૨૩ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૧૯૦૩ – ફોર્ડ મોટર કંપનીએ તેમની પ્રથમ કારનું વેચાણ કર્યું.
  • ૧૯૨૬ – 'ફોક્ષ ફિલ્મે' 'ફિલ્મ' (કચકડાની પટ્ટી) પર ધ્વનિમુદ્રણ કરવા માટેની 'મુવિટોન ધ્વનિ પ્રણાલી'ના પેટન્ટ અધિકારો ખરીદી લીધા.
  • ૧૯૨૭ – ભારતીય પ્રસારણ કંપનીનું પહેલું સ્ટેશન મુંબઈમાં પ્રસારિત થયું.
  • ૧૯૬૨ – 'ટેલસ્ટાર' (Telstar) ઉપગ્રહે, એટલાન્ટીક મહાસાગર પાર પ્રથમ ટેલિવિઝન પ્રસારણનાં મોજાં પ્રસારીત કર્યા.
  • ૧૯૮૩ – તમિલ ટાઇગરો દ્વારા ૧૩ શ્રીલંકન સેનાનાં જવાનોની હત્યા સાથે શ્રીલંકામાં ગૃહયુદ્ધની શરૂઆત થઇ. 'બ્લેક જુલાઇ'થી ઓળખાનાર, સરકારી આયોજન હેઠળ થયેલ તબાહીમાં, લગભગ ૧૦૦૦ તમિલોનો બલિ લેવાયો, અંદાજે ૪૦૦,૦૦૦ તમિલો સમુદ્રપાર પડોશી ભારતનાં તમિલ નાડુ રાજ્યમાં ભાગી ગયા અને ઘણાં અન્યોએ યુરોપ અને કેનેડામાં શરણ લીધું.
  • ૧૯૯૨ – અબખાઝિયાએ જ્યોર્જિયાથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
  • ૧૯૯૫ – હેલ-બોપ ધૂમકેતુ શોધાયો અને ત્યાર પછી લગભગ એક વર્ષમાં તે નરી આંખે દેખાયો.

જન્મફેરફાર કરો

  • ૧૮૫૬ – લોકમાન્ય ટિળક, ભારતનાં સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૨૦)
  • ૧૯૦૬ – ચંદ્રશેખર આઝાદ, ક્રાંતિકારી (અ. ૧૯૩૧)
  • ૧૯૬૧ – મિલિંદ ગુણાજી, ભારતીય અભિનેતા, મોડેલ, ટેલિવિઝન શો હોસ્ટ અને લેખક
  • ૧૯૭૩ – હિમેશ રેશમિયા, ભારતીય ગાયક-ગીતકાર, નિર્માતા, અભિનેતા અને દિગ્દર્શક

અવસાનફેરફાર કરો

  • ૨૦૦૪ – મેહમૂદ, ભારતીય અભિનેતા (જ. ૧૯૩૨)
  • ૨૦૧૨ – લક્ષ્મી સહેગલ, ભારતીય રાષ્ટ્રીય સૈન્યના અધિકારી અને આઝાદ હિન્દ સરકારમાં મહિલા બાબતોના પ્રધાન (જ. ૧૯૧૪)

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો