રાનવેરી (વાલોડ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

રાનવેરી (વાલોડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા વાલોડ તાલુકામાં આવેલું એક ગામ છે. રાનવેરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કેળાં, ડાંગર, શેરડી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

રાનવેરી
—  ગામ  —
રાનવેરીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°02′57″N 73°15′37″E / 21.049117°N 73.260319°E / 21.049117; 73.260319
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો વાલોડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, શેરડી, કેરી, પપૈયાં,

કેળાં, શાકભાજી


આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામ વાપીથી શામળાજી જતા રાજ્ય ધોરીમાર્ગ નં. ૫-અ પર તાલુકા મથક વાલોડ અને બાજીપુરા વચ્ચે આવેલું છે. આ ગામ જિલ્લા મથક વ્યારાથી ૨૦ (વીસ) કિલોમીટર તેમજ વાલોડથી ૩ (ત્રણ) કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.