હરગોવિંદદાસ કાંટાવાલા
રાવ બહાદુર હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાલા (૧૬ જુલાઈ ૧૮૪૪ - ૩૧ માર્ચ ૧૯૩૦) એ એક ભારતીય, ગુજરાતી ભાષાના લેખક, સંપાદક અને બ્રિટીશ ભારતના સંશોધક હતા. તેઓ મધ્યયુગીન ગુજરાતી સાહિત્ય પરના સંશોધન અને સંપાદન કાર્યો માટે જાણીતા છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનના પ્રમુખ હતા.
રાવ બહાદુર હરગોવિંદદાસ કાંટાવાલા | |
---|---|
હરગોવિંદદાસ કાંટાવાલા | |
જન્મ | હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાલા ૧૬ જુલાઈ ૧૮૪૪ ઉમરેઠ, ખેડા જિલ્લો, ગુજરાત, બ્રિટિશ રાજ |
મૃત્યુ | ૩૧ માર્ચ ૧૯૩૦ |
વ્યવસાય | લેખક, સંપાદક અને સંશોધક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | બ્રિટિશ રાજ, ભારત |
જીવનચરિત્ર
ફેરફાર કરોહરગોવિંદદાસ કાંટાવાલાનો જન્મ ૧૬ જુલાઈ ૧૮૪૪ ના રોજ બ્રિટીશ ભારત હેઠળના ગુજરાતના ખેડા જિલ્લામાં (હાલ ખેડા) ના ઉમરેઠમાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી, અને પછી મુખ્ય શિક્ષક બન્યા. ત્યાર બાદ તેઓ કલેક્ટર કચેરીમાં કારકુન બન્યા હતા. આગળ જઈ તેઓ સહાયક નાયબ શૈક્ષણિક નિરીક્ષક, અને ત્યારબાદ રાજકોટની શિક્ષક તાલીમ કૉલેજના આચાર્ય તરીકે નિયુક્ત થયા હતા. તેમણે ૧૯૦૫ માં લુણાવાડા રજવાડાના દિવાન (પ્રધાન) તરીકે કામ કર્યું. ૧૯૧૨માં, તેમણે એક કાપડની મિલ શરૂ કરી.
૧૯૦૩માં કાંટાવાલાને સરકાર દ્વારા રાવ બહાદુરનું બિરુદ મળ્યું હતું. તેમને વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા સાહિત્યમાર્તંડ પારિતોષિક એનાયત કરાયો હતો. પ્રમુખ પદ માટેની ૧૯૧૯ની ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં તેમણે મહાત્મા ગાંધીને પરાજિત કર્યા,[૧] અને પરિષદના છઠ્ઠા અધિવેશનમાં તેઓ અધ્યક્ષ બન્યા.
૩૧ માર્ચ ૧૯૩૦ ના દિવસે તેમનું અવસાન થયું. તેમના પુત્ર મટુભાઇ કાંટાવાલા (૧૮૮૦-૧૯૩૩) પણ લેખક હતા.
રચનાઓ
ફેરફાર કરોહરગોવિંદદાસ કાંટાવાલા, તેમના સંશોધન અને મધ્યયુગીન ગુજરાતી સાહિત્ય પરના સંપાદન કાર્યો માટે જાણીતા છે.[૨] ૧૮૪૯ અને ૧૮૯૪ ની વચ્ચે, તેમણે નાથાશંકર શાસ્ત્રી અને છોટાલાલ નરભેરામ ભટ્ટ સાથે મળીને મધ્યયુગીન ગુજરાતી કવિઓની કવિતાઓ સંગ્રહિત અને સંપાદિત કરી, અને ૭૫ સંગ્રહોમાં તેને પ્રકાશિત કરી.
તેમણે બે નવલકથાઓ લખી: અંધેરી નગરીનો ગાંર્ધવસેન (૧૮૮૧) અને બે બહેનો અથવા એક ઘરસંસારી વાર્તા (૧૮૯૮).
તેમણે "પાણીપત" અથવા "કુરુક્ષેત્ર" (૧૮૬૭) નામની એક કવિતા લખી હતી, જેમાં પાણીપતના યુદ્ધના મેદાન પર લડાયેલી છ લડાઇઓનો અહેવાલ આપ્યો છે અને અંધશ્રદ્ધા અને સુધારણા વચ્ચેની સાતમી લડાઈની આગાહી કરી હતી, જે ત્યાં લડાવાની છે. વિવેચક મનસુખલાલ ઝવેરીએ નોંધ્યું કે તેમની કવિતાની ભાષા 'અસ્પષ્ટ' અને 'અભદ્ર' છે, અને શૈલી 'અપરિપક્વ (ક્રૂદ)' છે, છતાં 'બળવાન' છે.[૩] તેમની અન્ય કાવ્યાત્મક કૃતિ વિશ્વની વિચિત્રતા (૧૯૧૩) છે.
આ ઉપરાંત, તેમણે સામાજિક સમસ્યાઓ, સામાજિક સુધારાઓ, નૈતિક મુદ્દાઓ, દુન્યવી ફરજો અને સ્વદેશી હસ્તકલાના પ્રચાર વિશે વિસ્તૃત પ્રમાણમાં લખ્યું છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Suhrud, Tridip (2010). "Gandhi's Absence". India International Centre Quarterly. 37 (2): 23. JSTOR 23006433.
- ↑ Jhaveri, Mansukhlal (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 91. OCLC 964322914.
- ↑ Jhaveri, Mansukhlal (1985). "Gujarati". માં Nayak, H. M. (સંપાદક). Epic in Indian Literature. Institute of Kannada Studies, University of Mysore. પૃષ્ઠ 144–145. OCLC 246855137.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગાંધી હેરિટેજ પોર્ટલ ખાતે હરગોવિંદદાસ કાંટાવાલાની કૃતિઓ[હંમેશ માટે મૃત કડી]