ખરોડ (તા.અંકલેશ્વર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ખરોડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર અંકલેશ્વર અને કોસંબાની વચ્ચે પાનોલી જી.આઇ.ડી.સી.ની નજીકમાં આવેલું છે. ખરોડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર, શાકભાજી, જુવાર, શેરડી, ઘઉં, ચોખા, સોયાબીન તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

ખરોડ
—  ગામ  —
ખરોડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°37′35″N 73°00′55″E / 21.626424°N 73.015198°E / 21.626424; 73.015198
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો અંકલેશ્વર
સરપંચ ફૈજલભાઈ કાઝી
માજી સરપંચ મહમદભાઈ ભૈયાત
વસ્તી ૪,૨૫૬ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ - ૨, અંગ્રેજી માધ્યમ - ૧), માધ્યમિક શાળા, પંચાયતઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, વ્યવસાય, પશુપાલન
ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી, જુવાર, શેરડી, ઘઉં, ચોખા, સોયાબીન
પિન કોડ ૩૯૪૧૧૫

સુવિધાઓ

ફેરફાર કરો

આ ગામમાં પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ - ૨, અંગ્રેજી માધ્યમ - ૧), માધ્યમિક શાળા, પંચાયતઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, આંગણવાડી, દૂધની ડેરી, આઇ.ટી.આઈ., વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન ગ્રાન્ટ ઈન એઈડ બી.એડ. કોલેજ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ઉપરાંત ગામમાં પોસ્ટ ઓફિસ, સસ્તા અનાજની દુકાન, સરકારી તેમજ સહકારી બેંક પણ આવેલ છે. ખરોડ ગામમાં કબ્રસ્તાન આદિવાસી સ્મશાન ભૂમિ પણ છે. આ ઉપરાંત ખેલકુદ માટે મેદાન રાજ્ય ધોરી માર્ગ-૪૮ને અડીને આવેલું છે.

ખરોડ ગામમાં ઘણી શૈક્ષણિક, તબીબી, ધાર્મિક સામાજિક હિતો માટે કાર્ય કરતી સંસ્થાઓ આવેલ છે. ઔધોગિક વસાહત પાનોલી જી.આઇ. ડી.સી. નજીક હોવાથી તે રોજગારી માટેની તકો પૂરી પાડે છે.