આમધરા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

આમધરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક ગામ છે. આમધરા ગામમાંમાધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર, સહકારી મડળી જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી, આંબા કલમો તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

આમધરા
—  ગામ  —
આમધરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ચિખલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બેન્ક
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

ગામમાં શિવ મંદિર, હનુમાનનું મંદિર, શિકોતેર માતાજીનું મંદિર (કણબી વાડ), રાધા-કૃષ્ણ મંદિર (પહાડ ફળિયા) અને જલારામ ધામ-અંબે માતાજી મંદિર (મોટી કોળીવાડ), ભ્રમદેવ બાપા મંદિર (તળાવ કિનારે),ભ્ર મણી માતા મંદિર (તળાવ કિનારે) આવેલાં છે.