સરવૈયા ભારતની રાજપૂત જ્ઞાતિ છે, જેઓ મુખ્યત્વે ગુજરાતમાં વસેલા છે. તેઓ ચંદ્રવંશી/યદુવંશી છે રાજપૂત છે અને અંબા-ભવાની કુળદેવી તરીકે અને આઈ ખોડિયાર ને સહાયક કુળદેવી તરીકે માને છે.[૧]

ઇતિહાસ ફેરફાર કરો

સરવૈયા ઓ જૂનાગઢ પર ના ચુડાસમા રાજવંશ ની શાખા છે. આરબો દ્વારા મૈત્રકોની રાજધાની વલભીનો ભંગ થયા બાદ ચંદ્રચૂડે ઈ.સ. ૮૭૫ માં વંથલીમાં ગાદી સ્થાપી. ચંદ્રચૂડ (ઈ.સ. ૮૭૫-૯૦૭) પછી રાજા મૂળરાજ (ઈ.સ. ૯૦૭-૯૧૫), વિશ્વવરાહ (ઈ.સ. ૯૧૫-૯૪૦), રા' ગ્રહરિપુ (ઈ.સ. ૯૪૦-૯૮૨), રા' કવાંટ (ઈ.સ. ૯૮૨-૧૦૦૩), રા' દિયાસ (ઈ.સ. ૧૦૦૩-૧૦૧૦), રા' નવઘણ (ઈ.સ. ૧૦૨૫-૧૦૪૪), રા' ખેંગાર (ઈ.સ. ૧૦૪૪-૧૦૬૭), રા' નવઘણ દ્વિતીય (ઈ.સ. ૧૦૬૭-૧૦૯૮) થયા.

રા' નવઘણ દ્વિતીય ના ચાર પુત્રો પૈકી રાયઘણ જી ને ભડલી જાગીર આપી જેમણે ચુડાસમા શાખા ચાલુ રાખી, છત્રસાલજી ને સરવા ની જાગીર મળી જે પરથી તેમના વંશજો સરવૈયા કહેવાયા, દેવઘણજી ના વંશજો ચુડાસમા લાઠીયા શાખા ગણાય છે અને સૌથી નાના પુત્ર રા' ખેંગાર ને જૂનાગઢ ની ગાદી મળી, જેમના વંશજો આગળ જતા રાયજાદા કહેવાયા.

અમરેલી પંથક સરવૈયા ના હસ્તક હતો જે છીનવાઈ જતા જેસોજી અને વેજોજી નામના બે ભાઈઓ કાકા ગેંગદાસને ગુરૂપદે સ્થાપી બહારવટે ચડ્યા, એ અરસા માં જૂનાગઢ નો તખ્તપલટો થયો, મહમદ બેગડા સામેના યુદ્ધ માં અંતિમ ચુડાસમા રાજવી રા' મંડલીક વિરગતી પામ્યા અને બંને સરવૈયા ભાઈઓએ મુઘલ સલ્તનત સામે મોરચો માંડી અમદાવાદ સુધી રંજાડ મચાવી. જેથી હાર માની મહંમદે બહારવટું પાર પાડી ચોક હાથસણી જેવા તાલુકાઓની જાગીર પુનઃ સોંપી. ત્યારબાદ જેસોજી એ જેસર વસાવ્યું અને હાથસણીમાં વેજોજી રહ્યા.[૨][૩] સરવૈયા નાં ગામો વાળાંક પંથક પાલીતાણા અને તળાજા જુની (મોટી) કામળોલ,નવી કામળોલ,છાપરી,સાંગાણા, ઉંડ સરવૈયાવાડ કહેવાય છે. ઉપલેટા પાસે પણ સરવૈયાના ગામો છે અને કચ્છમાં પણ સરવૈયાનું વિંગાબેર ગામ છે. ગીર માં આવેલ વેજલકોઠો પુરાતત્વવિદો માટે અગત્ય નો વિષય છે જે વેજોજી એ બંધાવેલ મનાય છે. વેજલકોઠામાંથી બંને ભાઈ ઓ એ બહારવટું ખેડયું હતું.

અખંડ ભારતનાં નિર્માણમાં સરદાર પટેલના આહવાન સમયે રાણપરડા, પસવી, જેસર વગેરે સરવૈયાઓના જાગીરી ગામો ભારત સંઘરાષ્ટ્રમાં ભળી ગયા.

સંદર્ભ ફેરફાર કરો

  1. People of Gujarat (Part III) (અંગ્રેજીમાં). XXII. Popular Prakashan. 2003. ISBN 978-81-7991-106-8.
  2. Gujarat (India) (1972). Gujarat State Gazetteers: Amreli (અંગ્રેજીમાં). Directorate of Government Print., Stationery and Publications, Gujarat State.
  3. Gazetteer of the Bombay Presidency (Bombay State) India (અંગ્રેજીમાં). Government Central Press. 1884.