મંગળના ચંદ્રો

મંગળ ગ્રહના ઉપગ્રહો

મંગળ, બે નાના ચંદ્રો, ફોબોસ અને ડિમોસ, ધરાવે છે. જે તેની ભ્રમણકક્ષામાં ખેંચાઇ આવેલા લઘુગ્રહો હોવાનું મનાય છે.

'ફોબોસ'નું રંગીન ચિત્ર',માર્ચ ૨૩ ૨૦૦૮ નાં લેવાયેલું.
'ડિમોસ'નું રંગીન ચિત્ર' ફેબ્રુઆરી ૨૧, ૨૦૦૯ નાં લેવાયેલું.
'ફોબોસ'(ઉપર) અને 'ડિમોસ' (નીચે)નાં તુલનાત્મક ગ્રે સ્કેલ ચિત્ર.

બંન્ને ઉપગ્રહો ૧૮૭૭ માં 'અસાફ હોલ' (Asaph Hall) દ્વારા શોધી કઢાયેલા,અને તેમને ગ્રીક પુરાણકથાઓનાં પાત્રો, 'ફોબોસ' (ડર/આતંક) અને 'ડિમોસ' (ભય/ દહેશત), પરથી નામ આપવામાં આવ્યાં. જેમનાં પિતાનું નામ 'એરીસ' હતું,જે યુદ્ધનો દેવતા મનાય છે. 'એરીસ'ને પ્રાચિન રોમન લોકો મંગળ તરીકે પણ ઓળખતા હતા.

મંગળનાં બે ચંદ્રો ફોબોસ અને ડિમોસનીં શોધ,૧૮૭૭ માં, 'અસાફ હોલ' નામનાં ખગોળશાસ્ત્રીએ ઘણાં લાંબા સમયની શોધખોળ પછી કરેલી. જો કે તેમનાં હોવા વિશે પહેલાં પણ ધારણાઓ તો હતીજ.

પ્રાચિન માન્યતાઓ

ફેરફાર કરો

મંગળનાં ચંદ્રોની ધારણા 'હોલે' તેની શોધ કરી તે પહેલાથી કરવામાં આવી હતી. ખગોળશાસ્ત્રી 'જોહાનિસ કેપ્લરે'(૧૫૭૧-૧૬૩૦) (Johannes Kepler) તેમની સંખ્યા પણ સચોટ રીતે જણાવી આપી હતી, જો કે તેનો તર્ક ભુલભરેલો હતો: તેણે લખ્યું હતું કે પૃથ્વીને એક ચંદ્ર હોય અને ગુરુને ચાર જાણીતા ચંદ્ર (ત્યારે) હોય તો કુદરતી રીતે જ મંગળને બે ચંદ્ર હોવા જોઇએ.[]

કદાચ 'કેપ્લર'થી પ્રેરાઇને, 'જોનાથન સ્વિફ્ટ'નીં નવલકથા "ગુલિવર્સ ટ્રાવેલ" (૧૭૨૬) માં,ભાગ ૩,પ્રકરણ ૩ (લાપુતાની સફર)માં બે ચંદ્રનો ઉલ્લેખ કરાયો હોય, જેમાં લાપુતાનાં ખગોળશાસ્ત્રીઓ મંગળનાં બે ચંદ્રોની શોધનું વર્ણન કરે છે, જે અનુક્રમે ૩ અને ૫ માંગલીક વ્યાસનાં અંતરે (મંગળનાં વ્યાસનાં ૩ અને ૫ ગણાં), ૧૦ અને ૨૧.૫ કલાકમાં ભ્રમણ કરે છે. આ વર્ણન ફોબોસ અને ડિમોસનાં ખરેખરા ભ્રમણાંતર અને સમયને મળતું આવે છે, જે અનુક્રમે ૧.૪ અને ૩.૫ માંગલીક વ્યાસ,અને ૭.૬ અને ૩૦.૩ કલાક છે. જો કે સ્વિફ્ટનું વર્ણન એક યોગાનુયોગ જ હતું કારણકે તેમનાં સમયમાં હજુ એટલું સક્ષમ દૂરબીન (ટેલિસ્કોપ) શોધાયું ન હતું,જેના વડે ઉપગ્રહો શોધી શકાય.[]

'વોલ્તેર'ની ૧૭૫૦ ની નવલકથા "માઇક્રોમેગાસ", જે પરગ્રહવાસીઓની પૃથ્વીની મુલાકાત વિષે છે, તેમાં પણ મંગળનાં બે ચંદ્રોનું વર્ણન છે. 'વોલ્તર' સંભવતઃ 'સ્વિફ્ટ'થી પ્રભાવિત હતો.[]

 
'અસફ હોલ', મંગળનાં બે ચંદ્રોના શોધક.
 
મંગળનાં ચંદ્રોની શોધમાં વપરાયેલું 'ટેલિસ્કોપ'

હોલે ડિમોસની શોધ ઓગસ્ટ ૧૨,૧૮૭૭નાં રોજ ૦૭:૪૮ UTC સમયે અને ફોબોસની શોધ ઓગસ્ટ ૧૮,૧૮૭૭નાં રોજ, 'યુ.એસ.નૌસેના વેધશાળા'-વોશિંગ્ટન માં, ૦૯:૧૪ GMT સમયે કરેલી. (સમકાલિન સુત્રો,જેઓ ૧૯૨૫ પહેલાનાં ખગોળિય આચારમાં માને છે જેમાં દિવસ બપોરે ૧૨ વાગ્યે બદલાય છે, તેઓનાં અનુસાર શોધનો સમય અનુક્રમે ઓગસ્ટ ૧૧,૧૪:૪૦ અને ઓગસ્ટ ૧૭,૧૬:૦૬ (વોશિંગ્ટન સમય) ગણાય છે).[][][] જો કે આ પહેલાં ઓગસ્ટ ૧૦નાં રોજ પણ હોલને મંગળનાં ચંદ્રો નજરે પડેલાં,પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ તેમને પાકેપાયે ઓળખી શક્યા નહીં.

હોલે તેમની ફોબોસનીં શોધને પોતાની નોંધપોથીમાં નીચે પ્રમાણે નોંધી છે:[]

"ઓગસ્ટ ૧૧નીં રાત્રીની શરૂઆતમાં મેં વારંવાર ચકાસણી કરી, અને ફરીથી કશુંજ મળ્યું નહીં, પરંતુ થોડી કલાકો બાદ ફરી કોશિશ કરતાં મેં ગ્રહથી થોડે ઉતરમાં એક ઝાંખો પદાર્થ જોયો. નદી પરથી આવતા ધુમ્મસને કારણે મારી પાસે તેનું સ્થાન ચકાસવાનો પુરતો સમય ન હતો.તે ૧૧ તારીખનાં રાત્રીનાં ૨:૩૦ વાગ્યાનો સમય હતો. વાદળીયા વાતાવરણને કારણે થોડા દિવસનો વિક્ષેપ પડ્યો".
"ઓગસ્ટ ૧૫નાં હવામાન થોડું આશાસ્પદ લાગ્યું,હું વેધશાળામાંજ સુતો હતો.૧૧:૦૦ વાગ્યે આકાશ ગાજવીજ બાદ સાફ હતું અને શોધ કાર્ય શરૂ થયું. જો કે વાતાવરણ ખરાબ સ્થીતિમાં હતું અને મંગળ ચમકદાર અને અસ્થિર હોવાને કારણે તેની આસપાસ કશો પદાર્થ જોઇ શકાતો નહોતો, હવે જો કે આપણે જાણીયે છીએ કે તે સમયે ગ્રહની ખુબ નજીક હોવાથી તે અદ્રશ્ય લાગતો હતો".
"ઓગસ્ટ ૧૬નાં રોજ ફરીથી આ પદાર્થ ગ્રહની બાજુમાં જોવા મળ્યો, અને તે રાત્રીનાં નિરિક્ષણોએ બતાવ્યું કે તે પદાર્થ ગ્રહનીં સાથે ફરતો હતો,અને જો ઉપગ્રહ હોય તો, તેની વૃદ્ધિની નજીકનો હતો. આ સમય સુધી મેં વેધશાળામાં કોઇને પણ મંગળનાં ચંદ્રની મારી આ શોધ વિષે જણાવ્યું નહોતું,પરંતુ તા:૧૬ નાં આ નિરીક્ષણ પછી,રાત્રીનાં ૩:૦૦ વાગ્યા આસપાસ,વેધશાળા છોડતા પહેલાં, મારા મદદનીશ 'જ્યોર્જ એન્ડરસન'ને મેં આ કહ્યું અને તે પદાર્થ પણ બતાવ્યો,અને મેં ધાર્યું કે મેં મંગળનો ઉપગ્રહ શોધી કાઢ્યો છે. મેં તેને જ્યાં સુધી સંપૂર્ણ ખાત્રી ન થાય ત્યાં સુધી ચુપ રહેવા જણાવ્યું. ઓગસ્ટ ૧૭નાં ૧:૦૦ થી ૨:૦૦ ની વચ્ચે,જ્યારે હું મારા નિરીક્ષણમાંથી પરવાર્યો, પ્રોફેસર ન્યુકોમ્બ મારા ઓરડામાં તેનું ભોજન કરવા માટે આવ્યા અને મેં તેમને મારી મંગળ નજીકનાં ઝાંખા પદાર્થ વિષેની ગણતરીઓ બતાવી જે સાબિત કરતી હતી કે તે પદાર્થ ગ્રહની સાથેજ ફરતો હતો".
"ઓગસ્ટ ૧૭નાં રોજ જ્યારે બાહ્ય ચંદ્રનું નિરીક્ષણ ચાલુ હતું ત્યારે,આંતરીક ચંદ્ર પણ શોધી કઢાયો. તા:૧૭ અને ૧૮ નાં નિરીક્ષણો બાદ આ પદાર્થોનાં ગુણધર્મો શંકારહીત થઇ ગયા અને આ શોધની 'એડમિરલ રોજર્સ' દ્વારા જાહેરાત કરવામાં આવી".

આ નામ "ડિમોસ" અને "ફોબોસ", 'એટોન કોલેજ' (Eton College)નાં વૈજ્ઞાનિક, હેન્રી મેડને (Henry Madan) (૧૮૩૮–૧૯૦૧), 'ઇલયાડ' (Iliad)નાં પુસ્તક ૧૫ (Book XV)માંથી સુચવ્યા હતા. જેમાં એરિસ 'ભય' અને 'ડર'નેં હાજર થવા તેડું મોકલે છે.[]

જોનાથન સ્વિફ્ટ અને મંગળનાં ચંદ્રો

ફેરફાર કરો
 
મંગળનાં રાત્રીના આકાશમાં (Sagittarius) નક્ષત્રની પાશ્વભુમિમાં દેખાતા ડિમોસ (ડાબે) અને ફોબોસ (જમણે),આ ચિત્ર 'મંગળ નિરીક્ષણ વાહન' "સ્પીરિટે" (Spirit) તા:ઓગસ્ટ ૨૬, ૨૦૦૫ના રોજ લીધેલ છે.

મંગળનાં ચંદ્રો શોધાયા તેનાં ૧૫૦ વર્ષ પહેલાં, ઇ. સ. ૧૭૨૬ માં, જોનાથન સ્વિફ્ટે પોતાની નવલકથા 'ગુલિવર્સ ટ્રાવેલ્સ'માં, કાલ્પનિક રીતે મંગળનાં બે ચંદ્રોનો ઉલ્લેખ કર્યો હતો. સમાન રીતે 'વોલ્તરે' પણ ઇ. સ. ૧૭૫૨ માં પોતાની વાર્તા 'માઇક્રોમેગાસ'માં આ ઉલ્લેખ કરેલો. આ આગાહીની કદરરૂપે ડિમોસ પરનાં બે ખાડાઓને (craters) "સ્વિફ્ટ" અને "વોલ્તર" નામ આપવામાં આવેલ છે.

હાલનાં સર્વેક્ષણો

ફેરફાર કરો

વધુ ઉપગ્રહો શોધવા માટેનું શોધ અભિયાન હજુ ચાલુ છે.તાજેતરમાંજ 'સ્કોટ શેપર્ડ' અને 'ડેવિડ જેવિટ્ટ' દ્વારા અનિયમિત આકારનાં ચંદ્રોની શોધ માટે મંગળનાં "ચટ્ટાની ગોળા" (Hill sphere)ની મોજણી કરવામાં આવેલ. આ મોજણીમાં સંપૂર્ણ "ચટ્ટાની ગોળા"ને આવરી લીધેલ,પરંતુ મંગળનાં 'વેરવિખેર પ્રકાશ' (scattered light),અમુક આંતરિક ધ્રુવિય વિસ્તાર, (કે જ્યાં ફોબોસ અને ડિમોસ સ્થિત છે) ને બાદ કરતાં, ને કારણે કોઇ નવો ચંદ્ર મળેલ નથી.[]

 
મંગળ,ફોબોસ અને ડિમોસનું સાપેક્ષ કદ અને અંતર, પ્રમાણમાપ મુજબ

લાક્ષણિકતાઓ

ફેરફાર કરો

જ્યારે મંગળના વિષુવવૃત્ત પરથી જોવામાં આવે તો પૂર્ણ ફોબોસ પૃથ્વીથી દેખાતા ચંદ્ર કરતા ત્રીજા ભાગ જેટલો દેખાય છે. તેને ૮' ઉપસતો અને ૧૨' તેથી ઉપર એમ કોણીય વ્યાસ છે. મંગળના વિષુવવૃત્તથી દૂર જઈએ તેમ આ ઉપગ્રહ નાનો દેખતો જાય છે અને પ્રાય: તેના હિમાચ્છાદિત ધ્રુવોથી ક્ષિતિજથી પરે તે અદ્રશ્ય જ હોય છે. મંગળ પરના નીરીક્ષકને ડેમોસ એક તેજસ્વી તારા કે ગ્રહ જેવો, પૃથ્વીથી દેખાતા શુક્રથી થોડોક વધુ મોટો દેખાય છે. તે ૨'નો કોણીય વ્યાસ ધરાવે છે. તેની સરખામણીએ મંગળ પરથી સૂર્યનો કોણીય વ્યાસ લગભગ ૨૧' છે. આમ, મંગળ પર પૂર્ણ સૂર્ય ગ્રહણ ક્યારેય થતો નથી. તેના ચંદ્રો સૂર્યને પૂર્ણ પણે ઢાંકી શકવા માટે ખૂબ નાના છે. તેથી વિપરીત ફોબોસના પૂર્ણ ચંદ્ર ગ્રહણ મંગળ પર ઘણા સામાન્ય છે,લગભગ રોજ રાત્રે થાય છે. []. (આપણ જુઓ : Transit of Phobos from Mars અને Transit of Deimos from Mars ગ્રહણ જેવી ઘટનાઓ માટે).

ફોબોસ અને ડેમોસનું ભ્રમણ આપણા ચંદ્ર કરતાં ઘણું ભિન્ન છે. વેગવાન ફોબોસ માત્ર ૧૧ કલાકમાં પશ્ચિમે ઊગીને પૂર્વમાં આથમે છે જ્યારે ડેમોસ સમ-કાલીય કક્ષાથી જરાક બહાર હોવાથી ધાર્યાપ્રમાણે પૂર્વેથી ઉગે છે પણ ઘણો ધીમે. તેની ૩૦ કલાકની કક્ષા છતાં તેને પશ્ચિમમાં આથમવા માટે ૨.૭ દિવસ જેટલો સમય લાગે છે કેમકે તેનું ભ્રમણ મંગળના ભ્રમણ કરતાં ધીમું છે. મંગળના બનેં ચંદ્રો ભરતીજનીક બંધે બંધાયેલા છે, આથી હમેંશા તેની એક જ બાજુ મંગળ તરફ રહે છે. ફોબોસની મંગળની પ્રદક્ષિણા કરવાની ઝડપ મંગળના પોતાની પરિભ્રમણની ઝડપ કરતાં વધુ છે આથી ભરતીજન્ય બળ થકી ધીરે ધીરે તેને કક્ષીય ત્રિજ્યામાં સતત ઘટાડો થતો રહે છે. ભવિષ્યમામ્ એક સમયે ફોબોસ મંગળની એટલો નજીક આવી જશે (જુઓ : Roche limit) કે આ ભરતીજન્ય બળથી ફોબોસ તૂટી જશે.[૧૦]. મંગળની સપાટીપર ઊલ્કાપાતના અમુક રૈખીક અવશેષો દેખાઈ આવ્યાં છે. જેમ જેમ વિષુવવૃત્તથી દૂર જઈએ તેમ્ તેમ તે અવશેષો વધુ ને વધુ પુરાણા ઉલ્કાપાતના જણાઈ આવે છે. આ પરથી એવું અનુમાન કરવામાં આવે છે કે મંગળના અન્ય પણ નાના ચંદ્રો હોવા જોઈએ જેમનું ભૂતકાળમાં તેજ આશય થયું હોઈ શકે જે ફોબોસનો થવાનો અંદેશો છે અને આ ઘટના થી મંગળની સપાટી સમગ્ર ફરી ધ્રુવ તરફ સરકી જાય. [૧૧]. ડિમોસની તેની કક્ષામાં મંગળથી પૂરતા પ્રમાણમાં દૂર છે અને આપણા ચંદ્રની જેમ તે પણ મંગળથી દૂર અને દૂર સરકતો જાય છે.

ભ્રમણકક્ષાનીં વિગતો

ફેરફાર કરો
નામ ચિત્ર વ્યાસ (કિ.મી.) દળ (કિ.ગ્રા.) અર્ધ પ્રમુખ
ધરી (કિ.મી.)
ભ્રમણ
સમય (કલાક)
સરેરાશ ચંદ્રોદય
સમય (કલાક, દિવસ)
ફોબોસ
 
૨૨.૨ કિ.મી.
(૨૭×૨૧.૬×૧૮.૮)
૧.૦૮×1016 ૯ ૩૭૭ કિ.મી. ૭.૬૬ ૧૧.૧૨ ક. (૦.૪૬૩ દિ.)
ડિમોસ
 
૧૨.૬ કિ.મી.
(૧૦×૧૨×૧૬)
×1015 ૨૩ ૪૬૦ કિ.મી. ૩૦.૩૫ ૧૩૧ ક. (૫.૪૪ દિ.)
  1. ૧.૦ ૧.૧ MathPages - Galileo's Anagrams and the Moons of Mars સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન.
  2. William Sheehan, The Planet Mars: A History of Observation and Discovery સંગ્રહિત ૨૦૦૪-૦૭-૦૫ ના રોજ વેબેક મશિન
  3. "Notes: The Satellites of Mars". The Observatory, Vol. 1, No. 6. September 20, 1877. પૃષ્ઠ 181–185. મેળવેલ September 12, 2006.
  4. Hall, A. (October 17, 1877, signed September 21, 1877). "Observations of the Satellites of Mars". Astronomische Nachrichten, Vol. 91, No. 2161. પૃષ્ઠ pp. 11/12–13/14. મેળવેલ September 12 ,2006. |pages= has extra text (મદદ); Check date values in: |access-date= and |date= (મદદ)
  5. Morley, T. A.; A Catalogue of Ground-Based Astrometric Observations of the Martian Satellites, 1877-1982, Astronomy and Astrophysics Supplement Series (ISSN 0365-0138), Vol. 77, No. 2 (February 1989), pp. 209–226 (Table II, p. 220: first observation of Phobos on 1877-08-18.38498)
  6. "The Discovery of the Satellites of Mars". Monthly Notices of the Royal Astronomical Society, Vol. 38, No. 4. February 8, 1878. પૃષ્ઠ pp. 205-209. મેળવેલ September 12 ,2006. |pages= has extra text (મદદ); Check date values in: |access-date= (મદદ)
  7. Hall, A. (March 14, 1878, signed February 7, 1878). "Names of the Satellites of Mars". Astronomische Nachrichten, Vol. 92, No. 2187. પૃષ્ઠ 47–48. મેળવેલ September 12 ,2006. Check date values in: |access-date= and |date= (મદદ)
  8. Astron. J., 128, 2542-2546 (2004)
  9. Moon Shadows: "Somewhere near the martian equator, Phobos eclipses the sun nearly every day."
  10. In 100 million years or so Phobos will likely be shattered by stress caused by the relentless tidal forces, the debris forming a decaying ring around Mars.
  11. "New Map Provides More Evidence Mars Once Like Earth: "… the new map shows evidence of features, transform faults, that are a "tell-tale" of plate tectonics on Earth."". મૂળ માંથી 2012-09-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-30.