બોડવાંક

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બોડવાંક ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક ગામ છે. બોડવાંક ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

બોડવાંક
—  ગામ  —
બોડવાંકનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ચિખલી
વસ્તી ૨,૩૧૦[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી

આ ગામમાં મુખ્યત્વે ધોડીયા આદિવાસી લોકો વસવાટ કરે છે. ગુજરાત રાજ્યના પૂર્વ વનમંત્રી તેમ જ રાજ્યસભાના સભ્ય કાનજીભાઈ મગનભાઈ પટેલ બોડવાંક ગામના રહેવાસી છે.

છબીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "District census data" (PDF). 2011 Census of India. Directorate of Census Operations. મૂળ (PDF) માંથી 2017-11-21 પર સંગ્રહિત. મેળવેલ ૫ મે ૨૦૧૭.