ભિનાર, વાંસદા તાલુકો
ભિનાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. ભિનાર ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દૂધની ડેરી, સરકારી આયુર્વેદિક દવાખાનું, પંચાયતઘર, આંગણવાડી જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ ડાંગર, જુવાર, વાલ, તુવેર, શેરડી, કેરી તેમ જ શાકભાજી છે. આ ગામમાં લગભગ ૧૦૦ % આદિવાસી લોકો વસે છે. અહીંના લોકો ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.
ભિનાર | |
— ગામ — | |
ભિનાર ગામ ખાતે દુધ ઉત્પાદકોની સહકારી મંડળી
| |
અક્ષાંશ-રેખાંશ | 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | વાંસદા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી , પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર |
બોલી | કુકણા, ધોડીયા |
અહીંની દુધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે રીવર્સ ઓસ્મોસીસ પદ્ધતિ વડે પીવાનું પાણી શુદ્ધ કરવાનો યાંત્રીક પ્લાન્ટ તેમ જ અદ્યતન મકાન જેવાં મહત્વનાં વિકાસ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલાં છે. આ મંડળી ખાતે પશુઓ માટેના દાણ, દવાઓ વગેરે પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ભૂગોળ
ફેરફાર કરોભિનાર ગામમાં કાજીયા ફળિયું, દેસાઈ ફળિયું, ટાંકલી ફળિયું, પાટી ફળિયું, લુહાર ફળિયું, નિશાળ ફળિયું, આશ્રમ ફળિયું, ડુંગરી ફળિયું, પુલ ફળિયું, ખડકાળા , અનાવલ ફાટક, કોલવું, થાણા ડુંગરી, મામાદેવીનું મંદિર, દેવલી માડીનું મંદિર જેવા વિસ્તારો આવેલા છે. ભિનાર ગામની ઉત્તર દિશામાં ચઢાવ ગામ તેમ જ કોસખાડી નદી, પૂર્વમાં ડુંગરી તેમ જ કુરેલિયા ગામ, દક્ષિણમાં કાવેરી નદી તેમ જ પશ્ચિમમાં પાલગભાણ ગામ આવેલું છે. ભિનાર ગામ વાપી થી શામળાજી જતા રાજ્ય ધોરી માર્ગ નં. ૫-એ દ્વારા તેમજ અન્ય રાજ્ય ધોરી માર્ગ દ્વારા વાંસદા, ઉનાઇ, અનાવલ, ચિખલી, ધરમપુર, આહવા, સાપુતારા, બીલીમોરા, વ્યારા, મહુવા, બાજીપુરા જેવાં મહત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે. આ ઉપરાંત પાકા રસ્તા દ્વારા ગામમાં તેમ જ આજુબાજુના ગામો સાથે પણ જોડાયેલું ભિનાર ગામ રાજય પરિવહન (એસટી) દ્વારા ચાલતી બસની સારી સગવડ ધરાવે છે.
જાનકી વન
ફેરફાર કરોભિનાર ગામ ખાતે રાજ્યના વન વિભાગ દ્વારા જાનકી વન પર્યાવરણ-સુરક્ષા, વન્ય સમૃધ્ધિનું જતન-સંવર્ધન, પર્યટન સ્થળ, વન્ય ઔષધિ-ઉછેર વગેરે હેતુથી સ્થાપવામાં આવેલ છે. તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન દ્વારા ૬૬માં રાજય વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૧પ.૬૬ હેકટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા રાજયના ૧૨મા સાંસ્કૃતિક વન તરીકે જાનકી વનનું લોક-સમર્પણ બીજી ઓગસ્ટ,૨૦૧૫ના દિવસે કરવામાં આવ્યું હતું.
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |