સ્વાગત!ફેરફાર કરો

પ્રિય Nikunj3121994, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૨:૪૮, ૨ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]

લાલ કડીઓફેરફાર કરો

મિત્ર, પ્રથમ તો ઉત્સાહભેર યોગદાન બદલ આભાર. યોગદાન આપતા રહેશો. બીજું કે, વિકિ પર જે લેખ હાલ ઉપસ્થિત હોય તેની જ લિંક (---- દ્વારા) આપવા વિનંતી. લેખ ઉપસ્થિત ન હોય ત્યારે અપાયેલી લિંક વાળો શબ્દ/શબ્દ સમુહ લાલ રંગે દેખાશે, જે અયોગ્ય ગણાય છે. (જો કે અહીં અન્યત્ર ઘણી લાલકડીઓ દેખાશે પણ એ હટાવવા માટે સ્વયંસેવકો ઓછા છે એથી એમાં વધારો ન કરાય તો સારું). આથી માત્ર ઉપસ્થિત અથવા તુરંત લેખ બનાવવા ઇચ્છતા હો તેવા જ શબ્દને લિંક આપવી. અન્ય વિકિના લેખ ભાષાંતર કરીને કે ભાષાંતર થયેલા ભાગ જેટલા જ અહીં મુકશોજી. આપે બે લેખ જરાપણ ભાષાંતર વગર મુક્યા તેમ ન કરતાં શક્ય તેટલું વધુ ભાષાંતર કરીને મુકશોજી. આભાર -અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૩, ૪ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]


ભાઈબીજફેરફાર કરો

મિત્ર, પ્રથમ તો ઉત્સાહભેર યોગદાન બદલ આભાર. યોગદાન આપતા રહેશો. બીજું કે, વિકિ પર જે લેખ હાલ ઉપસ્થિત હોય તે જ નામનો જોડણીમાં જરા-તરા ફેરફાર હોય એવો લેખ ન બનાવવા વિનંતિ. હયાત લેખને મઠારીને વધારશો તો આપણને સહુને કામ કર્યાનો સંતોષ મળશે. આભાર. Aniket (ચર્ચા) ૧૮:૩૯, ૨૯ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]

મિત્ર, આપ એ રદ્દીકરણને એ રીતે ઉલટાશો નહી. આપને આપના વિચારો કે મુદ્દાઓ રજુ કરવાની તક એ જ પૃષ્ઠ પર ચર્ચાના મથાળા નિચે રજુ કરી શકાશો. આભાર. -- Aniket (ચર્ચા) ૧૯:૧૯, ૨૯ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]

સંપાદન બદલ ધન્યવાદફેરફાર કરો

આપે તાજેતરમાં કરેલાં સંપાદનો બદલ હાર્દિક ધન્યવાદ. કેટલુંક લખાણ વિકિલાયક ન હોય કે કેટલુંક જરૂરી ફેરફાર યોગ્ય હોય છે તે અન્ય મિત્રો આપને ધ્યાને લાવતા કે સુધારી લેતા હોય છે. આપ તે સુધારાઓનો પણ અભ્યાસ કરી વધુ ઉત્તમ યોગદાન આપી શકો છો. એકંદરે આપે ઘણું સરસ સંપાદન કાર્ય કર્યું છે. આપનું અમુલ્ય યોગદાન આપતા રહેશો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૫, ૨૯ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]

મશિન ભાષાંતર અર્થપૂર્ણ નથી હોતુંફેરફાર કરો

મિત્ર, તમે ઘણાં બધાં લેખમાં ઉમેરો કરો છો તેનો અભ્યાસ કરતાં જણાય છે કે તે "ટ્રાન્સલેશન ટૂલ્સ" દ્વારા કરાયેલું "નબળું કે અર્થપૂર્ણ નહિ" તેવું ભાષાંતર છે. ભાષાંતર સાધનના ઉપયોગથી ભાષાંતરમાં સહાય મળે છે પણ તેને બેઠેબેઠું મુકી દેવાથી અર્થપૂર્ણ બનતું નથી. જાતે ફેરફાર કરવા જરૂરી હોય છે. આવા મશિન ભાષાંતર વાળા ઉમેરાઓ કોઈ સુધારતું નથી. (ઓછી સંખ્યામાં કે કવચિત જ હોય તો વળી સુધારાય પરંતુ જથ્થાબંધ તો નહિ જ !) તો કાં તો એને અર્થપૂર્ણ રીતે લખો અથવા તે હટાવાશે.
ઉદા: તમે એક લેખમાં ઉમેરેલ લખાણનો ભાગ - "...ડોકટરોએ જણાવ્યું હતું કે નુકસાનથી સંકેત આપવામાં આવ્યો છે કે મૂર્ખામી પદાર્થ (લોખંડની લાકડી હોવાનું શંકા છે) ઘૂંસપેંઠ માટે ઉપયોગમાં લેવાય છે..." - આ પ્રકારની વાક્યરચનથી શું સમજાય છે ? આથી કૃપયા ભાષાંતર અર્થસભર બને તેમ કરવું, ભાષાંતર સાધનોની મર્યાદાઓ જાણીને કરવું. આપણે માત્ર પાનાઓ ભરવા નથી, ટુંકું ભલે હોય પણ અર્થપૂર્ણ રીતે વિષયને ન્યાય આપતું લખાણ જરૂરી છે. અન્ય સૂચન, લેખમાં થતા દરેક નાના ફેરફારને (તમારા દ્વારા થયેલા બધા ફેરફાર એ વર્ગમાં આવશે) "પ્રકાશિત" કરતા પહેલાં તેની ઉપર "આ એક નાનો સુધારો છે" એવું ચોકઠું હશે તે જરૂર ટીક કરો. જેથી કરી અન્ય સભ્યોને, ચકાસણીકારોને, સવલતા રહે. ધ્યાન આપવા વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૪૧, ૩૦ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]

તેમ છતાંય સભ્યશ્રીએ ઉપરોક્ત નોંધ લીધી નથી. અશોકભાઇ, આ બાબતે ઘટતું કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૩૨, ૩૧ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]

સંપાદનો ’પાછા વાળવા’ વિશેફેરફાર કરો

મિત્ર, આપનાં કેટલાંક સંપાદનો ’પાછા વળાયા’, આપે તેને ફરી ’પાછા વાળ્યા’, અને તેને વધુ એક વખત ’પાછા વળાયા’ ! આ વારંવાર થયા પાછળ કોઈ વિકિમિત્રની અંગત માન્યતાઓ કે નથી હોતી એ ધ્યાને લેશોજી. જ્ઞાનકોશ અમુક રીતે લખાતો હોય છે, (જો કે છતાં પણ ક્યાંક અજાણતા ક્ષતિઓ રહેતી હોય છે જે ધ્યાને આવતા સુધારાતી હોય છે) એટલે અમુક લેખોમાં અમુક શબ્દ સમુહો કે વાક્ય રચનાઓ અર્થપૂર્ણ ન જણાતી હોય નથી લખાતી. ઉદા.રૂપે ગુજરાતી પાના પર શા માટે ચોક્કસ લખાણ જ રાખવું તેની ચોખવટ તેના ચર્ચાના પાને આપી છે. અન્ય એક ઉદા. જણાવું તો, દાયકો પાના પરનું લખાણ - "વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૦ વચ્ચેના વર્ષગાળાને દાયકો કહેવાય છે." - એવું સૂચિત કરે કે, (માત્ર, માત્ર !) ૨૦૧૧ અને ૨૦૨૦ વચ્ચેના વર્ષગાળાને જ "દાયકો" કહેવાય ! (અર્થાત, શું ૨૦૦૧-૨૦૧૦ કે ૨૦૨૧-૨૦૩૦ ના ગાળાને દાયકો ન કહેવાય ?!) તો આ "વિવિધભાષી" પ્રકલ્પ હોય અન્ય ભાષીઓ કે દેશવાસીઓ કે સંસ્કૃતિ કે સમજ ધરાવતા મિત્રો સમજવામાં થાપ ખાઈ શકે. જો કે આવું લખાણ "વધુ સમજણાર્થે" રાખી શકાય. પણ એ સ્પષ્ટપણે સમજાય તેમ હોવું જોઈએ (જુઓ આ જ લેખનું અંગ્રેજી પાનું). બીજું, આપ અગાઉની સૂચના પ્રમાણે ’નાના ફેરફારો’ને ચિહ્નિત કરો તેવી વિનંતી છે. આશા છે હું આપને યોગ્ય ખુલાશો આપી શક્યો હોઉં. વધુ માટે અહીં લખી શકો છો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૫૯, ૨૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for votersફેરફાર કરો

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.