વાજપુર (તા. સોનગઢ)

ગુજરાતના સોનગઢ તાલુકાનું એક ગામ

વાજપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા સોનગઢ તાલુકાનું ગામ છે. વાજપુર ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.

વાજપુર
—  ગામ  —
વાજપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°20′49″N 73°44′29″E / 21.346874°N 73.741310°E / 21.346874; 73.741310
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો સોનગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

વાજપુર ગામનો જૂનો વિસ્તાર હાલના સમયમાં ઉકાઇ બંધના સ્ત્રાવ વિસ્તારમાં આવતું હોઈ ડુબાણમાં ગયેલ છે. વર્તમાન સમયમાં આ ગામના વિસ્થાપિતોને બોરદા ગામ નજીક સ્થાપિત કરવામાં આવેલ છે. ડુબાણમાં ગયેલા ગામના વિસ્તારમાં ગાયકવાડના સમયનો સોનગઢ તાબાનો એક કિલ્લો પણ હતો, જે વાજપુરનો કિલ્લો અથવા જામલીનો કિલ્લો તરીકે ઓળખાતા હતા.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. "સોશિયલ મીડિયા પર જાંબલીનો કિલ્લો પૂરો દેખાતો થયાની અફવા". divyabhaskar. ૨૫ જુન ૨૦૧૬. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૮. Check date values in: |date= (મદદ)