કુરુક્ષેત્ર યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્ર મેદાનમાં લડવામાં આવ્યું હતું. આ યુદ્ધને ભારતના ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે.[૧] મહાભારત મુજબ આ યુદ્ધમાં ભારતના નાના-મોટા અનેક રજવાડાઓએ ભાગ લીધો હતો. આ યુદ્ધમાં લાખો ક્ષત્રિય યોદ્ધાઓ માર્યા ગયા હતા. આ યુદ્ધમાં ભારતવર્ષ ઉપરાંત અન્ય દેશોના રાજાઓએ પણ યુદ્ધમાં ભાગ લીધો હતો અને એ તમામ વીરગતિને પામ્યા હતા.[૧] આ ભીષણ યુદ્ધના પરિણામ સ્વરુપે ભારતમાં એ સમયે ક્ષણિક સમય માટે જ્ઞાન, વિજ્ઞાન અને વીર યોદ્ધાઓના અભાવની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ મહાન યુદ્ધનું વર્ણન વેદવ્યાસ દ્વારા મહાભારત નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથને હજારો વર્ષો સુધી ભારતવર્ષમાં ગાઈ, સાંભળીને તેમજ તામ્રપત્રો પર લખીને યાદ રાખવામાં આવ્યો હતો. હવે તે અધ્યતન સ્વરુપે પણ ઉપ્લબ્ધ છે.[૨]

કુરુક્ષેત્ર યુદ્ધ

મહાભારત મહાભારતની હસ્તલિખિત પાંડુલિપિનું એક ચિત્ર
તિથિ જુદા-જુદા દિવસોએ, ૩૦૦૦ ઇસ્વીસન પૂર્વે (સંભવિત)
સ્થાન કુરુક્ષેત્ર, વર્તમાન હરિયાણા રાજ્ય
પરિણામ કૌરવોની હાર, પાંડવોને સત્તાની પ્રાપ્તિ
યોદ્ધા
પાંડવના સેનાપતિયુધિષ્ઠિર કૌરવના સેનાપતિ ભીષ્મ
સેનાનાયક
ધ્રુષ્ટધુમ્ન  ભીષ્મ ,દ્રોણ ,કર્ણ ,
શલ્ય ,અશ્વત્થામા
શક્તિ/ક્ષમતા
7 અક્ષૌહિણી
૧૫,૩૦,૯૦૦ સૈનિક
11 અક્ષૌહિણી
૨૪,૦૫,૭૦૦ સૈનિક
મૃત્યુ અને હાની
બધા યોદ્ધાઓમાંથી
માત્ર ૮ જાણીતા વીરો બચ્યા-પાંચ પાંડવ, કૃષ્ણ, સાત્યકિ, યુયુત્સુ
બધા યોદ્ધાઓમાંથી
માત્ર ૩ જાણીતા વીરો બચ્યા
-અશ્વત્થામા, કૃપાચાર્ય, કૃતવર્મા

મહાભારતમાં મુખ્યત્વે ચંદ્રવંશીઓના બે પરિવારો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા ભીષણ યુદ્ધનું વૃતાંત છે. ૧૦૦ કૌરવો અને પાંચ પાંડવો વચ્ચે કુરુ રાજ્યની ભૂમિ અને હસ્તિનાપુરની રાજગાદી માટે સંઘર્ષ શરુ થયો અને તેના પરિણામ સ્વરુપે મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું. કુરુક્ષેત્રના મેદાનમાં થયેલા આ યુદ્ધનું સ્થળ હાલનાં હરિયાણા રાજ્યમાં છે. આ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો.[૩] મહાભારતમાં આ યુદ્ધને ધર્મયુદ્ધ તરીકે ઓળખાવવામાં આવ્યું છે, કારણ કે તે પાંડવ તરફે માત્ર સત્તા, રાજ્ય કે જમીનની પ્રાપ્તિ માટે નહીં પણ ન્યાય અને ધર્મના રક્ષણ માટે લડવામાં આવ્યું હતું.[૧] મહાભારતની સ્મૃતિ તાજી કરતા કેટલાક સ્થળો અને અવશેષો ભારતમાં આવેલા છે. દિલ્લીમાં આવેલા પુરાના કિલ્લાને પાંડવોના કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે.[૪]કુરુક્ષેત્રમાંથી પણ પુરાતત્વ વિભાગ દ્વારા મહાભારતકાળના બાણ અને ભાલાઓ પ્રાપ્ત કરવામાં આવ્યા છે.[૫]ગુજરાતમાં દરીયામાં ડૂબી ગયેલા શહેરો પણ મળી આવ્યા છે.[૬]જેનો સંદર્ભ મહાભારતમાં વર્ણવાયેલી દ્વારકા નગરી સાથે જોડવામાં આવે છે.[૭], આ સિવાય બરનાવામાં પણ લાક્ષગૃહના અવશેષો મળી આવ્યા છે.[૮], આ બધા પ્રમાણ મહાભારતની સત્યતા સિદ્ધ કરે છે.

પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

મહાભારતનું યુદ્ધ થવાનું મુખ્ય કારણ કૌરવોની ઊચ્ચ મહત્વકાંક્ષાઓ અને ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ હતા. કૌરવો અને પાંડવો પરસ્પર કૌટુંબિક ભાઈઓ હતા. વેદવ્યાસના નિયોગથી વિચિત્રવિર્યની પત્ની અંબિકાના ગર્ભથી ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાના ગર્ભથી પાંડુની ઉત્પત્તિ થઈ હતી. ગાંધારીએ મંત્રશક્તિ દ્વારા ૧૦૦ પુત્રો ઉત્પન્ન કર્યા હતા જેમાં દુર્યોધન સૌથી મોટો પુત્ર હતો. પાંડુના યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ નામના પાંચ પુત્રો હતા. પ્રથમ ત્રણ પુત્રો કુંતી દ્વારા મંત્રશક્તિથી ઉત્પન્ન થયા હતા જ્યારે નકુળ અને સહદેવ માદ્રીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા એટલે રાજ્યશાસન પાંડુને સોંપવામાં આવ્યું હતું તેથી ધૃતરાષ્ટ્ર પાંડુના પુત્રો પ્રત્યે દ્રેષભાવ રાખતો હતો. આ દ્રેષભાવના દુર્યોધન દ્વારા ફળીભૂત થઈ અને મામા શકુનીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. શકુનીના કહેવાથી દુર્યોધને નાનપણથી માંડીને લાક્ષાગૃહ સુધી અનેક પ્રકારના ષડયંત્રો રચ્યા. પણ બધી જ વખત તેની ચાલ નિષ્ફળ ગઈ હતી. યુવાવસ્થામાં પ્રવેશતાની સાથે જ યુધિષ્ઠિરને યુવરાજ બનાવી દેવામાં આવ્યા હતા. પાંડવોને લાક્ષાગ્રુહમાં મારી નાખવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. પાછળથી યુવરાજ તરીકે દુર્યોધનના નામની ઘોષણા કરી દેવામાં આવી. પાંડવોએ પરત આવીને પોતાના રાજ્યની માગણી કરી ત્યારે તેમને રાજ્યના નામે ખાંડવ વન આપવામાં આવ્યું. ધૃતરાષ્ટ્રના અનુરોધથી ગૃહયુદ્ધથી બચવા માટે યુધિષ્ઠિરે આ પ્રસ્તાવ પણ સ્વીકારી લીધો. શ્રીકૃષ્ણ દ્વારા દેવતાઓના શિલ્પીની મદદથી ભવ્ય ઇન્દ્રપ્રસ્થ નામની નગરીનું નિર્માણ કરવામાં આવ્યું. પાંડવોએ વિશ્વવિજય કરીને પ્રચૂર માત્રામાં ધનવૈભવ એકત્રિત કરીને રાજસૂય યજ્ઞ કર્યો. દુર્યોધન અને શકુની પાંડવોની આ ઉન્નતિ જોઇ ન શક્યા એટલે કૌરવોએ ધૂર્તવિદ્યા દ્વારા છળથી પાંડવો પાસેથી રાજ્યશાસન જીતી લીધુંં, ભરી સભામાં દ્રોપદીના ચીરનું હરણ કરવામાં આવ્યું. પાંડવોને વનમાં એકાંતવાસમાં મોકલી દેવામાં આવ્યા. ચીરહરણની ધૃણાસ્પદ ઘટનાની સાથે જ યુદ્ધના બીજ રોપાઇ ગયા હતા. જુગારમાં હારી જવાથી પાંડવોને ૧૨ વર્ષ સુધી વનવાસ અને ૧ વર્ષ સુધી અજ્ઞાતવાસ સ્વીકારવો પડ્યો. આ શરત પૂર્ણ થયા પછી પણ કૌરવોએ પાંડવોને તેમનું રાજ્ય સોંપવાની ના પાડી દીધી જેથી અન્યાય સામે યુદ્ધ કરવા માટે પાંડવો વિવશ બન્યા. શ્રીકૃષ્ણ દ્વારા યુદ્ધ ન થાય તે માટે યથાસંભવ તમામ પ્રયાસો કરવામાં આવ્યા પણ બધા જ નિષ્ફળ નીવડયાં. છેવટે કૌરવો પાંડવોને પાંચ ગામ આપે તેવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો પણ સોયની અણી બરાબર જમીન આપવા પણ કૌરવો તૈયાર ન થયા.

 
કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અને અર્જુન

યુદ્ધ રોકવાના તમામ પ્રયાસો પછી પણ કૌરવો જ્યારે પાંડવોને સોયની અણી જેટલી જમીન આપવા માટે તૈયાર ન થયા ત્યારે બન્ને પક્ષે યુદ્ધની તૈયારીઓ થવા માંડી. કૌરવોએ ૧૧ અક્ષૌહિણી અને પાંડવોએ ૭ અક્ષૌહિણી સેના એકત્રિત કરી. યુદ્ધની તૈયારીઓ પૂર્ણ થયા બાદ કૌરવો અને પાંડવો બન્નેના દળો યુદ્ધ કરવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં પહોચ્યાં, જ્યાં આ મહા ભયંકર યુદ્ધ લડવામાં આવ્યું હતું.[૯] કુરુક્ષેત્રના એ ભયાનક ધમાસાણ અને સંહારક યુદ્ધનું વર્ણન મહાભારત ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તેમાં એક શ્લોક[૧૦] નીચે મુજબ છે:-

न पुत्रः पितरं जज्ञे पिता वा पुत्रमौरसम्।
भ्राता भ्रातरं तत्र स्वस्रीयं न च मातुलः॥

અર્થાત:
આ યુદ્ધમાં ન પુત્ર પિતાને, ન પિતા પુત્રને,
ન ભાઈ ભાઈને, ન મિત્ર મિત્રને કે ન મામા ભાણેજને ઓળખતા હતા.

ઐતિહાસિકતા ફેરફાર કરો

 
મહાભારત કાળમાં ભારત

મહાભારતના યુદ્ધનો સમય સામાન્ય રીતે ઇસ્વીસનની શરુઆત પહેલા ૩૨૦૦ વર્ષ પહેલાનો માનવામાં આવે છે. કેટલાક પશ્વિમી વિદ્વાનો તેનો સમય ૧૦૦૦ ઇસ્વીસન પૂર્વેનો માને છે અને આ માટે મહાભારતમાં વર્ણવવામાં આવેલા સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરેના આધારે પણ ગણતરી કરવામાં આવે છે. પણ વિદ્વાનો વચ્ચે સમયાવધિ મુદ્દે હંમેશા મતભેદ રહ્યા છે અને કોઇ સર્વમાન્ય સમય નિર્ધારીત કરી શકાયો નથી. પૌરાણિક આધારો અને ભારતીય કાલગણના મુજબ આ યુદ્ધ દ્વાપરયુગના અંતમાં થયું હતું. યુદ્ધની સમાપ્તિના થોડા વર્ષો બાદ કલિયુગનો પ્રારંભ થયો હતો.

  • વિશ્વ વિખ્યાત ભારતીય ગણિતજ્ઞ અને અને ખગોળજ્ઞ વરાહમિહિરના મત અનુસાર મહાભારતનું યુદ્ધ ૨૪૪૯ ઇસ્વીસન પૂર્વે થયું હતું.[૧૧]
  • ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટના કથન અનુસાર કુરુક્ષેત્રમાં યુદ્ધ ૧૮ ફેબ્રુઆરી ઇસ્વીસન પૂર્વે ૩૯૦૨માં થયું હતું.[૧૨]
  • ચાલુક્ય વંશના સમ્રાટ પુલકેશી દ્વિતિય દ્વારા પાંચમી શતાબ્દીમાં લખાયેલા એહાલ અભિલેખમાં એવો ઉલ્લેખ મળે છે કે મહાભારતના યુદ્ધને ૩૭૩૫ વર્ષ જેટલો સમય વિતી ગયો છે, એ દ્રષ્ટિએ મહાભારતનું યુદ્ધ ઇસ્વીસનના ૩૯૦૦ વર્ષ પૂર્વે લડવામાં આવ્યું હતું.[૧૩]
  • કેટલાક વિદ્વાનો પુરાણોમાં વર્ણવવામાં આવેલી વિવિધ રાજ વંશાવળીઓને સરખાવીને કુરુક્ષેત્રનું યુદ્ધ ઇસ્વીસન ૧૯૦૦ પૂર્વે થયું હોવાનું માને છે. રાજવંશાવલીઓને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે મેળવીને જોવામાં આવે તો ઇસ્વીસન ૧૯૦૦ પૂર્વેનો સમય નીકળે છે, કેટલાક વિદ્વાનો ચન્દ્રગુપ્ત મૌર્ય ૧૫૦૦ ઇસ્વીસન પૂર્વે થયો હોવાનું માને છે, એ ગણતરી મુજબ મહાભારતના યુદ્ધનો સમય ઇસ્વીસન પૂર્વે ૩૯૦૦ વર્ષ પૂર્વેનો નીકળે છે. યુનાનના રાજપૂત મેગસ્થનીજ દ્વારા પોતાના એક પુસ્તક ઇંડિકામાં ચન્દ્રગુપ્ત નામના રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે રાજા ગુપ્ત વંશનો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હોવાની શક્યતા છે. એ મુજબ ઇસ્વીસનના ૩૯૦૦ વર્ષ પૂર્વેનો સમય માનવામાં આવે છે.[૧૪]
  • મોટા ભાગના પશ્વિમી વિદ્વાનો જેમ કે, માયકલ વિટજલના મત મુજબ મહાભારતનું યુદ્ધ ઇસ્વીસનના ૧૨૦૦ વર્ષ પૂર્વે થયું હતું. એ વિદ્વાનો આ સમયને લોહયુગનું નામ આપે છે.[૧૫]
  • અન્ય કેટલાક પશ્વિમી વિદ્વાનો જેમ કે, પી.વી. હોલે મહાભારતમાં વર્ણવવામાં આવેલી આકાશિય સ્થિતિનો અભ્યાસ કરીને ૧૩ નવેંબર ઇસ્વીસન પૂર્વે ૩૯૪૩માં યુદ્ધ થયું હોવાનું માને છે.[૧૬]
  • ભારતીય વિદ્વાન પી વી વારટક મહાભારતમાં વર્ણવવામાં આવેલી ગ્રહ નક્ષત્રોની આકાશી સ્થિતિની ગણનાના આધારે ૧૬ ઓક્ટોમ્બર ઇસ્વીસન પૂર્વે ૫૫૩૧ના દિવસે આ યુદ્ધ શરુ થયું હોવાનું માને છે.[૧૭][૧૮]
  • કેટલાક વિદ્વાનો જેમ કે પી વી વારટક [૧૭][૧૮]ના મત મુજબ રાજદૂત મેગસ્થનીજ પોતાના પુસ્તક ઇંડિકામાં પોતાની ભારત યાત્રાનું વર્ણન કરે છે, જેમાં મથુરા નગરીમાં શૂરસૈનિકો સાથેની મુલાકાતનું વર્ણન છે. મેગસ્થનીજ કહે છે કે આ શૂરસૈનિકો કોઇ હેરાકલ્થ નામના દેવતાની પૂજા કરતા હતા. આ હેરાકલ્થ ચમત્કારી પુરુષ હતા અને ચંદ્રગુપ્તથી ૧૩૮ પેઢી પહેલા થયા હતા. હેરાકલ્સે ઘણા લગ્નો કર્યા હતા અને ઘણા પુત્રો ઉત્પન્ન કર્યા હતા પણ તેના બધા જ્ પુત્રો પરસ્પર યુદ્ધ કરીને માર્યા ગયા હતા. આ હેરાકલ્સ એટલે શ્રીકૃષ્ણ એવું માનવામાં આવે છે. આ પેઢીઓના હિસાબથી ઇસ્વીસન પૂર્વે ૫૬૦૦-૩૯૦૦ દરમિયાન આ મહાભારતનું યુદ્ધ થયું હશે એમ માનવામાં આવે છે.
  • મોહેં-જો-દડોમાં ૧૯૨૭માં મૈકે દ્વારા કરવામાં આવેલા એક પુરાતાત્વિક ઉત્ખનનમાં મળી આવેલી એક પત્થરની ટેબ્લેટમાં એક નાના બાળકને બે વૃક્ષોને ખેંચતો દેખાડવામાં આવ્યો છે અને તેમાંથી બે પુરુષો નીકળીને એ બાળકને પ્રણામ કરતા દેખાડાયા છે. આ દ્રષ્યને શ્રીકૃષ્ણની બાળલીલાનું યમલાર્જુનનું દ્રષ્ય માનવામાં આવે છે અને એ અવશેષ જેટલો જૂનો છે એ મુજબ ઇસ્વીસન પૂર્વે ૩૦૦૦માં આ લોકો શ્રીકૃષ્ણના જીવનના પ્રસંગોથી પરિચિત હતા એમ માનવામાં આવે છે.[૧૯]

શાંતિનો અંતિમ પ્રયાસ ફેરફાર કરો

 
કૌરવોની સભામાં યુદ્ધ ટાળવા શાંતિનો અંતિમ પ્રસ્તાવ લઈને ગયેલા શ્રી કૃષ્ણ

૧૨ વર્ષોં સુધી જ્ઞાતવાસ અને ૧ વર્ષ સુધી અજ્ઞાતવાસની શરત પૂર્ણ કરવા છતાં પણ જ્યારે કૌરવોંએ પાંડવોને તેમનું રાજ્ય પરત આપવા માટે ઇનકાર કરી દીધો ત્યારે પાંડવોને યુદ્ધ કરવા માટે વિવિશ થવું પડ્યું હતું. પરંતુ શ્રીકૃષ્ણએ કહ્યું કે, 'આ યુદ્ધ મોટા વિનાશનું કારણ બની શકે છે'. તેથી તેમણે આ યુદ્ધને રોકવા માટેના હરસંભવ પ્રયાસો કરવાનો સુઝાવ આપ્યો. તેમણે કહ્યું કે, 'દુર્યોધનને એક અંતિમ અવસર અવશ્ય આપવો જોઇએ'. આ માટે શ્રીકૃષ્ણ પાંડવોની તરફથી કુરુરાજ્યની સભામાં શાંતિદૂત બનીને ગયા અને દુર્યોધન સામે પાંડવોને માત્ર પાંચ ગામ આપીને યુદ્ધ ટાળવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો. દુર્યોધને પાંડવોને સોયની અણી જેટલી જમીન આપવા માટે પણ ઇનકાર કરી દીધો. શ્રીકૃષ્ણે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, 'આ યુદ્ધના કારણે ભારે જાનહાની થશે અને અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાશે'. તેનાથી ક્રોધિત થઈને કૌરવોએ શ્રીકૃષ્ણને બંધીવાન બનાવવાનો પ્રયત્ન કર્યો. આ સમયે કૌરવોની સામે શ્રીકૃષ્ણે પોતાનું વિરાટ સ્વરુપ રજૂ કર્યું અને કૌરવોને એ વાતનું ભાન કરાવવાનો પ્રયત્ન કર્યો કે આ સમગ્ર વિશ્વ મારામાં જ સમાયેલું છે અને મને કોઇ બાંધી શકે તેમ નથી. આ વિરાટ રુપ જોઇને કૌરવો ભયભીત બની ગયા. શ્રીકૃષ્ણ ત્યાંથી વિદાય થયા અને આ રીતે યુદ્ધ ટાળવા માટે સમજાવટનો અંતિમ પ્રયાસ પણ નિષ્ફળ ગયો. આ કારણે યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે વિવશ થવું પડ્યું.

આ સમયે ભગવાન વેદવ્યાસે ધૃતરાષ્ટ્ર પાસે જઈને જણાવ્યું કે, 'તારા પુત્રોએ સમસ્ત ગુરુજનોની વાતોની અવહેલના કરીને અંતે મહાવિનાશકારી યુદ્ધ નોતર્યું છે'. ધૃતરાષ્ટ્રની યુદ્ધ નિહાળવાની મહેચ્છાના કારણે વેદવ્યાસે તેમને કહ્યું કે, 'હું તને દિવ્યદૃષ્ટિ આપી શકુ છું. તેના વડે તું આ મહાવિનાશકારી યુદ્ધની વિનાશલીલા તારી નજરે નિહાળી શકશે'. ધૃતરાષ્ટ્રે કહ્યું કે, 'મારા અને પાંડુના પુત્રોને પરસ્પર લડતા, મરતા, મારતા હું મારી આંખોથી જોઇ શકીશ નહીં પણ એવી વ્યવસ્થા કરવામાં આવે કે મને આ યુદ્ધના પળેપળના સમાચાર મળતા રહે'. તેથી વેદવ્યાસે સંજયને દિવ્યદૃષ્ટિ પ્રદાન કરી અને સંજય દિવ્યદૃષ્ટિ દ્વારા ત્યાં બેઠા બેઠા જ સમગ્ર યુદ્ધ પોતાની આંખોથી જોઇ શકે અને તેનું વર્ણન ધૃતરાષ્ટ્રને કહી સંભળાવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.[૨૦]

સેનાઓ ફેરફાર કરો

સેના વિભાગ ફેરફાર કરો

હથીયારો અને યુદ્ધસામગ્રી ફેરફાર કરો

પ્રાચીન સમયમાં યુદ્ધમાં નિપૂણ સેનાપતિઓ દ્વારા દુશ્મનને ભીડવવા માટે યુદ્ધના કેટલાયે પ્રકારના વ્યૂહો બનાવવામાં આવતા હતા જેનાથી પોતાની સેનાના સંરક્ષણ સાથે શત્રુની સેનામાં સહેલાઈથી પ્રવેશ મેળવીને તેના રાજાને ભીડવી શકાતો હતો. વ્યૂહમાં આખી સેનાને એક વ્યવસ્થિત રુપમાં ગોઠવવામાં આવતી હતી. સામા પક્ષે એક વ્યૂહ રચ્યો હોય તો તેને તોડવા માટે બીજા પ્રકારનો વ્યૂહ રચવામાં આવતો હતો. આવા અનેક પ્રકારના વ્યૂહો હતા જેના નામો તેના આકાર અથવા તો ગુણધર્મોના આધારે રાખવામાં આવ્યા છે. આ પ્રકારની વ્યૂહરચનાથી નાનામાં નાની સેના પણ વિશાળકાય લાગે છે અને મોટામાં મોટી સેનાનો પણ સામનો કરી શકે છે. મહાભારતના યુદ્ધમાં પાંડવો પાસે ૭ અક્ષૌહિણી સેના હતી જ્યારે કૌરવો પાસે ૧૧ અક્ષૌહિણી સેના હતી તેમ છતાં પાંડવોની સેનાએ કૌરવોની સેનાને હરાવી દીધી હતી. મહાભારતના ૧૮ દિવસના યુદ્ધમાં બન્ને પક્ષો દ્વારા અનેક પ્રકારના વ્યૂહો રચવામાં આવ્યા હતા.

સંદર્ભ અને નોંધ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ મહર્ષિ વેદવ્યાસ. ભીષ્મપર્વ, મહાભારત. ગીતાપ્રેસ, ગોરખપુર.
  2. મહર્ષિ વેદવ્યાસ. આદિપર્વ, મહાભારત. ગીતાપ્રેસ, ગોરખપુર.
  3. મહર્ષિ વેદવ્યાસ. સૌપ્તિકપર્વ, મહાભારત. ગીતાપ્રેસ, ગોરખપુર.
  4. સરકાર (૧૯૦૯). "दिल्ली सिटी द इमपेरिकल गजेटटियर ऑफ इण्डिया". दिल्ली सिटी द इमपेरिकल गजेटटियर ऑफ इण्डिया. ભાગ-૧૧: ૨૩૬.
  5. "आरकेलोजी ऑनलाइन, साइन्टिफिक वेरिफिकेशन ऑफ वैदिक नोलेज, कुरुक्षेत्र]". વૈદિક સમયના સાયન્ટિફીક પૂરાવાઓ. આરકેલોજી વિભાગ. મૂળ માંથી 2010-03-26 પર સંગ્રહિત. મેળવેલ 28 જૂન 2017.
  6. "ગુજરાતના જળસ્મી અવશેષો પર લેખ". આઇએએસ ડોટ કોમ. પૃષ્ઠ લેખ ૨૯. મેળવેલ 28 જૂન 2017.
  7. "आरकेलोजी ऑनलाइन, साइन्टिफिक वेरिफिकेशन ऑफ वैदिक नोलेज, ऐविडेन्स फार ऐन्शियन्ट पोर्ट सिटी ऑफ द्वारका". મૂળ માંથી 2010-03-26 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-28.
  8. "लाक्षागृह". મૂળ માંથી 2009-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-02.
  9. વેદ વ્યાસજી. મહાભારત. ગેતાપ્રેસ, ગોરખપુર.
  10. મહર્ષિ વેદવ્યાસ. મહાભારત ભીષ્મ પર્વ, ૪૬.૧. ગીતાપ્રેસ, ગોરખપુર.
  11. વરાહમિહિર. એચ.ડી. પુશલકર. પૃષ્ઠ ૨૭૨.
  12. જી.સી. અગ્રવાલ અને કે.એલ.વર્મા. એઝ ઑફ ભારત વૉર. પૃષ્ઠ ૮૧.
  13. गुप्ता और रामचन्द्रन (1976), p.55; ए.डी. पुशलकर, HCIP, भाग I, पृष्ठ.272
  14. એ.ડી. પુશલકર. હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયન પીપલ. પૃષ્ઠ ભાગ-૧, અધ્યાય-XIV, ૨૭૩.
  15. એમ. વિટજલ (૧૯૯૫). અરલી સંસ્ક્રીટાઇઝેશન: ઓરિઝન એન્ડ ડેવલપમેન્ટ ઓફ કુરુ સ્ટેટ. પૃષ્ઠ ભાગ-૧, નં.૪.
  16. "મહાભારત". ધર્મક્ષેત્ર.કોમ. મૂળ માંથી 2010-04-20 પર સંગ્રહિત. મેળવેલ 5 જુલાઇ 2017.
  17. ૧૭.૦ ૧૭.૧ "DATING THE KURUKSHETRA WAR". REPORT. Indira Gandhi National Centre for the Arts (IGNCA). ફેબ્રુઆરી ૨૦૦૩. મૂળ માંથી 2010-03-12 પર સંગ્રહિત. મેળવેલ 5 જુલાઇ 2017.
  18. ૧૮.૦ ૧૮.૧ हिन्दुनेट-भारत इतिहास
  19. ज ऑफ महाभारत वार.
  20. વેદવ્યાસ. મહાભારત, ઉદ્યોગપર્વ. ગીતાપ્રેસ, ગોરખપુર.

બાહ્ય કડીઓ ફેરફાર કરો