મેઘપુર
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
મેઘપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા વ્યારા તાલુકાનું ગામ છે. મેઘપુર ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન, પંચાયતઘર, દૂધની ડેરી તથા દુધ શીત સંગ્રહ કેન્દ્ર વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને નોકરી જેવાં કાર્યો કરે છે. જેમાં મુખ્ય વ્યવ્સાય દુધનો છે. ગામની સરેરાશ માથાદીઠ આવક રુપિયા ૪૫૫ થી ૫૬૦ જેટલી છે. આ ગામની વસ્તી આશરે ૨૫૦૦ જેટલી છે. ડાંગર, જુવાર, મગફળી, તરબૂચ અને શાકભાજી આ ગામનાં મુખ્ય ખેત-ઉત્પાદનો છે.
મેઘપુર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°06′37″N 73°23′49″E / 21.110209°N 73.396993°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
તાલુકો | વ્યારા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ડાંગર, જુવાર, કેરી, શાકભાજી |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |