સુરત ઝરી ક્ળા એ ભારતના ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનું એક કાપડ ઉત્પાદન છે. આ કાપડ સોના, ચાંદી અથવા તાંબાના મિશ્રણવાળા રેશમ અને કપાસના તારથી વણવામાં આવે છે. [] ઝરીના દોરાનો ઉપયોગ સામાન્ય રીતે રેશમી કાપડમાં વણાટ દરમ્યાન કલાત્મક ભાત (ડિઝાઇન) બનાવવા માટે થાય છે. [] કાપડ ઉદ્યોગ અને હસ્તકલા ઉદ્યોગમાં આ ઝરીનો વ્યાપક ઉપયોગ થાય છે. સુરત ઝરીને કાપડના વણાટાકામ સમયે અથવા હાથથી ભરતકામ દરમ્યાન વાપરવામાં આવે છે. અહીંની ઝરીનો ઉપયોગ વારાણસી અને ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ વગરે સ્થળોના કાપડ ઉદ્યોગો દ્વારા કરવામાં આવે છે. વારાણસીમાં બનેલી બનારસી સાડીઓ અને દક્ષિણ ભારતની કાંજીવરમ સાડીઓ સૂરત ઝરીનો વ્યાપક ઉપયોગ કરે છે.

સુરત ઝરી કળા
ભોગોલિક સૂચકાંક
ઝરીકામ ધરાવતી સાડી
વર્ણનસુરત જિલ્લાની ઝરી ધરાવતી કળા
પ્રકારવસ્ત્ર પરની કળા
ક્ષેત્રસુરત
દેશભારત
નોંધણીકૃત૨૦૧૦
પદાથરેશમી કપડા પર સોન અને રૂપાના તાર

સુરતમાં બનાવેલી ઝરીઓ બે પ્રકારની છે - વાસ્તવિક ધાતુની ઝરી જે સોના અને અન્ય શુદ્ધ ધાતુઓની બનેલી અથવા ઈમિટેશન ઝરી જે પ્લાસ્ટિક સાથે ઝરી વણી બનાવાય છે. []

ઝરી નિર્માણ કેન્દ્રો દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ભૌગોલિક ક્ષેત્રમાં આવેલા છે જેનો વ્યાપ 20°47′00″N 72°21′00″E / 20.78333°N 72.35000°E / 20.78333; 72.35000 અને 21°34′00″N 74°20′00″E / 21.56667°N 74.33333°E / 21.56667; 74.33333 વચ્ચે ફેલાયેલો છે. આ જિલ્લો ઉત્તરમાં ભરૂચ જિલ્લા દ્વારા, દક્ષિણમાં નવસારી જિલ્લા દ્વારા, પૂર્વમાં તાપી જિલ્લા દ્વારા અને પશ્ચિમમાં અરબી સમુદ્ર દ્વારા સીમાંકિત થયેલો છે. જો કે, ઝરી બનાવનારા એકમોમાંથી ૯૫% સુરત શહેરમાં જ આવેલા છે. [] સુરત શહેરની અંદર, ગોપીપુરા, મહિધરપુરા, નવાપુરા, સાગરામપુરા, સૈયદપુરા, રામપુરા, ઉધના અને વાડીફાલીયા જેવા ઉપનગરો ઝરીના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. []

ઝરી બનાવવાની શરૂઆત વિષે ચોક્કસ જાણકારી ઉપલબ્ધ નથી. તેમ છતાં, કેટલાક પ્રાચીન હિન્દુ સાહિત્ય જેવા કે રામાયણ, મહાભારત અને ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ છે. પ્રાચીને ઇતિહાસમાં ત્રીજી સદી પૂર્વેના મેગૅસ્થનીસ સંબંધિત પ્રાચીન ઐતિહાસિક લેખનોમાં સોનાના બનેલા કાપડનો ઉલ્લેખ છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન આ કાપડ સુરતમાં લોકપ્રિય થયું હતું અને શહેરને "ઝરી શહેર" તરીકે પણ ઓળખાતું હતું. મોગલ સમયગાળા દરમિયાન, ઝરી વડે કરેલું ભરતકામ જાણીતું હતું. પહેલાના સમયમાં સુરત માર્ગે મક્કા જનારા યાત્રાળુઓમાં તે લોકપ્રિય બન્યું હતું. સોના-ચાંદીના દોરા અને તેનાથી સંબંધિત ઉત્પાદનોની નિકાસ સુરતથી કેટલાક વિદેશોમાં કરવામાં આવી હતી. બ્રિટીશ શાસનના સમયગાળામાં ઝરી ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, પરંતુ ફ્રાન્સની સરખામણીમાં તે ઝરી બીજા ક્રમે આવતી કેમકે તેમણે કાપડ મશીનો ઉપયોગ કરીને ઝરીનું ઉત્પાદન કર્યું હતું. જો કે, પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાન્સના ઉદ્યોગનું વર્ચસ્વ ઘટ્યું હતું, જેનો ફાયદો સુરતના ઝરી ઉદ્યોગને મળ્યો હતો. []

૧૯ મી સદી પહેલાં સોનું, ચાંદી, વગેરે વાપરી ઝરી બનાવવામાં આવતી જેને "સાચી ઝરી" કહે છે સ્થાનિક લોકો તેને "પાસા" કહે છે. આ પ્રક્રિયામાં ચાંદીને સોનાનું પાણી ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ જુદા જુદા ગેજના ઝીણા તાર ખેંચવામાં આવતા છે, સ્થાનિક રીતે તેને "બાદલા" તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર બાદ તેને શુદ્ધ રેશમના દોરા ઉપર વણી ઝરી બનાવવામાં આવે છે. ૧૯ મી સદી સુધી આ પદ્ધતિમાં કોઈ બદલાવ આવ્યો નહીં. વીસમી સદીમાં ચાંદીના તાર ખેંચનાર કાપડ મશીનરીની રજૂઆત અને ભારતમાં શોધાયેલ રબ્બી ડાઈના ઉપયોગથી આધુનિકરણ પ્રચલિત બન્યું. બીજા વિશ્વ યુદ્ધ પછી નકલી ઝરી બનાવવાની પણ શરૂઆત થઈ. ઈ.સ. ૧૯૭૦ માં આધાર મેટલને બદલે પ્લાસ્ટિક વાપરવાની શરૂઆત થઈ. []

એક સર્વેક્ષણ અનુસાર સુરતમાં લગભગ ૫૦૦ જેટલા ઉત્પાદન એકમો ઉપરાંત ૩૦૦૦ ઘરગથ્થુ એકમો છે જેઓ ત્રણ પ્રકારની ઝરીનું ઉત્પાદન કરે છે જેમ કે - અસલી ઝરી, નકલી જરી અને પ્લાસ્ટિક ઝરી. []

ઉત્પાદન વિગતો

ફેરફાર કરો

ઝરી ઉદ્યોગ તેના એકમોમાં શુદ્ધ અથવા વાસ્તવિક ઝરી અને નકલી (ઈમીટેશન) ઝરીનું ઉત્પાદન કરે છે. તેની ઉત્પાદન પ્રક્રિયામાં જરીના પ્રકાર અનુસાર કાચી સામગ્રી પર વિવિધ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે. કાચી સામગ્રીમાં તાંબુ, સોના, ચાંદી, શુદ્ધ રેશમ, આર્ટ સિલ્ક, પોલિસ્ટર, વિસ્કોસ અને સુતરાઉ કાપડના દોરાઓ અને પોટેશિયમ સાયનાઇડ, ઓક્સિટોલ, સાયક્લો હેક્ઝનન અને વિવિધ પ્રકારનાં રંગ આદિ વાપરવામાં આવે છે. અસલી ઝરીનું ઉત્પાદન એ છ-તબક્કાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા "બદલા" તરીકે ઓળખાતા સપાટ ચાંદીના તાર ઉત્પન્ન કરે છે, જેને પછી આર્ટ-સિલ્ક અથવા કપાસના દોરા પર અથવા વાઈન્ડીંગ મશીનની સહાયથી વણવામાં આવે છે, જેના પરિણામ રૂપે ચાંદેરી રંગના “રૂપેરી ઝરી દોરા” તૈયાર થાય છે. તે પછી "સોનેરી ઝરી" બનાવવા આ ઝરીને ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્લાન્ટમાં સોનાના સોલ્યુશનમાં બોળવામાં આવે છે, અને ત્યાર બાદ તેનું વેચાણ થાય છે. []

નકલી ઝરીના કિસ્સામાં પણ ઉત્પાદન પ્રક્રિયા છ તબક્કાની હોય છે પરંતુ તેમાં તાંબાના તાર વાપરવામાં આવે છે. છઠ્ઠા તબક્કે ઉત્પના થનાર તાર ચમકતી ઝરી સ્વરૂપે હોય છે જેને "રીલ પર અથવા હાથ ચરખા પર 5 ગ્રામથી 10 ગ્રામના નાના ગોટા રૂપે તૈયાર કરવામાં આવે છે". સ્થાનિક રીતે બનાવેલા તાર ખેંચનાર મશીનો દ્વારા તારને ખેંચવામાં આવે છે. ત્યાર બાદ ઈલેક્ટ્રોપ્લેટીંગ (આયનીકરણ) દ્વારા ચાંદીનું પાણી ચઢાવવામાં આવે છે ત્યાર બાદ રુબી ડાઇ માંથી પસાર કરી જોઈતી જાડાઈના તાર મેળવવામાં આવે છે. આ તારને ચપટા કરવામાં આવે છે અને પછી તેને કોટન કે રેશમના તાંતણામાં વણવામાં આવે છે આ રીતે વણાયેલા દોરાને "નકલી અથવા હાફ-ફાઇન ઝરી થ્રેડ" કહે છે. []

આ ક્ષેત્રની ભૂ-આબોહવાની પરિસ્થિતિઓ, ચાંદીની ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા, વપરાયેલી સામગ્રીઓ, સ્વદેશી મશીનરીના પ્રકારનો સ્વીકાર અને કારીગરોની કુશળતાને લીધે વિશ્વમાં, "ચમકતા સુરતી ઝરી દોરા અને ઝરી ભરતકામ સામગ્રીઓ"ને વિશ્વભરમાં અજોડ માનવામાં આવે છે. " []

ભૌગોલિક સંકેત

ફેરફાર કરો

સુરત ઝરી કળાને ભારત સરકારના ભૌગોલિક સૂચકાંકો (નોંધણી અને સુરક્ષા) અધિનિયમ (જી. આઈ. એક્ટ) ૧૯૯૯ હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યા છે. તેને "સુરત ઝરી ક્રાફ્ટ" શીર્ષક હેઠળ પેટન્ટ ડિઝાઇન અને ટ્રેડમાર્ક્સના કંટ્રોલર જનરલ દ્વારા નોંધવામાં આવેલ છે અને બાગાયતી વસ્તુ તરીકે વર્ગ ૩૧ હેઠળ જી. આઈ. એપ્લિકેશન નંબર ૧૩૧ પર નોંધાયેલું છે. [] ૨૦૧૦ માં જી. આઈ. ટેગને મંજૂરી આપવામાં આવી હતી. [] ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફ. આઇ. સી. સી. આઈ.) ના જણાવ્યા અનુસાર જી. આઈ.નો દરજ્જો સુરતના ઝરી ક્રાફ્ટ સાથે સંકળાયેલા ૧,૫૦,૦૦૦ હિસ્સેદારોને લાભ આપશે છે. []

ગુણવત્તા નિયંત્રણ

ફેરફાર કરો

હસ્તકલા વિભાગ, ગુજરાત સરકાર અને ભારત સરકારના વિકાસ કમિશનર (હસ્તકલા) ગુણવત્તા નિયંત્રણ સાથે સંકળાયેલા એજન્સીઓ છે. []

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ "Geographical Indications Journal No. 35" (PDF). Surat Zari Craft Surat Zari Craft. Government of India Controller General of Patents Designs and Trademarks. 4 June 2010. પૃષ્ઠ 22–29. મૂળ (pdf) માંથી 9 ઑગસ્ટ 2013 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2016. Check date values in: |archive-date= (મદદ) સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "Number" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Surat's rich Zari craft gets Geographical Indication status". Hindustan Times. 22 November 2012. મેળવેલ 5 March 2016.
  3. ૩.૦ ૩.૧ Thomas, Melvyn Reggie (31 May 2013). "Surti zari set for global presence". Times of India. મેળવેલ 5 March 2016.