ડિસેમ્બર ૧૯
તારીખ
૧૯ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૨૭ – ત્રણ ભારતીય ક્રાંતિકારીઓ રામ પ્રસાદ બિસ્મિલ, રોશન સિંહ અને અશફાક ઊલ્લા ખાનને બ્રિટિશ રાજ દ્વારા કાકોરી ષડ્યંત્રમાં ભાગ લેવા બદલ ફાંસીની સજા આપવામાં આવી.
- ૧૯૬૧ – ભારત સરકારે લશ્કરી કાર્યવાહી દ્વારા દીવ, દમણ અને ગોઆ પરના ૪૫૦ વર્ષ જૂના પોર્ટુગલ શાસનનો અંત આણ્યો.
- ૧૯૮૩ – મૂળ ફિફા વિશ્વ કપ ટ્રોફી (જુલ્સ રિમેટ ટ્રોફી) બ્રાઝિલના રિયો ડિ જેનેરોમાં બ્રાઝિલિયન ફૂટબોલ પરિસંઘના મુખ્યાલયમાંથી ચોરી થઈ.
- ૧૯૯૮ – સંયુક્ત રાજ્ય અમેરિકાની પ્રતિનિધિ સભાએ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પર મહાભિયોગ ચલાવ્યો. ક્લિન્ટન મહાભિયોગ ચલાવવામાં આવ્યો હોય તેવા અમેરિકાના બીજા રાષ્ટ્રપતિ બન્યા.
જન્મ
ફેરફાર કરો- ૧૮૫૨ – આલ્બર્ટ અબ્રાહમ માઈકલસન, અમેરિકન ભૌતિકશાસ્ત્રી (અ. ૧૯૩૧)
- ૧૮૯૪ – કસ્તુરભાઈ લાલભાઈ, ગુજરાતી ઉદ્યોગપતિ (અ. ૧૯૮૦)
- ૧૯૨૨ – શૂન્ય પાલનપુરી, ગુજરાતી ભાષાના ગઝલકાર (અ. ૧૯૮૭)
- ૧૯૩૪ – પ્રતિભા પાટીલ, પ્રજાસત્તાક ભારતના ૧૨મા અને આ પદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
- ૧૯૬૬ – રાજેશ ચૌહાણ, ભારતીય ક્રિકેટર
- ૧૯૬૯ – નયન મોંગીયા, ભારતીય ક્રિકેટર
- ૧૯૭૪ – રિકી પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર
- ૧૯૮૪ – અંકિતા લોખંડે હિંદી ટીવી ધારાવાહિક અભિનેત્રી
અવસાન
ફેરફાર કરો- ૧૮૪૮ – એમિલી બ્રોન્ટી, અંગ્રેજી નવલકથાકાર અને કવયિત્રી (જ. ૧૮૧૮)
- ૧૯૨૭ – રામપ્રસાદ બિસ્મિલ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૯૭)
- ૧૯૨૭ – અશફાક ઊલ્લા ખાન, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૦)
- ૧૯૮૮ – ઉમાશંકર જોષી, ગુજરાતી સાહિત્યકાર અને લેખક (જ. ૧૯૧૧)
- ૨૦૧૪ – ચુનીલાલ વૈદ્ય, ભારતીય ચળવળકાર અને ગાંધીવાદી (જ. ૧૯૧૮)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૧૧-૦૮-૧૨ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 19 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.