૨૨ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૯૨૪ – રામસે મેકડોનાલ્ડ યુનાઇટેડ કિંગડમના મજૂર પક્ષના પ્રથમ વડાપ્રધાન બન્યા.
  • ૧૯૨૭ – ટેડી વેકલામએ હાઈબરી ખાતે આર્સેનલ એફ.સી અને શેફિલ્ડ યુનાઇટેડ વચ્ચેની ફૂટબોલ મેચની પ્રથમ જીવંત રેડિયો કોમેન્ટરી આપી.
  • ૧૯૯૯ – ઓસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેઇન્સ અને તેના બે પુત્રોને પૂર્વ ભારતમાં તેમની કારમાં સૂતી વખતે કટ્ટરપંથી હિન્દુઓ દ્વારા જીવતા સળગાવી દેવામાં આવ્યા.
  • ૨૦૨૪ – ભારતના અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરમાં પ્રણપ્રતિષ્ઠા
  • ૧૮૯૭ – દિલીપકુમાર રોય, બંગાળી ભારતીય સંગીતકાર, સંગીતશાસ્ત્રી, નવલકથાકાર, કવિ અને નિબંધકાર. (અ. ૧૯૮૦)
  • ૧૯૧૬ – હરિલાલ ઉપાધ્યાય, ભારતીય લેખક, કવિ અને જ્યોતિષશાસ્ત્રી (અ. ૧૯૯૪)
  • ૧૯૩૪ – વિજય આનંદ, ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (અ. ૨૦૦૪)
  • ૧૯૯૪ – ભુવન બામ, ભારતીય હાસ્યકાર, ગાયક, ગીતકાર અને યુટ્યુબર
  • ૧૬૬૬ – શાહજહાં, ભારતનો પાંચમો મુઘલ બાદશાહ (જ. ૧૫૯૨)
  • ૧૯૭૫ – જયશંકર 'સુંદરી', ગુજરાતી રંગભૂમિના કલાકાર, આત્મકથાકાર અને દિગ્દર્શક (જ. ૧૮૮૯)
  • ૨૦૦૮ – હિથ લેજર, ઓસ્ટ્રેલિયન અભિનેતા અને નિર્માતા (જ. ૧૯૭૦)
  • ૨૦૧૪ – ધીરુભાઈ ઠાકર, ગુજરાતી ભાષાના સંશોધક, વિવેચક, સંપાદક અને ચરિત્રકાર (જ. ૧૯૧૮)
  • ૨૦૨૦ – શ્રીકાંત શાહ, ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યલેખક (જ. ૧૯૩૬)

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો