જૂન ૧૫
તારીખ
૧૫ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૬૬૭ – પ્રથમ માનવ રક્તાધાન (રક્ત ચડાવવાનું) (Blood transfusion), 'ડૉ.જીન-બાપ્ટિસ્ટ ડેની'ની દેખરેખ હેઠળ કરાયું.
- ૧૭૫૨ – 'બેન્ઝામિન ફ્રેન્કલિને' (Benjamin Franklin) સાબિત કર્યું કે આકાશી વીજળી (Lightning) એ વિદ્યુત (Electricity) છે.
- ૧૮૪૪ – 'ચાર્લસ ગુડયરે' (Charles Goodyear) રબ્બર (Rubber)ને મજબૂત બનાવવાની પ્રક્રિયા, 'વલ્કનાઇઝેશન' (Vulcanization)ના પેટન્ટ અધિકારો પ્રાપ્ત કર્યા.
- ૧૯૪૧ – ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ આસામ રેજિમેન્ટની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૪૭ – અખિલ ભારતીય કોંગ્રેસે ભારત વિભાજનની માઉન્ટબેટનની યોજનાનો સ્વીકાર કર્યો.
- ૨૦૦૧ – ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓએ શાંઘાઈ સહકાર સંગઠનની રચના કરી.
- ૨૦૦૨ – 'એમ.એન.૨૦૦૨' નામનો લઘુગ્રહ (asteroid), પૃથ્વીથી ૭૫,૦૦૦ માઇલ (૧,૨૦,૦૦૦ કિમી.) ના અંતરેથી પસાર થયો, આ અંતર પૃથ્વી અને ચંદ્રના અંતરના ત્રીજા ભાગનું ગણાય.
- ૨૦૦૭ – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨ ઓક્ટોબરને અહિંસાના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે સ્થાપિત કરવાનો મત આપ્યો.
જન્મ
ફેરફાર કરો- ૧૮૯૯ – રાજેન્દ્રસિંહજી જાડેજા, ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગણપ્રમુખ અને દ્વિતીય પ્રમુખ નિર્દેશક (અ. ૧૯૬૪)
- ૧૯૩૭ – અણ્ણા હઝારે, ભારતીય ચળવળકાર
- ૧૯૪૧ – શ્યામ સાધુ, ગુજરાતી સાહિત્યકાર (અ. ૨૦૦૧)
- ૧૯૪૧ – પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, ભારતીય રાજકારણી અને સાંસદ
- ૧૯૫૦ – લક્ષ્મી મિત્તલ, ભારતીય ઉદ્યોગપતિ.
- ૧૯૫૨ – સત્યપાલ જૈન, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના એડિશનલ સોલિસિટર જનરલ
અવસાન
ફેરફાર કરો- ૧૮૯૧ – પુતળીબાઈ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધીના માતા (જ. ૧૮૪૪)
- ૧૯૫૭ – કૃષ્ણલાલ ઝવેરી, ભારતીય લેખક, વિદ્વાન, સાહિત્યકાર, ઇતિહાસકાર, અનુવાદક અને ન્યાયાધીશ (જ. ૧૮૬૮)
- ૨૦૧૭ – પી.એન.ભગવતી, ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશના સર્વોચ્ચ ન્યાયાલયના ૧૭મા મુખ્ય ન્યાયમૂર્તિ (જ. ૧૯૨૧)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- વિશ્વ પવન દિવસ