અસંખ્ય લોકો મુખ્ય રસોઈયા તરીકે કામે લાગ્યા છે.

ગુજરાતી અને રાજસ્થાની રસોઈપ્રથાફેરફાર કરો

વિશિષ્ટ ગુજરાતી અને રાજસ્થાની રાંધણકળાને થાળી કહેવામાં આવે છે, જેમાં રોટલી (ઘઉંના લોટના ફુલકાં), દાળ, ચાવલ (ભાત) અને શાક(સબ્જી)(શાકભાજીઓ અને મસાલાનાં વિવિધ મિશ્રણો, જેને હલાવીને રાંધવા અથવા તળવામાં આવે છે અને તે તીખું કે મીઠું હોય છે)-નો સમાવેશ થાય છે. આ વાનીઓ સ્વાદ પ્રમાણે સુગંધ અને ગરમીમાં ભિન્ન ભિન્ન હોય છે.

કર્ણાટક રસોઈપ્રથાફેરફાર કરો

 
કર્ણાટક, ભારતની વિવિધ કરી-આધારિત વાનીઓ.

કર્ણાટકના મોટા ભાગના સમુદ્ર કિનારાના પ્રદેશોમાં કરીના પ્રકાર વિશિષ્ટરૂપે શાકાહારી અથવા માંસ તથા માછલીવાળા હોય છે. તેમના સામાન્ય સ્વાદમાં તેઓ વિવિધ શાકભાજીઓ, મસાલા, નારિયેળ તથા ગોળનો વપરાશ કરે છે. તેમની કરી સૂકી અને રસાવાળી હોય છે. કેટલીક વિશિષ્ટ સૉસ આધારિત વાનીઓમાં સારુ, ગોજ્જુ, થૉવ્વે, હુલી, મૅજ્જિગ હુલીનો સમાવેશ થાય છે; જે દક્ષિણમાં બનતી "કડી" જેવી જ હોય છે, સાગુ અથવા કૂટુ, જે ગરમ ભાત સાથે ભેળવીને ખાવામાં આવે છે.

મલયાલી રસોઈપ્રથાફેરફાર કરો

કેરળની વિશિષ્ટ મલયાલી કરીઓમાં છીણેલું કોપરું અથવા કોપરાનું દૂધ, કરી પત્તા અને વિવિધ મસાલાઓનો સમાવેશ થાય છે. લગભગ દરેક વાનીમાં રાઈનો ઉપયોગ થાય છે. તે સાથે ડુંગળી, કરી પત્તા, ગરમ તેલમાં તળેલા લાલ મરચાંના ટુકડા પણ નાખવામાં આવે છે. મોટા ભાગની માંસાહારી વાનીઓમાં ખૂબ વધારે મસાલા નાખવામાં આવે છે. કેરળ તેના પરંપરાગત સાદ્યા માટે પ્રખ્યાત છે, જે શાકાહારી ભોજન સાથે પીરસવામાં આવે છે અને તેની સાથે પરિપ્પુ (લીલા ચણા), પાપડમ, થોડું ઘી, સંભાર, રસમ, અવિયાલ, કાલન, ખીચડી, પાચડી, ઇંજીપુલી, કૂટ્ટુકારી, અથાણું (કેરી, લીંબુનું), થોરન, એકથી ચાર પ્રકારના પાયસમ, બોલી, ઓલન, પુલિસેરી, મોરુ (છાશ), ઉપ્પેરી, કેળા વેફર વગેરે વધારાની વાનીઓ પણ પીરસવામાં આવે છે. આ સાદ્યા પરંપરાગત રીતે કેળાના પાન પર પીરસવામાં આવે છે.

ઉત્તર ભારતીય રસોઈપ્રથાફેરફાર કરો

 
રોટલી સાથે પીરસાતી ભારતીય શાકભાજીયુક્ત કરીઓ.

ઉત્તર ભારતીય રસોઈપ્રથામાં મુગલાઈ રસોઈકળા, કાશ્મરની રસોઈકળા, અવધી પાક-પ્રણાલી, ઉત્તર પ્રદેશની રસોઈકળા અને ભોજપુરી રાંધણકળાનો સમાવેશ થાય છે. કઢી એક વિશિષ્ટ વાની છે, જે હલાવીને એકરસ કરેલા દહીં અથવા છાશને ઘીના વઘાર તથા બેસન સાથે ઉકાળીને બનાવવામાં આવે છે. તેમાં ઉમેરાતા મસાલા વિભિન્ન પ્રકારના હોય છે, પરંતુ સામાન્ય રીતે તેમાં હળદર અને કાળી રાઈના દાણા ઉમેરાય છે. તે મોટા ભાગે ભાત સાથે ખાવામાં આવે છે. ઉત્તર ભારત, જયાં વાનીઓને સૂકી અને તરી (રસાદાર) એમ બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ‘કરી ’ શબ્દ હિન્દી-ઉર્દૂ શબ્દ ‘તરી ’ સાથે ધ્વનિ-સામ્યતા ધરાવે છે. (તરી શબ્દ ફારસી ભાષાના તર શબ્દ પરથી બન્યો છે, જેનો અર્થ ‘ભીનું ’ જેવો થાય છે,) અને તેને મસાલાની હાજરી યા ગેરહાજરી સાથે અથવા વાની ભારતીય છે કે નથી તેની સાથે કોઈ લેવાદેવા પણ નથી (દાખલા તરીકે, કોઈ પણ સ્ટયૂ, મસાલેદાર હોય યા ન હોય તો પણ એને કરી વાની તરીકે લેખવામાં આવે છે અને તેનું સાદું કારણ એ છે કે તે ભીનું છે).[૫][૬][૭] ઉર્દૂમાં કરીને સામાન્ય રીતે સાલન (سالن) તરીકે સૂચવવામાં આવે છે. મસાલા સહિતની વાની માટે હિન્દી-ઉર્દૂમાં સમાનાર્થી શબ્દ છે મસાલેદાર .[૮]

પાકિસ્તાનીફેરફાર કરો

 
ભાત સાથે કરીવાળા રાજમા.

પાકિસ્તાની લોકપ્રિય કરી છે કરાહી (કડાહી), જે સૂકા વાટેલા મસાલામાં મટન અથવા ચિકન સાથે રાંધવામાં આવે છે. લાહોરી કરાહીમાં લસણ, મસાલા અને સરકો પડે છે. પેશાવરી કરાહી સાદી વાની છે, જે ફકત માંસ, નમક, ટમેટાં અને કોથમીર કે ધાણા સહિત બનાવવામાં આવે છે.

પંજાબી રસોઈપ્રથાફેરફાર કરો

પંજાબી કરી મોટા ભાગે મસાલા (મસાલાના મિશ્રણ), દેશી ઘી સાથે છૂટથી નાખેલા માખણ અને મલાઈ પર આધારિત હોય છે. કેટલીક વાનીઓ ફકત પંજાબની જ વિશેષતા છે, જેવી કે માહા દી દાલ અને સારોં દા સાગ (સરસોં કા સાગ).

સિંધી રસોઈપ્રથાફેરફાર કરો

સિંધી રસોઈકળા, સિંધી લોકોની રસોઈકળા સૂચવે છે. મોટા ભાગના સિંધી ઘરોમાં રોજિંદા આહારમાં ઘઉંની રોટલી (ફુલ્કાં) અને ભાત સાથે બીજી બે વાની એક રસાદાર અને એક સૂકીનો સમાવેશ થાય છે.

તમિલ અને સિંહાલી રસોઈપ્રથાફેરફાર કરો

તમિલ રસોઈકળામાં મસાલાના મિશ્રણ તથા તેની મેળવણી દ્વારા વિશિષ્ટ સ્વાદ અને સુગંધ પ્રાપ્ત કરવામાં આવે છે, જેમાં કરી પત્તા, આમલી, ધાણા, આદુ, લસણ, મરચું, મરી, ખસખસ, રાઈના દાણા, તજ, લવિંગ, ઇલાયચી, જીરું, વરિયાળી કે સૂવા દાણા, મેથી, જાયફળ, કોપરું, હળદર મૂળ અથવા પાઉડર, ગુલાબજળ નાખવામાં આવે છે. તેમાં મસૂર, શાકભાજીઓ તથા દૂધની બનાવટોનું મિશ્રણ અનિવાર્ય હોય છે, અને તે મોટા ભાગે ભાત સાથે પીરસવામાં આવે છે. પરંપરાગત શાકાહારી આહારો માંસાહારી વાનીઓની વિશાળ શ્રેણી પર રાજય કરે છે જેમાં પરંપરાગત તમિલ મસાલા અને પકાવવાની રીત પ્રમાણે તૈયાર કરવામાં આવતી મીઠા પાણીની માછલી અને સમુદ્રી ખાદ્ય સામેલ છે. આ પદ્ધતિ ચારેય દક્ષિણ ભારતીય રાજ્યો માટે સુખદ છે.

શ્રીલંકન રસોઈપ્રથામાં સામાન્ય રીતે દરરોજના ભોજનમાં લેવામાં આવતા ભાત (ચાવલ) કોઈ વિશિષ્ટ પ્રસંગે, મસાલેદાર કરી સાથે બપોરના ભોજન તથા રાતના ભોજનમાં જોવા મળી શકે છે. ‘ભાત અને કરી’ શ્રીલંકન વાનીઓની શ્રેણી સૂચવે છે.

અન્ય દક્ષિણ એશિયાઈ રસોઈપ્રથાફેરફાર કરો

અફઘાન અને પશ્તુન રસોઈપ્રથાફેરફાર કરો

ઉત્તર-પશ્ચમી પાકિસ્તાનમાં પશ્તુન લોકોની રસોઈપ્રથા લગભગ તેના પાડોશી અફઘાનિસ્તાનની રસોઈપ્રથા જેવી જ છે, જે મોટા ભાગે ઘઉં, મકાઈ, જવ અને ચોખા જેવા અનાજ પર આધારિત હોય છે. તે સિવાય તેમાં દક્ષિણ એશિયાઈ પ્રભાવનો મોટો ઉમેરો થાય છે. આ વાનીઓ સાથે દૂધની બનાવટો (દહીં, છાશ), વિવિધ અખરોટ, સ્થાનિક શાકભાજી અને તાજા સૂકાં ફળોનો સથવારો તો હોય જ છે.

ઉત્તરપૂર્વી ભારતીય અને નેપાળી રસોઈપ્રથાફેરફાર કરો

ઉત્તર-પૂર્વી ભારતની કરી ભારતના અન્ય ભાગો કરતાં સદંતર જુદી છે. આ વિસ્તારની રસોઈપ્રથા તેના બર્મા અને તિબેટ જેવા પાડોશીઓથી પ્રભાવિત છે. ત્યાં જાણીતા ભારતીય મસાલાનો ઉપયોગ ઓછો થાય છે. ભારતના આ પ્રદેશમાં યાક(ચમરી ગાય)નું માંસ લોકપ્રિય છે.

દાળભાત, ચોખા અને મસૂરનો સૂપ એ નેપાળની સ્થાયી વાની છે. નેપાળના નેવારો દ્વારા સદીઓથી જે રસોઈપ્રથા વિકસિત થઈ છે તે નેવા રસોઈપદ્ધતિનો પ્રકાર છે.

અન્ય એશિયાઈ રસોઈપ્રથાફેરફાર કરો

ચાઇનીઝ રસોઈપ્રથાફેરફાર કરો

ચાઇનીઝ કરીઓ(咖哩, gā lǐ)માં વિશિષ્ટરૂપે ચિકન, બીફ, માછલી, ઘેટાના બચ્ચાનું માંસ અથવા અન્ય માંસ, લીલા મરી, ડુંગળી, બટેટાંના મોટા ટુકડા અને વિવિધ અન્ય ઘટકો તથા મસાલાવાળી મંદ મસાલેદાર પીળી કરી સૉસ, જેને વરાળમાં બાફેલા ભાત ઉપર રેડીને પીરસવામાં આવે છે. સફેદ મરી, સૉયા સૉસ, તીખો સૉસ અને/અથવા તીખાં મરચાંના તેલને કરીના સ્વાદમાં વધારો કરવા માટે ઉમેરી શકાય છે.

કરી સૉસની સર્વસામાન્ય ચાઇનીઝ વિવિધતા સામાન્ય રીતે પાઉડર રૂપે વેચાય છે. એવું લાગે છે કે એ સિંગાપોરિયન અને મલેશિયન વિવિધતામાંથી ઊતરી આવી છે, જે દેશોએ ચીનમાં સતય સૉસ પણ પ્રચલિત કર્યો. વંશીય કૅન્ટોનીઝ (કુઆલા લમ્પુરમાં પ્રભાવી), આ પીળો, ચાઇનીઝ-મલેશિયન પ્રકાર કુદરતી રીતે કૅન્ટોનીઝ દ્વારા ચીનમાં પ્રચલિત કરવામાં આવ્યો, અને તે વિશિષ્ટરૂપે હોંગકોંગ રસોઈપ્રથામાં સાકાર થયો. (દિલચસ્પ રીતે, મલય સતયને વંશીય તેઓચ્યૂ દ્વારા વિપુલ સફળતા સહિત ચીનમાં પ્રચલિત કરવામાં આવ્યો હોય એવું દેખાય છે, જેણે સિંગાપુરના બીજા સૌથી મોટા ચાઇનીઝ જૂથનું નિર્માણ કર્યું અને તે થાઇલૅન્ડમાં પ્રભાવ ધરાવનાર જૂથ છે.)

ચાઇનીઝ કરીના ઘણા વિવિધ પ્રકારો છે, જે દરેક રેસ્ટૉરન્ટ પર આધાર રાખે છે. બીજી એશિયન કરી જેવી નહીં, જે સામાન્ય રીતે ઘટ્ટ સ્વરૂપ ધરાવતી હોય છે, પરંતુ ચાઇનીઝ કરી મોટા ભાગે પાણી જેવી પાતળી હોય છે.[સંદર્ભ આપો] "ગૅલિમિયન" (મલેશિયન "કરી મી" અથવા કરી નૂડલ્સમાંથી) એ લોકપ્રિય ચાઇનીઝ કરી વાનગી છે.

જાપાનીઝ રસોઈપ્રથાફેરફાર કરો

 
જાપાની શૈલીની કારે-રાઈસુ (કરીભાત)
 
કારે-પાન (કરી બ્રેડ)

સન 2005માં કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, Japanese curry (カレー karē?) એ લોકો જેને એક વર્ષમાં સરેરાશ 125 વખત ખાય છે એવી જાપાનમાં સૌથી વધુ લોકપ્રિય વાનીઓ માંહેની એક છે.[૯] તે સામાન્ય રીતે કરે રાઈસુ — કરી તરીકે ખાવામાં આવે છે, ભાત અને ઘણી વખત આથેલાં શાકભાજીઓ સાથે એ જ થાળીમાં પીરસવામાં આવે છે અને ચમ્મચ વડે ખાવામાં આવે છે. કૅન્ટીનમાં બપોરના ભોજનમાં આ વાની સામાન્ય છે.

જાપાને પોતાની રાષ્ટ્રીય સ્વ-અલગતાવાદી (સાકોઉ) નીતિનો અંત આણ્યો ત્યાર પછીના મેઇજી યુગ(1868–1912)માં બ્રિટિશ દ્વારા જાપાનમાં કરીનું પ્રચલન થયું, અને જાપાનમાં કરીનું પાશ્ચાત્ય વાની રૂપે વર્ગીકરણ થયું. તેનું સમગ્ર દેશમાં વિસ્તરણ થયું તેનો યશ જાપાનના લશ્કર અને નૌકાદળે તેને સામાન્ય રૂપે અપનાવી તેને જાય છે. આ બન્ને દળોએ કરીને પ્રગાઢ રૂપે અપનાવીને સુવિધાજનક ક્ષેત્ર અને નૌકાદળના કૅન્ટીનની રસોઈમાં અનિવાર્ય બનાવી દીધી, તે ત્યાં સુધી કે અનિવાર્ય લશ્કરી ભરતીથી લઈને આ વાનીનો અનુભવ લેવા માટે દેશના દૂર સુદૂરનાં સ્થળોએ તેને અપનાવી લીધી. જાપાન સમુદ્રી સ્વરક્ષણ દળમાં દર શુક્રવારે બપોરના ભોજનમાં કરી પરંપરાગત વાની બની ગઈ છે અને ઘણાં વહાણોમાં તેમની અનોખી આગવી પદ્ધતિએ કરી બને છે.

જાપાનની પ્રમાણભૂત કરીમાં ડુંગળી, ગાજર, બટેટાં, કયારેક અજમો અને માંસનો સમાવેશ થાય છે અને તેને મોટી દેગમાં રાંધવામાં આવે છે. કયારેક તેમાં મીઠાશ વધારવા માટે છીણેલાં સફરજન અને મધ નાખવામાં આવે છે અને કયારેક તેને બદલે બીજી શાકભાજીઓનો પણ વપરાશ થાય છે. કરીમાં માંસ, પૉર્ક, બીફ અને ચિકન ખૂબ જ લોકપ્રિય છે, કરીની લોકપ્રિયતા ઘટવા સાથે આ ઘટકો ઉમેરવાં પડ્યાં છે. ઉત્તરી અને પૂર્વી જાપાનમાં, તેમાં ટૉકયોનો પણ સમાવેશ થાય છે, કરી માટે માંસ અત્યંત લોક પસંદગી પામે છે. પશ્ચિમ જાપાનમાં બીફ વધારે સામાન્ય છે, તેમાં ઓસાકાનો સમાવેશ થાય છે અને ઓકિનાવામાં ચિકન વધુ પસંદ કરવામાં આવે છે.[૧૦] કરીને પકવીને સામાન્ય રીતે ઘટ્ટ ઇંટના રૂપમાં વેચવામાં આવે છે, જેને માંસ અને શાકભાજીના મિશ્રણમાં ઓગાળવામાં આવે છે.

ઘણી વખત કરી-ભાત ઉપર બ્રેડ કરેલી પૉર્ક કટલેટ (તોનકાત્સુ) મૂકવામાં આવે છે, તેને કાત્સુ-કરે ("કટલેટ કરી") કહેવામાં આવે છે. કોરોક્કે (બટેટાં ક્રોકટલેટ્સ) પણ સામાન્ય ઉપરની સજાવટ લેખાય છે.

ભાત સાથે હોય તે સિવાય કરે અદોન (કરીના સ્વાદવાળા સૂપમાં જાડી નૂડલ્સ) અને કરે-પાન ("કરી બ્રેડ" - ખૂબ તળેલી પાતળી બ્રેડને કરીની મધ્યમાં રાખવી) પણ લોકપ્રિય છે.

કોરિયામાં જાપાને પોતાના આધિપત્ય દરમ્યાન 20મી સદીના પૂર્વાર્ધમાં કરી પ્રચલિત કરી અને તેથી તે લગભગ જાપાનીઝ આવૃત્તિ જેવી જ છે.તેના સામાન્ય ઘટકોમાં ભાત, કરી સૉસ, શાકભાજીઓ, કિમ્ચી, ભૂંજેલું પૉર્ક અને વસાબી હોય છે.

દક્ષિણ-પશ્ચિમ એશિયાઈ રસોઈપ્રથાફેરફાર કરો

દક્ષિણ-પૂર્વ એશિયા, જેમાં કંબોડિયા લાઑસ, થાઈલૅન્ડ અને કેટલાક દક્ષિણ પૂર્વ એશિયાઈ લઘુમતી જૂથોનો સમાવેશ થાય છે, તેમની કરીનો પ્રકાર તેમનો આગવો છે. એટલું નોંધી લો કે આ દેશો પર ભારતીય સંસ્કૃતિ અને રસોઈકળાનો ઘણો પ્રભાવ છે, કારણ કે સદીઓ પહેલાં દક્ષિણ એશિયાઈ પ્રવાસીઓ ભારત આવતા રહેતા હતા.

બર્મીઝ રસોઈપ્રથાફેરફાર કરો

બર્મીઝ રસોઈપ્રથામાં કરી વિશે ઘણા વિભિન્ન આધારો અને સમજણ છે. લગભગ તમામ પ્રકારની બર્મીઝ કરીમાં મુખ્ય ઘટક લીલી ડુંગળી (જે કરીનો રસો બનાવવામાં અને મુખ્ય અંગ રૂપે ભાગ ભજવે છે), ભારતીય મસાલા અને લાલ મરચું હોય છે . સામાન્ય રીતે માંસ અથવા માછલી એ લોકપ્રિય કરી માટે મુખ્ય ઘટકો છે. બર્મીઝ કરીનું બે પ્રકારમાં સામાન્યીકરણ થઈ શકે તેજ મસાલા વાનીઓ, જે ઉત્તર ભારતીય અથવા પાકિસ્તાની પ્રભાવને પ્રગટ કરે છે અને બીજો પ્રકાર છે મંદ ‘મીઠી’ કરીનો. બર્મીઝ કરીમાં મોટા ભાગે અત્યધિક ભારે માત્રામાં નારિયેળનું દૂધ હોય છે, આ રીતે તે મોટા ભાગની દક્ષિણપૂર્વી એશિયન કરી કરતાં જુદી પડે છે. તેમાં નિયમિત ઘટકો રૂપે લીલી ડુંગળી, લસણ અને વાટેલું મરચું હોય છે. ગરમ મસાલા, સૂકાં મરચાંનો પાઉડર, જીરા પાઉડર, હળદર અને ન્ગાપી, આથેલી માછલી અથવા પ્રૉન્સમાંથી બનાવેલી લૂગદી વગેરે હોય છે. બર્મીઝ કરી ખૂબ જ તૈલી હોય છે, કારણ કે આહાર લાંબો વખત ટકે તે માટે તેમાં ઉપરથી વધારાનું તેલ ઉમેરવામાં આવે છે. તેમાં સ્પૅગેટી હોય છે, જે નાન ગ્યી થૉહ્ક કહેવાતા ઘટકની સમકક્ષ હોય છે, જેમાં ઘઉં અથવા ચોખાના નૂડલ્સ હોય છે અને તે ઘટ્ટ ચિકન કરી સાથે ખાવામાં આવે છે.

ઇંડોનેશિયન રસોઈપ્રથાફેરફાર કરો

 
ભાત સાથે રેન્ડાન્ગ.

ઇંડોનેશિયામાં, ગુલાઇ અને કરી અથવા કરે નામની વાનીઓ કરી પર આધારિત હોય છે. તે ઘણી વખત ખૂબ જ સ્થાનિક વિવિધ રીતે બને છે અને ઉપલબ્ધ માંસ તથા શાકભાજીઓનો તેમાં ઉપયોગ થાય છે. તેઓ તેમાં વિવિધ પ્રકારનાં માંસ (ચિકન, બીફ, ભેંસ અને બકરાનાં માંસ સ્વાદિષ્ટ "ગુલાઇ કામ્બંગ"માં નાખે છે), સમુદ્રી ખાદ્યમાં (ઝીગાં માછલી, કરચલા, નાની છીપવાળી માછલી, સમુદ્રફીણ વગેરે), મસાલેદાર સૉસમાં માછલી અથવા શાકભાજી વગેરે ઉમેરી શકે છે. તેઓ સ્થાનિક ઘટકો, જેવાં કે તીખાં મરી, કફીર લીંબુ પત્તાં, લેમન ગ્રાસ, ગાલાંગલ, ઇંડોનેશિયન બે વૃક્ષનાં પાન અથવા સલામ પાન, કેન્ડલનટ્સ, હળદર, હળદરનાં પાન, અસમ જેલુગુર, અસમ કાંડીસ, ઝીંગીની લૂગદી (તેરાસી), જીરું, ધાણા તથા નારિયેળનું દૂધ વાપરે છે. એક લોકપ્રિય રેનડૅન્ગ કરી પશ્ચિમ સુમાત્રાન રસોઈકળામાંથી આવીને છવાઈ ગઈ છે. અધિકૃત રેનડૅન્ગ કરી બનાવનારા વૉટર બફેલોના માંસને ઘટ્ટ નારિયેળ દૂધમાં ધીમી આંચે કલાકો સુધી પકાવે છે, જેથી માંસ મૃદુ અને સ્વાદિષ્ટ બને છે. અસીહમાં, કરી દૌન સલામ કોજા અથવા દૌન કરી (કરી પત્તા) વપરાય છે. ઓપોર અયામ એ કરીનો બીજો પ્રકાર છે, જેનો સ્વાદ બિલકુલ ગુલાઈ જેવો જ હોય છે. કેટલાક[કોણ?] કહે છે કે જાવામાં ઓપોર નામ ચારે તરફ વપરાય છે તે ગુલાઇ નામને જ સૂચવે છે (ગુલાઇ શબ્દ સુમાત્રામાં વપરાય છે), તેમ છતાં ઓપોરમાં (સામાન્ય રીતે) તજ નથી વપરાતા, જયારે ગુલાઇમાં તજ વપરાય છે. ઓપોર ઈદઢાંચો:Dnની આસપાસના દિવસોમાં પારિવારિક ભોજનના એક ભાગ રૂપે જાણીતું છે, જયારે ગુલાઇ પશ્ચિમ સુમાત્રાનાં રેસ્ટૉરન્ટોમાં સામાન્ય રીતે જોવા મળે છે.

મલેશિયન રસોઈપ્રથાફેરફાર કરો

પ્રાચીન વ્યાપાર માર્ગો જે રીતે અનેક દેશોને જોડતા હતા તેમણે મલેશિયન રસોઈ પ્રથા પર ઘેરી છાપ છોડી છે. જયારે કરીએ શરૂઆતમાં પોતાનો માર્ગ મલેશિયન સમુદ્ર કિનારા સુધી શોધ્યો હશે તે ભારતીય જનસંખ્યા દ્વારા શોધ્યો હશે, તે ત્યારથી મલય અને ચીનીને પણ જોડનારો બની ગયો છે. મલેશિયન કરી રાજયે રાજયે જુદી પડે છે, ત્યાં સુધી કે સમાન વંશીય જૂથોમાં પણ તે ઘણાં કારણોથી પ્રભાવિત છે, પછી તે સાંસ્કૃતિક, ધાર્મિક, કૃષિ વિષયક કે આર્થિક હોઈ શકે.

મલેશિયન કરીમાં વિશિષ્ટ રૂપે કરી પાઉડરો વપરાય છે, જે હળદર, નારિયેળનું દૂધ, શૅલૉટ (ડુંગળી જેવો છોડ), આદુ, બેલાકન (ઝીંગીની લૂગદી), મરચાં અને લસણ વડે સમૃદ્ધ હોય છે. ઘણી વખત તેમાં આમલી પણ વપરાય છે. રેનડૅન્ગ એ એક બીજા પ્રકારની કરી છે, જે મલેશિયા, સિંગાપુર અને ઇન્ડોનેશિયામાં આહારમાં લેવાય છે. જો કે તે પરંપરાગત મલેશિયન કરી કરતાં વધુ સૂકી હોય છે અને તેમાં મોટા ભાગે માંસ અને નારિયેળના દૂધનું પ્રમાણ વધુ હોય છે. રેનડૅન્ગનો ઉલ્લેખ મલય સાહિત્યમાં હિકાયત અમીર હમઝાહ[૧૧] (1550-an)[૧૨] દ્વારા કરવામાં આવ્યો હતો, જે ઇન્ડોનેશિયા, સિંગાપુર અને મલેશિયાના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. મલેશિયામાં કરીમાં તમામ પ્રકારની વસ્તુઓ પડે છે , જેમાં માંસ, ચિકન, ઝીંગી, સમુદ્ર ફેણી, માછલી, ઓબરયીન (જાંબુડિયો રંગ), ઈંડાં તથા શાકભાજીઓનો સમાવેશ થાય છે.

ફિલિપાઈન રસોઈપ્રથાફેરફાર કરો

ફિલિપાઈન્સમાં મોટા ભાગે કરી વાનીઓની સાંકડી અને લાંબી શ્રેણી જોવા મળી શકે છે. એક ખાસ પ્રકારની કરી વાનીમાં સામાન્ય રીતે માંસ તરીકે કાં તો પૉર્ક અથવા ચિકનનો ઉપયોગ થશે અને તેને અન્ય સ્થાનિક વાનીની જેમ એ જ રીતે રાંધવામાં આવશે, જેવી કે અડોબો, કાલદેરેટા અને મેચાડો, જેમાં વધારાના ઘટકો રૂપે બટેટાં, વે પાન અને કયારેક ગાજર નાખવામાં આવશે.

થાઈ રસોઈપ્રથાફેરફાર કરો

થાઈ પાક-પ્રણાલીમાં, કરી માંસ, માછલી અને/અથવા શાકભાજીઓ સહિત સૉસમાં બનાવવામાં આવે છે, જે મરચાં, મસાલા અને ઓસડિયાંની લૂગદી પર આધારિત હોય છે. તેઓ સ્થાનિક ઘટકોનો વપરાશ કરે છે, જેવાં કે તીખાં મરી, કફીર લીંબુ પાન, લેમનગ્રાસ, ગલાંગલ અને, મધ્ય તથા દક્ષિણી થાઈ રસોઈપ્રથામાં નારિયેળનું દૂધ પણ નાખવામાં આવે છે. ઉત્તરી અને ઉત્તરપૂર્વી થાઈ કરીમાં સામાન્ય રીતે નારિયેળનું દૂધ નથી પડતું. તાજી વનસ્પતિ, મસાલા અને બીજા તાજા ઘટકોના ઉપયોગને લીધે થાઈ કરી ભારતીય કરી કરતાં વધુ સુગંધિત અને લિજ્જતદાર બને છે. પશ્ચિમમાં, કેટલીક થાઈ કરીને તેના રંગ વડે વર્ણવવામાં આવે છે; લાલ કરીમાં લાલ મરચાં વપરાય છે, જ્યારે લીલી કરીમાં લીલાં મરચાં. પીળી કરીને કાએંગ કરી (વિવિધ જોડણી દ્વારા) કહેવામાં આવે છે, જેનો થાઈમાં અક્ષરશઃ અનુવાદ "કરી સૂપ" થશે જે મહદ અંશે ભારતીય કરી જેવી જ હોય છે, જેમાં હળદર, જીરું તથા બીજા સૂકા મસાલા પડે છે. થોડી વાનીઓ ભારતીય શૈલીનો કરી પાઉડર (થાઈઃ પોંગ કરી ) પણ વાપરે છે.

થાઈ કરીઓઃ

 • પીળી કરી
 • મસ્સામન કરી
 • લીલી કરી
 • લાલ કરી
 • ફાનાએંગ કરી
 • ખાઓ સોઈ
 • કાએંગ હૅન્ગલ
 • કાએંગ લ્યૂએંગ

વિયતનામી રસોઈપ્રથાફેરફાર કરો

વિયેતનામમાં, કરીને કા રી (cà ri) કહેવામાં આવે છે. વિયેતનામી કરીમાં નારિયેળનું દૂધ, બટેટાં, મીઠાં બટેટાં, અળવી મૂળ, ચિકન વગેરે પડે છે અને તેને ઉપરથી શણગારવા માટે સિલાન્ટ્રો તથા લીલી ડુંગળી વપરાય છે અને તે ભારતીય કરી કરતાં સૂપ જેવી વધારે હોય છે. બકરા કરી પણ અસ્તિત્વમાં છે, પરંતુ તે કેટલાક વિશિષ્ટ રેસ્ટૉરન્ટ્સમાં જ ઉપલબ્ધ હોય છે. કરી સામાન્ય રીતે બૅગેટી, ચોખાની સેવ અથવા ઉકાળેલા ચોખા સાથે ખાવામાં આવે છે. લોકો પોતાને ઘેર ફકત કુટુંબના સભ્યની દરેક મરણતિથિ પર સામાન્ય રીતે ચિકન કરી બનાવે છે. વિયેતનામી કરીને દક્ષિણી આહાર લેખવામાં આવે છે.

અન્ય રસોઈપ્રથાઓફેરફાર કરો

બીજા દેશોની કરીમાં જે-તે દેશની પોતાની વિશેષતા અને વિવિધતા હોય છે, તેમાં બહુ જાણીતાં ઉદાહરણોમાં સમાવિષ્ટ છેઃ

 • દક્ષિણ આફ્રિકા: કૅપ મલય કરીઓ અને ડર્બન કરીઓ
 • કૅરિબિયન: કરી ગોટ (બકરા કરી)
 • ફિજી, સામોઆ અને ટોંગા: સામાન્ય રીતે "કરે" અથવા "કલે" નામથી જાણીતી છે, કરીડ લૅમ્બ, મટન અને ચિકન સ્ટ્યૂમાં મસાલો લોકપ્રિય ઘટક છે. તે મોટા ભાગે નારિયેળના દૂધ સાથે બનાવવામાં આવે છે અને ભાત અથવા ટૅરો સાથે પીરસવામાં આવે છે.
 • ઇથોપિયા: વૅટ, ઘટ્ટ, ભરપૂર મસાલેદાર સ્ટયૂ
 • જર્મની: કરીવર્સ્ટ
 • મધ્ય આફ્રિકા: મગફળી સ્ટયૂ, જો કે ટેકનિકલી એ કરી નથી, એક સમાન શૈલીની વાની છે.
 • મધ્ય યુરોપ: ગુલાશ એક મસાલેદાર સ્ટ્યૂ અથવા સૂપ, જે સામાન્ય રીતે પૅપ્રિકા (હંગેરિયન મરચું), લસણ બટેટાં, બીફ અથવા પૉર્ક અને સુવાદાણા સહિત બનાવવામાં આવે છે. તે ભાત સાથે પીરસવામાં નથી આવતી.

કરી પાઉડરને બીજી રસોઈમાં પ્રાસંગિક ઘટક તરીકે વાપરવામાં આવે છે. દાખલા તરીકે, "કરી સૉસ" (સૉસ આઉ કરી , કયારેક તો ફકત આઉ કરી ) કલાસિક ફ્રેન્ચ બેચામેલની વિવિધતા.

બ્રિટિશ રસોઈપ્રથાફેરફાર કરો

બ્રિટિશ રાંધણકળાની પરંપરામાં "કરી" શબ્દ પ્રાથમિક રૂપે એ સૂચવવા વપરાયો કે આ વાની સૉસ-આધારિત સુગંધિત અને સ્વાદિષ્ટ વાની છે, જે કરી પાઉડર અથવા પાઉડર અને તેલની લૂગદીમાંથી બનાવવામાં આવે છે. જો કે, આદુ અને લસણ જેવા તાજા મસાલા અને પ્રાથમિક મસાલા તરીકે તાજા દળેલા સૂકા મસાલા પણ કયારેક ઉપયોગમાં લેવામાં આવે છે.

બ્રિટનમાં સર્વ પ્રથમ કરી બનાવવાની રીત 1747માં હન્નાહ ગ્લાસે દ્વારા લખાયેલા પુસ્તક ‘ધ આર્ટ ઑફ કૂકરી મેડ પ્લેન ઍન્ડ ઇઝી ’માં જોવા મળી.[૧૩] તેમના પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં "કરી" પકાવવા માટે ફકત મરી અને ધાણાનો જ વપરાશ દાખવવામાં આવ્યો હતો. પુસ્તકની ચોથી આવૃત્તિમાં હળદર અને આદુ જેવા સુસંગત સામાન્ય ઘટકોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તેમાં ગરમ મસાલાનો ઉલ્લેખ નથી, જે દર્શાવે છે કે ત્યારે મરચાંનો ઉપયોગ ભારત પૂરતો મર્યાદિત હતો- મરચાંના છોડનો ઉછેર 15મી શતાબ્દીની આસપાસ ભારતમાં થયો અને તે વખતે તે ફકત દક્ષિણ ભારતમાં જ લોકપ્રિય હતો. 19મી શતાબ્દીમાં લખાયેલાં રસોઈ અંગેનાં અનેક પુસ્તકોમાં લેખકોએ કરી વાની બનાવવાની વિધિનો ઉલ્લેખ કર્યો છે, જેવાં કે ચાર્લ્સ એલ્મી ફ્રૅન્કૅટેલી અને શ્રીમતી બીટૉન. મિસિસ બીટૉન્સ બુક ઑફ હાઉસહૉલ્ડ મૅનેજમેન્ટ માં આપેલી કરી પાઉડર બનાવવાની વિધિમાં કોથમીર, હળદર, તજ, લાલ મરચું, રાઇ, આદુ, બધા મસાલા અને મેથીના ઉપયોગની વાત કરી છે; તેમ છતાં તેમણે નોંધ લખી છે કે "કોઈ પ્રતિષ્ઠિત દુકાન" પરથી પાઉડર ખરીદવો વધુ કિફાયતી રહેશે.[૧૪] સન 1810માં બ્રિટિશ બંગાળી ઉદ્યોગસાહસિક સેક દીન મહમદે ઇંગ્લૅન્ડમાં પ્રથમ કરી હાઉસ ખોલ્યું: લંડનમાં ‘ધ હિંદુસ્તાની કૉફી હાઉસ’.[૧૫] દંતકથાનુસાર, 19મી સદીમાં કરી બનાવવાનો એક પ્રયત્ન વર્સેસ્ટરશાયર સૉસની શોધમાં પરિણમ્યો.[૧૬]

1950 પછીના દાયકાઓમાં બ્રિટિશ રાજમાંથી થતી આયાત અને દક્ષિણ એશિયામાંથી કાયમી વસવાટ માટે આવતા લોકોના પરિણામે બ્રિટનમાં કરીની લોકપ્રિયતા વધતી ચાલી.

1970ના દાયકાના પ્રારંભ સુધીમાં બ્રિટનમાં પોણા ભાગના ભારતીય રેસ્ટોરન્ટ્સના માલિકો બંગાળી મૂળના હતા. તેમાંથી મોટા ભાગના પૂર્વ પાકિસ્તાનથી આવેલા હતા, જે પાછળથી 1971માં બાંગ્લાદેશ બન્યો. બાંગ્લાદેશી રેસ્ટોરન્ટ્સ માલિકો સિલ્હટના ઉત્તરપૂર્વી પ્રાંતમાંથી મોટી સંખ્યામાં આવ્યા. 1998 સુધી, યુકેમાં લગભગ 85% કરી રેસ્ટોરન્ટ્સ બ્રિટિશ-બાંગ્લાદેશી રેસ્ટોરન્ટ્સ હતા,[૧૭] પરંતુ 2003માં આ આંકડો ઘટીને 65% થઈ ગયો.[૧૮] વર્તમાનમાં લંડનના કેટલાક ભાગોમાં અને આગળ જતા ઉત્તરમાં પણ બાંગ્લાદેશી રેસ્ટોરન્ટ્સનું પ્રભુત્વ સામાન્ય રીતે ઘટી રહ્યું છે. ગ્લાસગોમાં બીજા કોઈ કરતાં પંજાબી મૂળના લોકોના રેસ્ટોરન્ટ્સ વધારે છે.[૧૯]

રેસ્ટોરન્ટની માલિકી મૂળ કયાંના વંશજોની છે તેની હકીકતને બાજુએ મૂકીએ તો મેનુ (વાની-યાદી) મોટા ભાગે ભારતીય ઉપખંડ દ્વારા ઘણીવાર પ્રભાવિત હોય છે (કયારેક તેમાં નેપાળી વાનીઓનો પણ સમાવેશ થઈ જાય છે), અને ક્યારેક વધુ આગળના ક્ષેત્ર તરફ જતાં વિવિધ વાનીઓ (જેવી કે ઇરાની વાનીઓ) પણ મળી આવે છે. ભારતીય આહાર ઉપર થોડા બ્રિટિશ પરિવર્તનો હવે યુકેમાંથી ભારત તરફ નિકાસ થવા પામ્યાં છે.[૨૦] બ્રિટિશ શૈલીનાં કરી રેસ્ટોરન્ટ્સ હવે કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં પણ લોકપ્રિય બન્યાં છે.

બ્રિટિશ રસોઈપ્રથામાં કરી એક અભિન્ન ભાગ બની ગઈ છે, તે ત્યાં સુધી કે 1990ના દશકના ઉત્તરાર્ધ સુધીમાં ચિકન ટિક્કા મસાલાનો "એક સાચી બ્રિટિશ રાષ્ટ્રીય વાની" તરીકે ઉલ્લેખ થાય છે.[૨૧] હવે તે ઇન્ટરસિટી રેલ ટ્રેનો પર પણ કરકરા સ્વાદ તરીકે અને પિઝા ઉપરની અંતિમ સજાવટ રૂપે ઉપલબ્ધ છે.

અન્ય બ્રિટિશ કરી સાધિતમાં સામેલ છે "કૉરોનેશન ચિકન", એક ઠંડી વાની, જેની શોધ 1953માં રાણી એલિઝાબેથ બીજાના રાજયારોહણની સ્મૃતિ જાળવી રાખવાના માનમાં થઈ અને તે સાથે કરી સૉસ (અથવા કરીનો રસો ), જેને ચિપ્સ જેવા પરંપરાગત બ્રિટિશ ફાસ્ટ ફૂડ સાથે સામાન્ય રીતે ગરમ પીરસવામાં આવે છે. કરી સૉસમાં પ્રસંગવશાત સુલ્તાના પણ સામેલ હોય છે.

બ્રિટિશ કરી હાઉસફેરફાર કરો

ભારતીય ઉપખંડના લગભગ તમામ ભાગોમાં અને તેની બહાર પણ કરીનું આહારમાં સ્થાન છે. નામ આપીએ તો ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન, અહીં વપરાતાં સ્થાનિક ઘટકોના આધારે તેની શૈલી, સ્વાદ અને સુગંધની માત્રાઓ બદલાતી રહે છે.

બંગાળીઓ યુકે(UK)નાં મોટાં શહેરોમાં ઔદ્યોગિક કર્મચારી રૂપે સ્થાયી થયા હતા. લંડનમાં બંગાળીઓ પૂર્વ છેડા પર સ્થિર થયા. પૂર્વ બંગાળમાંથી સદીઓથી આવતા અનેક વસાહતીઓ જે બંદરના ધક્કાઓ પર અને વહાણવટામાં કામ કરતા હતા તેઓને બોલાવવા માટેનું ઇસ્ટ એન્ડ પ્રથમ બંદર બન્યું હતું. તેઓના નિયમિત રોકાણે ફૂડ/કરી દુકાનો ખોલવાનો માર્ગ તૈયાર કરી દીધો. એ હાટડીઓ તમામ પુરુષ કામદારોને આહાર પૂરો પાડતી હતી અને કેટલાક દસકાઓ પછી તેમનાં કુટુંબો પણ પોતાના દેશમાંથી આવીને ત્યાં જ સ્થિર થયાં.

આ વાની તમામ પ્રકારના સૉસ માટે સમાન આધારના ઉપયોગ દ્વારા વિલક્ષણ બની છે. જયારે વ્યકતગત વાની તૈયાર કરવામાં આવે છે ત્યારે તેમાં તે પ્રકારના મસાલા ઉમેરવામાં આવે છે. આદર્શ "ફીડસ્ટૉક" હોય છે સામાન્ય રીતે ડુંગળી, લસણ અને તાજા આદુનું તળેલું મિશ્રણ, જેમાં વિશિષ્ટ વાનીના આધારે વિવિધ મસાલા ઉમેરવામાં આવે છે, પરંતુ તેમાં લવિંગ, તજ, એલાયચી, મરચાં, સૂકાં મરી, જીરું અને રાઈના દાણાનો પણ સમાવેશ થઈ શકે છે. ધાણાનો પાઉડર રસાને ઘટ્ટ બનાવવા માટે ઉમેરવામાં આવે છે, તથા હળદરનો પાઉડર વાનીને રંગ આપવા તથા તેની પાચન ગુણવત્તા માટે ઉમેરવામાં આવે છે. તાજા અથવા ડબાબંધ ટમેટાં અને બેલ પેપર્સ તો ઉમેરણમાં સર્વસામાન્ય હોય છે.

વધુ સારી ગુણવત્તા ધરાવતાં રેસ્ટોરન્ટો સામાન્ય રીતે દરરોજના આધારે નવા સૉસ બનાવશે, તેમાં તેઓ તાજા ઘટકો વાપરશે અને જયાં શકય હશે ત્યાં પોતાના દળેલા મસાલા જ વાપરશે. વધુ આધુનિક પ્રતિષ્ઠાનો મોટા ભાગે થીજાવેલા અથવા સૂકવેલા ઘટકો તથા પહેલેથી પૅક કરેલા મસાલા મિશ્રણો વાપરતા હોય છે.

તેમ છતાં પરંપરાગત વાનીઓનાં નામ એકસરખાં હોઈ શકે છે, પરંતુ તેને બનાવવાની રીત સામાન્ય રીતે એકસરખી નથી હોતી.

 • કોરમા/કુરમા મંદ, રંગે પીળો, બદામ અને કોપરાના છીણ સહિતનો.
 • કરી - મધ્યમ, બદામી, રસા જેવો સૉસ.
 • બિરયાની - મસાલાવાળો ભાત અને માંસ સાથે રાંધેલા તથા સામાન્ય રીતે શાકાહારી કરી સૉસ સાથે પીરસવામાં આવે છે.
 • દુપિયાઝા/દોપિયાઝા - મધ્યમ કરી, શબ્દનો અર્થ છે "ડબલ ડુંગળી", ઉકાળેલી અને તળેલી ડુંગળીનો ઉપયોગ તેના પ્રાથમિક ઘટક તરીકે કરવામાં આવે છે.
 • પસંદ - મંદ કરી સૉસ, જે મલાઈ, નારિયેળ દૂધ અને બદામ અથવા કાજુ સાથે બનાવવામાં આવે છે.
 • રોગન જોશ ("રોગન"(ચરબી) અને "જોશ"(ઊર્જા/ગરમી જેને અંગ્રેજો "સ્પાઈસીનેસ" અથવા ઉષ્ણતામાન સાથે સરખાવે છે)) ટમેટાં અને પપ્રિકા (હંગેરીનાં મરચાં) સહિત મધ્યમ.
 • ભુના - મધ્યમ, ગાઢો સૉસ, થોડાં શાકભાજી.
 • ધાનસાક - મધ્યમ/તીખું, મીઠું અને ખાટા સૉસ સાથે મસૂર (મૂળ પારસી વાની) આ વાનીમાં મોટા ભાગે અનાનાસ નાખવામાં આવે છે.
 • મદ્રાસ - સરસ ગરમ કરી, રંગે લાલ અને મરચાં પાઉડરના ભરપૂર ઉપયોગ સહિત.
 • પાઠિયા - તીખી, સામાન્ય રીતે મદ્રાસ જેવી જ, લીંબુના રસ અને ટૉમેટી પુરી સાથે.
 • જાલફ્રેઝી - ડુંગળી, લીલાં મરચાં અને ગાઢો સૉસ.
 • સાંભાર - મધ્યમ તીખો-ગરમ, મસૂર અને લીંબુ વડે બનાવેલી ખાટી કરી.
 • વિન્દાલૂ - આને સામાન્ય રીતે કલાસિક "હૉટ" રેસ્ટોરન્ટ કરી માનવામાં આવે છે, જો કે સાચી વિન્દાલૂ મસાલાના કોઈ ખાસ સ્તરને નિર્ધારિત નથી કરતી. આ નામ મૂળ યુરોપિયન છે, જે પૉર્ચુગીઝ શબ્દ "vinha d'alhos"માંથી તારવવામાં આવ્યું છે, મૅરિનેડ(માંસ પકાવવાના મસાલા)માં વાઈન(દારૂ) ("vinho") અથવા કયારેક સરકો, તથા લસણ ("alho") હોય છે, તે ગરમ વાતાવરણમાં બગડી જતા પૉર્કને બચાવવા માટે વપરાય છે.
 • ફાલ - અત્યંત તીવ્ર તીખી વાની, જેમાં દળેલું મરચું, આદુ અને વરિયાળીનો વપરાશ થાય છે.

1960ના દશકમાં બ્રિટનમાં તંદૂર રજૂ થયું અને તંદૂરી તથા ટિક્કા ચિકન વાનીઓ લોકપ્રિય બની; કહેવાય છે કે ચિકન ટિક્કા મસાલાની શોધ ગ્લાસગોમાં થઈ.

બીજી વાનીઓને તેની વિવિધ ગુણો સાથે જુદી પાડી શકાય. તેમાં જે ઉત્તર ભારતીય મૂળની છે, જેવી કે બટર ચિકન, જે મંદ હોવાનો ઝુકાવ ધરાવે છે, અને દક્ષિણ ભારતની પકાવવાની રીત તીખું વલણ ધરાવે છે.

બાલ્તી કરીફેરફાર કરો

 
પાકિસ્તાની શૈલીની બાલ્તી કરી

બાલ્તી એ કરીની શૈલી છે, જે ઇંગ્લૅન્ડ[૨૨]ના બર્મિંગહામમાં વિકસિત થઈ હોય એવું મનાય છે, પછી તે બીજા પશ્ચિમી દેશોમાં ફેલાઈ. તેને પકાવવાની અને પીરસવાની પરંપરાગત રીત એવી જ છે, ખાસ કરીને તે ઢાળેલા લોખંડના વાસણમાં બનાવવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે તેનું મૂળ સ્થાન પાકિસ્તાનના બાલ્તિસ્તાન પ્રદેશમાં છે, ત્યાંથી તેને લાવીને યુકે(UK)માં પ્રચલિત કરનારા આદ્ય સ્થાપકો દક્ષિણ એશિયાઈ વસાહતીઓ છે.

ઘેર કરી હાઉસ રસોઈપ્રથાફેરફાર કરો

બ્રિટનમાં કરી હાઉસની વધતી જતી ખ્યાતિએ અનેક પ્રકાશનોને પ્રોત્સાહિત કયાર્ં, જેનો ઉદ્દેશ હતો કરી હાઉસ વાની બનાવવાની વિધિ બતાવવાનો, અધિકૃત ભારતીય રસોઈપ્રથાના વિરોધ છતાં તેને ઘેર બનાવી શકાય છે. તેમાં ઉલ્લેખનીય પ્રકાશન છે ક્રિસ ધિલ્લોંનું પુસ્તક - ધ કરી સિક્રેટ , જે પ્રથમ 1989માં પ્રકાશિત થયું, પરંતુ તેને તાજેતરમાં 2008માં પુનઃમુદ્રિત કરવામાં આવ્યું.[૨૩] પુસ્તકના પ્રકાશન પહેલાં પોતાના ભારતીય શૈલીના રેસ્ટોરન્ટમાંના પોતાના જાતઅનુભવનો અહેવાલ તેમણે રજૂ કર્યો છે.[૨૪] તેનાથી વિરુદ્ધ, 1990માં બ્રુસ એડવડર્ઝ દ્વારા લેખોની ટૂંકી માલિકાઓ પ્રકાશિત કરવામાં આવી. તેનો આધાર હતો રેસ્ટોરન્ટના ગ્રાહક તેના અનુભવોનું અનુકરણ કરવાના પ્રયત્નોમાં મોટા ભાગે કઈ ચીજોને અવગણીને પ્રયોગો કરી શકાય. આ માલિકામાં ત્રણ લેખો કરી કલબ મૅગેઝિનમાં પ્રકાશિત થયા.[૨૫] ત્રણ વર્ષ પછી એ જ સામયિકમાં એડવડર્ઝે પ્રતિપુષ્ટિ માલિકા પ્રકાશિત કરી. તેમાં તેણે એ માહિતીનો ઉપયોગ કર્યો જે તેણે ભારતીય રેસ્ટોરન્ટની પાછળનું દશ્ય જોયું અને તેમાંથી તેને શીખવા મળ્યું.[૨૬] એડવડર્ઝના લેખોનો સંદર્ભ આજે પણ સભ્યો દ્વારા ઑનલાઈન ફોરમ "કરી રેસિપીઝ ઑનલાઈન" પરથી લેવામાં આવે છે, જયાં તેણે આગળની પ્રતિપુષ્ટિ રૂપે થોડી ટૂંકી નોંધો અનૌપચારિક ઢબે પ્રકાશિત કરી છે.[૨૭]

વેસ્ટ ઇન્ડીઝફેરફાર કરો

વેસ્ટ ઇન્ડીઝમાં કરી ખૂબ જ લોકપ્રિય વાની છે. વિભિન્ન યુરોપિયન સત્તાઓ દ્વારા ભારતમાંથી ભારતીય કરારબદ્ધ નોકરોને લાવવામાં આવ્યા, તેઓ વેસ્ટ ઇન્ડીઝમાં પોતાની સંસ્કૃતિ સાથે આ વાની બનાવવાની વિધિ પણ લેતા આવ્યા. જમૈકા અને ત્રિનિદાદમાં કરી ગોટને ખૂબ જ પ્રાધાન્ય મળ્યું. કરી બન્ને રીતે પ્રાપ્ત થઈ શકે છે, બિન ખર્ચાળ રીતે અને કૅરેબિયન રેસ્ટોરન્ટોમાં ઊંચી કિંમતે પણ. તેમાં ઉમેરવાના ઘટકોની શ્રેણી પણ ચિકન અથવા શાકભાજીઓથી લઈને ઝીંગી અને શંખ જેવી ઢાલમાં રહેતા દરિયાઈ જીવો સુધી લાંબી છે. વેસ્ટ ઇન્ડીઝની કરીનાં ઉદાહરણોમાં સામેલ છેઃ

 • જમૈકા: ખાસ કરીને ચિકન, બકરાનું માંસ, માછલી અને ઝીંગી સહિતની કરી.
 • ત્રિનિદાદ અને ટૉબેગો: મોટા ભાગે ઉલ્લેખનીય ચિકન, બકરો, ઝીંગી સહિતની કરી અને કરી આલૂ
 • ગુયાના: ચિકન કરી, ગોટ કરી, બતક કરી, ઝીંગા કરી, બીફ કરી (મુસ્લિમો ખાય છે), આલૂ કરી, માછલી (વિભિન્ન પ્રકારની માછલી) કરી, વગેરે.

કરી પાઉડરફેરફાર કરો

ભારતીય રસોઈનો ઘેર બેઠાં લગભગ એવો જ સ્વાદ લેવા માટે બ્રિટિશરોએ પોતાના રાજ દરમ્યાન વિવિધ મસાલાના જુદાં જુદાં સંયોજનોના સંમિશ્રણો કરીને કરી પાઉડર વિકસિત કર્યો. મસાલા એટલે સ્પાઇસિસ, અને એક ઘટ્ટ, લૂગદીદાર સૉસને આ નામ આપવામાં આવ્યું, જેનું સંયોજન મસાલા સાથે ઘી, માખણ, પામ તેલ અથવા નારિયેળ દૂધ સાથે કરવામાં આવે છે. મોટા ભાગના વ્યાપારી કરી પાઉડર બ્રિટન, યુ.એસ.(U.S.) અને કૅનેડામાં ઉપલબ્ધ છે તે વધુ પડતી દળેલી હળદરવાળા હોય છે, જેનાથી ખૂબ પીળો સૉસ બને છે. આ પાશ્ચાત્ય પીળી કરીના પાઉડરમાં થોડી માત્રામાં જે ઘટકો હોય છે તેમાં હંમેશાં ધાણા, જીરું, મેથી, રાઈ, મરચું, કાળા મરી અને મીઠું હોય છે. એ વાત વારંવાર ભારપૂર્વક કહેવી જોઈએ કે ભારતમાં જે કરી પાઉડરો અને લૂગદીઓ ઉત્પાદિત કરવામાં અને વપરાશમાં લેવામાં આવે છે તે ખૂબ જ વૈવિધ્યપૂર્ણ હોય છે; કેટલીક લાલ, કેટલીક પીળી, થોડીક ભૂખરી, કેટલીક પાંચ પ્રકારના મસાલાવાળી અને કેટલીક વીસથીયે વધારે મસાલાયુક્ત હોય છે. આ પહેલાં જે મસાલાનો ઉલ્લેખ કર્યો છે તે સિવાય ભારતમાં વિભિન્ન કરી પાઉડરોમાં બીજા મસાલા સર્વ સામાન્ય જોવા મળે છે તેમાં ‘ઑલસ્પાઇસ’ રૂપે સફેદ મરી, દળેલી રાઈ, દળેલી સૂંઠ, તજ, શેકેલું જીરું, લવિંગ, જાયફળ, જાવંત્રી, લીલી ઈલાયચીના દાણા અથવા કાળી ઈલાયચીની શીંગો, વે પત્તા અને કોથમીરનો સમાવેશ થાય છે.

સ્વાસ્થ્ય લાભોફેરફાર કરો

કેટલાક અભ્યાસો દર્શાવે છે કે કરીમાં રહેલા ઘટકો કેટલાક રોગોથી બચવામાં મદદ કરી શકે છે, તેમાં કૉલન (મોટા આંતરડાનું) કેન્સર અને અલઝેઇમર(સ્મૃતિધ્વંસ)નો રોગ સમાવિષ્ટ છે.[૨૮][૨૯] ઘણા અભ્યાસોએ દાવો કર્યો છે કે કરીમાં રહેલા ગરમ અને વધુ તીખા ઘટકો પ્રત્યે દુઃખાવા અભિગ્રહકની પ્રતિક્રિયાને લીધે એન્ડોર્ફિન નામનો અંતરસ્રાવી ગ્રંથિનો સ્રાવ થાય છે. ખરેખર, કરી એ અત્યંત શકિતશાળી કામોત્તેજક વાજીકર છે.[૩૦]મસાલાની વિવિધતા અઅને સ્વાદ તથા સુગંધને લીધે જટિલ ઇંદ્રિયજન્ય પ્રતિક્રિયા સાથે કુદરતી ઊંચાઈ પ્રાપ્ત થાય છે, જેથી પછી તેવો સ્વાદ માણવાની પ્રબળ ઇચ્છા જાગે છે અને વધુ ગરમ, તીખી કરી ખાવાનું મન થાય છે. કેટલાક લોકો આને વ્યસન માને છે, પરંતુ બીજા સંશોધકો આ કિસ્સામાં ‘વ્યસન’ શબ્દનો ઉપયોગ કરવાનો વિરોધ કરે છે.[૩૧]

આ પણ જુઓફેરફાર કરો

 • ભાત અને કરી
 • ધ કરી કલબ
 • કરી ચિકન
 • ત્રિનિદાદ અને ટૉબેગોની રસોઈપ્રથા
 • રૅપ રોટી
 • દક્ષિણ એશિયાઈ રસોઈપ્રથા
 • ભારતીય રસોઈપ્રથા

સંદર્ભોફેરફાર કરો

 1. રાઘવન એસ. હૅન્ડબુક ઑફ સ્પાઇસિસ, સીઝનિંગ્સ ઍન્ડ ફલૅવરિંગ્સ. સી.આર.સી. પ્રેસ, 2007 ISBN 0-8493-2842-X, પૃ. 302
 2. આધુનિક અર્થમાં આ સામાન્ય રીતે મૂળ અંગ્રેજી કરી માંથી સ્વીકારવામાં આવ્યું. તેની જોડણી ગમે તેમ પણ તેના જૂના સ્વરૂપમાં દેખાય છે "cury" કુકિંગ (ફ્રેન્ચ cuire માંથી), જે પહેલાં ફોર્મે ઑફ કુરીના સ્વરૂપમાં જોડેલું હતું, 1390ની એક પાકશાસ્ત્રના પુસ્તકમાંથી.
 3. "University of Chicago". Dsal.uchicago.edu. 2001-09-01. Retrieved 2009-06-08. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. "Indian Cookery Terms". Cookeryonline.com. 2007-02-24. Retrieved 2009-06-08. Check date values in: |accessdate=, |date= (મદદ)
 5. Sarina Singh. India. Lonely Planet. ISBN 9781740596947. Retrieved 2010-05-17. generally cooked sukhi (dry) or tari (in a sauce) Check date values in: |accessdate= (મદદ)
 6. Nigel B. Hankin. Hanklyn-janklin: a stranger's rumble-tumble guide to some words, customs, and quiddities, Indian and Indo-British. Banyan Books. Retrieved 2010-05-17. In the north, a hot savoury gravy-like sauce, ideally containing ghee, added to vegetables or into which a chapati may be dipped, will be termed tari Check date values in: |accessdate= (મદદ)
 7. Tej K. Bhatia, Ashok Koul. Colloquial Urdu: the complete course for beginners. Routledge. ISBN 9780415135405. Retrieved 2010-05-17. "Do you like spicy food or curry? In America, curry is the name of a dish but this is not the case in India. Curry is neither always spicy not is curry powder usually sold. Curry is usually liquid (tari vali)" tar:wet, tari:liquid, tari vali sabzi Check date values in: |accessdate= (મદદ)
 8. Tej K. Bhatia, Ashok Koul. Colloquial Urdu: the complete course for beginners. Routledge. ISBN 9780415135405. Retrieved 2010-05-17. Hamare yahan (America) curry ka matlab koi masaledar Hindustani khana hai. In America, curry is any spicy (masaledar) Indian dish Check date values in: |accessdate= (મદદ)
 9. S&B Foods Inc. "Curry Q&A" (Japanese માં). Retrieved 2008-04-11. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: Unrecognized language (link)
 10. ધ કરી રાઇસ રિસર્ચ (જાપાનીમાં)
 11. Hikayat Amir Hamzah. Books.google.com. ISBN 9789831921166. Retrieved 2009-06-08. Check date values in: |accessdate= (મદદ)
 12. "malay concordance project". Mcp.anu.edu.au. Retrieved 2009-06-08. Check date values in: |accessdate= (મદદ)
 13. Hannah Glasse (1747). The art of cookery, made plain and easy. OCLC 4942063. Check date values in: |year= (મદદ)
 14. Isabella Mary Beeton (1861). Mrs. Beeton's book of household management. p. 215. ISBN 0-304-35726-X. Check date values in: |year= (મદદ)
 15. "Curry house founder is honoured". London: BBC News. 29 September 2005. Retrieved 2008-10-09. Check date values in: |accessdate=, |date= (મદદ)
 16. Lizzie Collingham (2006). "Curry Powder". Curry: A tale of cooks and conquerors. Vintage. pp. 149–150. ISBN 0 09 943786 4. Check date values in: |year= (મદદ)
 17. "UK Curry Scene". Retrieved 2006-12-12. Check date values in: |accessdate= (મદદ)
 18. "Indian Curry in London". Retrieved 2006-12-12. Check date values in: |accessdate= (મદદ)
 19. "The history of the "ethnic" restaurant in Britain". Retrieved 2006-12-12. Check date values in: |accessdate= (મદદ)
 20. "Can the British curry take off in India?". BBC News. 2010-04-21. Retrieved 2010-04-23. Check date values in: |accessdate=, |date= (મદદ)
 21. "Robin Cook's chicken tikka masala speech". The Guardian. London. 2001-04-19. Retrieved 2006-12-12. Check date values in: |accessdate=, |date= (મદદ)
 22. "Wordhunt appeal list - Balderdash Wordhunt - Oxford English Dictionary". Oed.com. Retrieved 2009-06-08. Check date values in: |accessdate= (મદદ)
 23. Dhillon, Kris. The Curry Secret. Right Way. ISBN 978-0716021919.
 24. Dhillon, Kris. "About Kris Dhillon". Retrieved 5 April 2010. Check date values in: |accessdate= (મદદ)
 25. Edwards, Bruce. "Curry House Cookery". Curry Club Magazine, Winter issue 1990.
 26. Edwards, Bruce. "Curry House Cookery". Curry Club Magazine, first issue of 1993.
 27. Edwards, Bruce. "Comments received from Bruce Edwards 14 October 2008". Retrieved 5 April 2010. Check date values in: |accessdate= (મદદ)
 28. "HEALTH | "Curry is cancer fighter"". London: BBC News. 2000-01-10. Retrieved 2009-06-08. Check date values in: |accessdate=, |date= (મદદ)
 29. "HEALTH | Curry "may slow Alzheimer's"". London: BBC News. 2001-11-21. Retrieved 2009-06-08. Check date values in: |accessdate=, |date= (મદદ)
 30. "Chocolate curry launched for Valentine's Day". Metro.co.uk. Retrieved 2 April 2011. Check date values in: |accessdate= (મદદ)
 31. બીબીસી(BBC) ન્યૂઝ બ્રિટિશ "ઍડિકટેડ ટુ કરી"

વધુ વાંચનફેરફાર કરો

 • કરી કલબ ઇન્ડિયન રેસ્ટોરન્ટ કુકબુક , પિયાત્કુસ, લંડન — ISBN 0-86188-378-0 અને ISBN 0-86188-488-4 (1984થી 2009)
 • કે.ટી. આચય. અ હિસ્ટોરિકલ ડિકશનરી ઑફ ઇન્ડિયન ફૂડ (દિલ્હી: ઑકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ) 1998
 • પૅટ ચૅપમૅન ઇન્ડિયાઃ ફૂડ ઍન્ડ કુકિંગ , ન્યૂ હૉલૅન્ડ, લંડન — ISBN 978-1-84537-619-2 (2007)

ઇન્ડિયન ફૂડઃ અ હિસ્ટોરિકલ કમ્પેનિયન] . (દિલ્હી: ઑકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ) 1994

 • ન્યૂ કરી બાઇબલ , જહોન બ્લેક પ્રકાશકો દ્વારા પુનઃ પ્રકાશિત ISBN 978-1-84358-159-8 (2005)
 • ડેવિડ બર્ટન. ધ રાજ એટ ટેબલ (લંડન: ફૅબર ઍન્ડ ફૅબર) 1993
 • પૅટ ચૅપમૅન્સ કરી બાઇબલ , હોલ્ડર ઍન્ડ સ્ટ — ISBN 0-340-68037-7 અને ISBN 0-340-68037-7 અને ISBN 0340 68562 X અને ISBN 0-340-68562-X (1997)
 • ઇ.એમ. કૉલિંગહામ. કરીઃ અ બાયોગ્રાફી (લંડનઃ ચાટ્ટો ઍન્ડ વિન્ડસ) 2005
 • મધુર જૅફરી. ઍન ઇન્વિટેશન ટુ ઇન્ડિયન કુકિંગ (લંડનઃ પેંગ્વિન) 1975
 • પિટિટ પ્લૅટ્સ કરી , હૅચેટ મારાબાઉટ, પૅરિસ — ISBN 2-501-03308-6 (2000)