કેસલી

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કેસલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. કેસલી ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

કેસલી
—  ગામ  —
કેસલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E / 20.8167; 72.9833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

કેસલી ગામ બીલીમોરાથી ચિખલી રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલા નાંદરખા ગામની ઉત્તર દિશામાં આશરે ૫ કિલોમીટરના અંતરે તેમ જ તાલુકા મથક ગણદેવીથી આશરે ૪ કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઉપરાંત નવસારીથી વાંસદા વાયા ગણદેવી થઈ જતા રાજ્ય ધોરી માર્ગ પર આ ગામ આવેલું છે.

કેસલી ગામ કુલ ત્રણ ફળિયામાં વહેંચાયેલું છે:

  1. મંદિર ફળિયું,
  2. પોશર ફળિયું,
  3. પટેલ ફળિયું

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

મંદિર ફળિયામાં રેણુકા માતા (રામબાઇ માતા)નું મંદિર આવેલું છે.