કાવેરી નદી (દક્ષિણ ગુજરાત)

દક્ષિણ ગુજરાતમાં આવેલી નદી

કાવેરી નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાંથી વહે છે. જો કે આ નદીનો કેટલોક ભાગ સુરત જિલ્લામાં થઈને પણ પસાર થાય છે. મહારાષ્ટ્ર રાજ્ય સાથેની ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં વાંસદા તાલુકામાં આવેલ ટેકરીઓમાંથી નીકળતી આ નદી અંબિકા નદીની ઉપનદીઓ પૈકીની એક છે[૧]. આ નદી બીલીમોરા નજીક અંબિકા નદીમાં મળી જાય છે.

કાવેરી નદી (દક્ષિણ ગુજરાત)
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત

આ નદી પર જૂજ ગામ નજીક બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ વાંસદા તેમ જ મહુવા તાલુકામાં સિંચાઈનો અગત્યનો સ્ત્રોત છે. કાવેરો નદી આ નદીની ઉપનદી છે, જેનો સંગમ અનાવલ ખાતે શુકલેશ્વર મહાદેવ મંદિર પાસે આ નદીમાં થાય છે.

કાવેરી નદીના કાંઠા પર આવેલાં ગામોફેરફાર કરો

સંદર્ભોફેરફાર કરો

  1. "અંબિકા નદી". Retrieved ૧૬ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)