અનાવલ
અનાવલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું ગામ છે. આ ગામ જિલ્લા તેમ જ તાલુકાનું છેવાડાનું ગામ છે.
અનાવલ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°01′15″N 73°08′12″E / 21.02092°N 73.136581°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | મહુવા તાલુકા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, શેરડી, તુવર દિવેલી કેળાં, કેરી તેમજ શાકભાજી |
અનાવલ રાજ્ય ધોરીમાર્ગ દ્વારા વાંસદા, ચિખલી, બારડોલી તેમ જ નવસારી સાથે જોડાયેલું હોવાથી વાહનવ્યવહારની સગવડ સારી છે. આસપાસનાં વિસ્તારમાં આવેલાં ગામો સાથે પણ આ ગામ પાકા સડક માર્ગ દ્વારા જોડાયેલું છે. આસપાસનાં ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં નાના પાયે બજારનો વિકાસ થયેલો જોવા મળે છે. આ ઉપરાંત અનાવલ ગામ વઘઇથી બીલીમોરા જતી સરા લાઇન તરીકે ઓળખાતી નેરોગેજ રેલ્વેનું સ્ટેશન છે. અનાવલ ગામ મહુવા તાલુકાનું એકમાત્ર રેલ્વે મથક છે.
અનાવલ ગામમાં શુકલેશ્વર મહાદેવનું મંદિર, મોક્ષમાર્ગી સંપ્રદાયનું મંદિર વલ્લભાશ્રમ તેમજ કાવેરી સંગમ, જલારામ મંદિર, તળાવ તથા મસ્જિદ વગેરે જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત અહીં પેટ્રોલ પંપ, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયતઘર, દુધની ડેરી, ખેતી ઉત્પાદકોની સહકારી મંડળી વગેરે આવેલાં છે.