સુઈગામ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(સુઈગામ (તા. વાવ) થી અહીં વાળેલું)

સુઈગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ અને તાલુકા મથક છે. સુઈગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સુઈગામ
—  ગામ  —
સુઈગામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E / 24.363445; 71.516012
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો સુઈગામ
સરપંચ
વસ્તી ૭,૩૫૩[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા કોલેજ, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, તાલુકા પંચાયત
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ જીરૂ, બાજરી, કઠોળ, શાકભાજી, ઘઉં

સુઇગામ પર પંચાજીના વંશજો રાજ કરતા હતા. પંચાજી વાવના સાંગોજીના જુવાન પુત્ર હતા, જેમણે ૧૫૬૯ (સંવત ૧૬૨૫)માં સુઇગામની સ્થાપના કરી હતી. ગામનું નામ ત્યાં રહેતી સુઇ નામની ઝાંપડા હાકે ભરવાડ કોમ પરથી પડ્યું હતું. પંચાજીના એક વંશજ રાજસિંહજીએ રાડોસણ અને તેના પાંચ ગામો આંજણા ચૌહાણ અને કુંભરકા અને અન્ય ગામો જાટ લોકો પાસેથી જીતીને રજવાડું સ્થાપ્યું હતું. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપ પછી બધી જમીન ખારી બની ગઇ અને કૂવાઓ નકામા બની ગયા હતા.[] ૧૮૨૦ના દાયકામાં સુઇગામે બ્રિટિશરો જોડે સંધિ કરી અને તે બ્રિટિશ આરક્ષિત રાજ્ય બન્યું. બ્રિટિશ સમયમાં ગામ પર ઠાકોર ભૂપતસિંહ અને નાથાજીએ રાજ કર્યું હતું. સુઇગામ બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ હતું,[] જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બન્યું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, બોમ્બે પ્રેસિડેન્સીને બોમ્બે સ્ટેટ નામ મળ્યું. જ્યારે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે તે બનાસકાંઠા જિલ્લામાં આવી ગયું.[]

સુઇગામ કચ્છના રણથી 6 miles (9.7 km) દૂર નાની ટેકરી પર વસેલું છે. આ ગામ રણથી પેલે પાર આવેલા પારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે.[]

ગામથી ૩૫થી ૪૦ કિ.મી. પર ભારતની સીમા પુરી થાય છે. એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે. આ વિસ્તારના જ રણછોડદાસ પગીએ પોતે આ વિસ્તારનાં ભોમીયા હોવાને કારણે યુદ્ધના સમયગાળા દરમ્યાન ભારતીય સેનાને કરેલ મદદને બિરદાવવા સીમા સુરક્ષા દળે આ સરહદીય ચોકીનું નામકરણ રણછોડ પગી ચોકી રાખવાનું નક્કી કરેલ છે.[]

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

અહીં રાજેશ્વર દાદાનું મંદિર, તળાવની પાળ પર રામજી મંદિર તેમજ હમીર ભારથી દાદાનું મંદિર તેમજ અહીં ઝાંપડા ભરવાડના માતાજી શક્તિધામ સુઇગામ મંદિર અને નકળંગ ભગવાનનું મંદિર આવેલ છે.

  1. "Suigam Village Population, Caste - Vav Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-04.
  2. ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. ૩૪૮.
  3. Chisholm 1911, p. 785.
  4. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. ૩૩૬-૩૩૭.
  5. રણછોડ પગી વિષે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ લેખ[હંમેશ માટે મૃત કડી]

સંદર્ભ ગ્રંથો

ફેરફાર કરો
  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૩૬-૩૩૭, ૩૪૮.
  • ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Santalpur" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.

  આ લેખ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ 336–337, 348. માં પ્રકાશિત અને પબ્લિક ડોમેઇનમાં રહેલ લખાણ ધરાવે છે.