નવેમ્બર ૪
તારીખ
૪ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૮મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૪૭ – સ્કોટિશ ચિકિત્સક સર જેમ્સ યંગ સિમ્પસને ક્લોરોફોર્મના બેહોશી (એનાસ્થેસિયા)ના ગુણધર્મો શોધી કાઢ્યા.
- ૧૮૯૦ – કિંગ વિલિયમ સ્ટ્રીટ અને સ્ટોકવેલ વચ્ચે લંડનની પ્રથમ ડીપ લેવલ ટ્યુબ રેલવે ખુલ્લી મુકાઈ.
- ૧૯૨૧ – જાપાનના વડા પ્રધાન હારા તાકાશીની ટોક્યોમાં હત્યા કરવામાં આવી.
- ૧૯૨૨ – ઇજિપ્તમાં બ્રિટિશ પુરાતત્ત્વવિદ હોવર્ડ કાર્ટર અને તેની ટુકડીને રાજાઓની ખીણમાં તુતનખામુનની કબરનું પ્રવેશદ્વાર મળી આવ્યું.
- ૧૯૨૪ - નેલી તાયલો રોસ અમેરિકામાં ગવર્નર તરીકે ચૂંટાયેલા પ્રથમ મહિલા બન્યા.
- ૧૯૪૮ – ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું.
- ૧૯૬૦ – ડો. જેન ગુડલે ટાન્ઝાનિયાના કાસાકેલા ચિમ્પાન્ઝી સમુદાયમાં ચિમ્પાન્ઝીને સાધનો બનાવતા નિરીક્ષણ કર્યા, જે બિન-માનવ પ્રાણીઓમાં પ્રથમ નિરીક્ષણ છે.
- ૧૯૬૨ – અમેરિકાએ ૧૯૬૩ની આંશિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિની અપેક્ષાએ ઓપરેશન ફિશબાઉલનું સમાપન કર્યું, જે તેની જમીન ઉપરની અંતિમ
પરમાણુ શસ્ત્રપરીક્ષણ શ્રેણી છે.
- ૧૯૭૩ – નેધરલેન્ડએ ૧૯૭૩ની તેલ કટોકટીને કારણે પ્રથમ કાર-ફ્રી રવિવારનો અમલ કર્યો. હાઇવેનો ઉપયોગ ફક્ત સાયકલ સવારો અને રોલર સ્કેટર્સ દ્વારા કરવામાં આવ્યો.
- ૧૯૮૦ – જિમી કાર્ટરને હરાવી રોનાલ્ડ રેગન અમેરિકાના ૪૦મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- ૧૯૯૫ – ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ: ઈઝરાયલના વડા પ્રધાન યિતઝાક રાબિનની ઇઝરાયલી ઉગ્રવાદી દ્વારા હત્યા કરવામાં આવી.
- ૨૦૦૮ – બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા દ્વિવંશીય અથવા આફ્રિકન-અમેરિકન વંશના પ્રથમ વ્યક્તિ બન્યા.
- ૨૦૧૧ – "ઓરિસ્સા" રાજ્યનું નામ બદલીને સ્થાનીય ઉચ્ચારણ અનુસાર "ઑડિશા" કરવામાં આવ્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૭૯૯ – જલારામ બાપા, ગુજરાતમાં થઈ ગયેલા એક હિંદુ સંત. (અ. ૧૮૮૧)
- ૧૮૮૯ – જમનાલાલ બજાજ, ભારતીય ઉદ્યોગપતિ અને મહાત્મા ગાંધીના નિકટના સહયોગી (અ. ૧૯૪૨)
- ૧૮૯૭ – જાનકી અમ્મલ, ભારતનાં મહિલા વનસ્પતિશાસ્ત્રી (અ. ૧૯૮૪)
- ૧૯૨૫ – ફાધર વાલેસ, ગુજરાતી સાહિત્યકાર (અ. ૨૦૨૦)
- ૧૯૨૫ – છબીલદાસ મહેતા, ગુજરાતના નવમા મુખ્યમંત્રી અને સમાજવાદી અગ્રણી. (અ.૨૦૦૮)
- ૧૯૨૯ – શકુંતલા દેવી, ભારતીય ગણિતશાસ્ત્રી, લેખિકા અને માનસિક ગણનયંત્ર (કેલ્ક્યુલેટર) (અ. ૨૦૧૩)
- ૧૯૩૮ – દક્ષા પટ્ટણી, ગુજરાતી શિક્ષણવિદ અને લેખિકા (અ. ૨૦૧૯)
અવસાન
ફેરફાર કરોતહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 4 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.