ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ

ઔપચારિક રીતે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ.ની સ્થાપના ઈ.સ. ૧૯૬૦માં અમદાવાદ ખાતે થઇ. સંઘનો મુખ્ય ઉદેશ્ય સહકારી ખાંડ મંડળીઓના વિવિધ હેતુમાટે થયો[૧], જેમકે,વિવિધ સહકારી સુગર ફેક્ટરીઓની પ્રવૃત્તિઓને સંકલિત કરવી, ટેક્નીકલ અને વિસ્તરણ માટે આધાર માર્ગદર્શન પૂરું પાડવું અને તેના ઉત્પાદનના ઉપયોગ અને વેચાણ દ્વારા હાલના એકમોનું આધુનિકીકરણ તથા નવીનીકરણ કરવુ, સભ્ય એકમો માટે સરકારી સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણા સહાય મેળવવામાં મદદ કરવી, શેરડીની સારી ગુણવત્તા માટે સંશોધન કરવા પ્રોત્સાહિત કરવા જેથી મહતમ ઉત્પાદન હાંસલ થાય, ખેડૂતોને તકનીકી અને વ્યવસાયિક તાલીમ આપવી જેથી ખેડૂતો પોતાના ક્ષેત્રમાં સુધારો કરી શકે, સહકારી ખાંડ કારખાનાઓ અને સરકારી સંસ્થાઓ વચ્ચેની મહત્વની કડી તરીકે વર્તવું, વગેરે.

ભારતમાં સહકારી પ્રવૃત્તિફેરફાર કરો

સહકારી પ્રવૃતિઓનો પાયો ઈંગ્લેન્ડમાં ૧૯૪૪માં નંખાયો અને ભારતમાં ઈ.સ. ૧૯૦૪માં શરાફી કાયદાથી સહકારી પ્રવૃત્તિ શરૂ થઇ. ૧૦૯ વર્ષોના ઈતિહાસમાં ભારતમાં લગભગ ૬ લાખ જેટલી સહકારી મંડળીઓ અને તેના ૨૫ કરોડ જેટલા સભાસદોના આર્થિક ઉત્થાન માટે મથામણ કરી રહેલ છે.

ગુજરાતની ખાંડ મંડળીઓફેરફાર કરો

સમગ્ર ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ જુદા જુદા ક્ષેત્રોમાં વધ્યો છે. ગુજરાતમાં ૬૫ હજાર કરતા પણ વધુ સહકારી મંડળીઓ છે, જેની સાથે ૧ કરોડ ૩૦ લાખ કરતા વધુ સભાસદો જોડયેલ છે. ભારત દેશના કુલ ખાંડ ઉત્પાદનમાં સહકારી ખાંડ ફેકટરીઓનો હિસ્સો ૫૯.૮ % રહેલો છે. માત્ર ગુજરાત જ એવું રાજ્ય છે જેમાં ખાંડ ઉદ્યોગ એક માત્ર સહકારી ક્ષેત્રે સ્થપાયો છે અને વિકસ્યો છે. ગુજરાત રાજ્યની ૨૫ ખાંડ મંડળીઓ ગુજરાત રાજ્ય સહકારી મંડળી ખાંડ ઉદ્યોગ સંઘનું સભ્યપદ ધરાવે છે. જે પૈકી ૧૭ ખાંડ મંડળીઓ કાર્યાન્વિત છે, જેમાં ૧૫ મંડળીઓ દક્ષિણ ઝોનમાં છે. તથા ૬ નવી ખાંડ મંડળીઓ છે, જે પ્રાથમિક તબક્કામાં છે. કાર્યરત ૧૭ ખાંડ મંડળીઓની દૈનિક પિલાણ ક્ષમતા ૬૫૦૦૦ મેં. ટન શેરડીની છે. છેલ્લા પાંચ વર્ષ દરિમયાન થયેલ ઉત્પાદનના આંકડા નીચે કોષ્ઠકમાં છે. [૨]

વર્ષ કાર્યરત મંડળીની સંખ્યા દૈનિક પિલાણ ક્ષમતા (ટી.સી.ડી.) શેરડીનું પીલાણ (લાખ મે ટન) ખાંડનું ઉત્પાદન (લાખ મે ટન) રીકવરી % મોલાસીસ ઉત્પાદન (લાખ મે ટન)
૨૦૧૦ - ૧૧ ૧૭ ૬૫૦૦૦ ૧૨૨.૮૫ ૧૨.૨૯ ૧૦.૦૦ ૫.૮૫
૨૦૦૯ - ૧૦ ૧૭ ૬૫૦૦૦ ૧૧૨.૬૮ ૧૧.૮૭ ૧૦.૫૩ ૫.૦૯
૨૦૦૮ - ૦૯ ૧૭ ૬૫૦૦૦ ૯૪.૦૭ ૧૦.૦૯ ૧૦.૮૪૫ ૪.૧૬
૨૦૦૭ - ૦૮ ૧૭ ૬૫૦૦૦ ૧૨૬.૯૬ ૧૩.૫૬ ૧૦.૬૮૧ ૫.૭૫
૨૦૦૬ - ૦૭ ૧૭ ૬૫૦૦૦ ૧૩૩.૧૧ ૧૪.૨૧ ૧૦.૬૭૯ ૬.૩૭

ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓની માહિતીફેરફાર કરો

મંડળીનું નામ શેરડીની દૈનિક પિલાણશક્તિ (TCD) ફોન નંબર ફેક્ષ નંબર
શ્રી. ખેડૂત સહકારી ઉદ્યોગ મંડળી લિ. - બાબેન-બારડોલી ૧૦૦૦૦ મે ટન ૦૨૬૨૨ - ૨૨૦૧૭૦, ૨૨૦૧૭૨, ૨૨૦૧૭૩ ૦૨૬૨૨ - ૨૨૦૪૪૩
સહકારી ખાંડ ઉધોગ મંડળ લિ. - ગણદેવી ૫૦૦૦ મે ટન ૦૨૬૩૪ - ૨૬૨૩૪૪, ૨૬૨૩૪૬, ૨૬૨૩૪૭ ૦૨૬૩૪ - ૨૬૨૩૮૪
શ્રી. મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ - મઢી ૭૦૦૦ મે ટન ૦૨૬૨૨ - ૨૪૧૦૪૮, ૨૪૧૦૧૩, ૨૪૨૭૧૮ ૦૨૬૨૨ - ૨૪૧૦૧૪
શ્રી.ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. - ચલથાણ ૫૦૦૦ મે ટન ૦૨૬૨૨ - ૨૮૧૦૫૦, ૨૮૧૧૧૨,૨૮૨૩૧૨ ૦૨૬૨૨ - ૨૮૧૧૨૦
શ્રી.મરોલી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. - મરોલી ૨૫૦૦ મે ટન ૦૨૬૩૭ – ૨૭૨૦૪૭, ૨૭૨૦૫૭ ૦૨૬૨૨ – ૨૭૨૧૭૭
શ્રી.વલસાડ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. - વલસાડ ૫૦૦૦ મે ટન ૦૨૬૩૨ – ૨૨૬૯૪૪, ૨૨૬૯૪૫ ૦૨૬૩૨ – ૨૨૬૯૫૩
શ્રી.સાયણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. - સાયણ ૫૦૦૦ મે ટન ૦૨૬૨૧ – ૨૪૨૧૪૯, ૨૪૨૨૭૮ ૦૨૬૨૧ – ૨૪૨૧૪૮
શ્રી.મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. - મહુવા ૩૫૦૦ મે ટન ૦૨૬૨૫ – ૨૫૬૬૬૧, ૨૫૬૮૩૫, ૨૫૬૮૩૮ ૦૨૬૨૫ – ૨૫૬૮૩૭
શ્રી.ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. - ઉકાઈ ૨૫૦૦ મે ટન ૦૨૬૨૬ – ૨૨૦૩૧૯, ૨૨૨૪૧૨ ૦૨૬૨૬ – ૨૨૦૩૧૯
શ્રી.ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. - વટારીયા ૨૫૦૦ મે ટન ૦૨૬૪૩- ૨૭૦૬૧૧, ૨૭૦૬૧૫ ૦૨૬૪૩-૨૭૦૧૦૫
શ્રી.કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. – નવી પારડી,કામરેજ ૨૫૦૦ મે ટન ૦૨૬૨૧ – ૨૩૪૬૦૦, ૨૯૦૩૩૫ ૦૨૬૨૧ – ૨૩૪૨૬૦
શ્રી.ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. - પંડવાઈ, હાંસોટ ૨૫૦૦ મે ટન ૦૨૬૨૯ – ૨૩૧૩૭૨, ૨૩૧૭૭૫ ૦૨૬૨૯ – ૨૮૭૩૮૮
શ્રી.નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. – ધારીખેડા, નાંદોદ ૨૫૦૦ મે ટન ૦૨૬૪૦ – ૨૪૯૭૧૧, ૨૪૯૭૧૨ ૦૨૬૪૦ – ૨૪૯૬૬૦
કોપર કો-ઓપેરેટીવ સુગર લિ. – દાદરિયા, વાલોડ ૨૫૦૦ મે ટન ૦૨૬૨૫ - ૨૪૪૦૯૪, ૨૪૪૧૦૫ ૦૨૬૨૫ – ૨૪૪૧૩૫
વડોદરા ડીસ્ટ્રીકટ કો. ઓ. સુગરકેન ગ્રોઅર્સ યુનિયન લિ. – ગાંધાર, કરજણ ૨૫૦૦ મે ટન ૦૨૬૬૬ – ૨૨૧૨૫૩, ૨૨૧૨૬૫ ૦૨૬૬૬ – ૨૨૧૧૩૩
સરદાર કો.ઓ. સુગર ઇન્ડસ્ટ્રીઝ લિ – લઢોદ, સંખેડા ૨૫૦૦ મે ટન ૦૨૬૬૫ – ૨૨૦૨૯૮, ૨૨૦૧૭૯ ૦૨૬૫ – ૨૩૩૧૨૦૬
શ્રી.બીલેશ્વર ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. - કોડીનાર ૩૨૫૦ મે ટન ૦૨૭૯૫ – ૨૨૧૬૦૧, ૨૨૧૬૦૨ ૦૨૭૯૫ – ૨૨૧૬૦૧
શ્રી. ઉના તાલુકા ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. - ગીર ૧૨૫૦ મે ટન
શ્રી.તાલાલા તાલુકા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. - તાલાલા ૧૨૫૦ મે ટન ૦૨૮૭૭ – ૨૨૨૪૧૩, ૨૨૨૪૧૪ ૦૨૮૭૭ – ૨૨૧૬૦૦
કાવેરી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ – ચીખલી ૨૫૦૦ મે ટન ૦૨૬૩૪ – ૨૩૨૬૯૨
શ્રી.દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. – દેહલી, ભીલાડ ૨૫૦૦ મે ટન ૦૨૬૦- ૨૭૮૫૧૯૧ ૦૨૬૦ – ૨૭૮૫૧૯૧
શ્રી.મહી પંચમહાલ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. – ગોધરા ૨૫૦૦ મે ટન ૦૨૬૭૨ – ૨૪૭૧૭૮
શ્રી.માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. – વડોદ ૨૫૦૦ મે ટન ૦૨૬૨૩ – ૨૬૧૨૯૩ ૦૨૬૨૩ – ૨૬૧૨૯૩
શ્રી.કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. – સરસ, ઓલપાડ ૨૫૦૦ મે ટન ૦૨૬૨૧ – ૨૨૨૧૨૧, ૨૨૨૦૨૨ ૦૨૬૨૧ – ૨૨૨૧૨૧
શ્રી.ઉકાઈ અસરગ્રસ્ત સહકારી ખાંડ ઉદ્યોગ લિ. – ગુણસુદા, બારડીપાડા, સોનગઢ ૨૫૦૦ મે ટન ૦૨૬૨૬ – ૨૯૦૪૨૯

ગુજરાતની ખાંડ મંડળીઓની ૨૦૧૦-૧૧ની આંકડાકીય માહિતી [૩]ફેરફાર કરો

સભ્ય ખાંડ મંડળીઓ કુલ – ૨૫
કાર્યરત – ૧૭
દક્ષિણ ગુજરાત – ૧૫
સૌરાષ્ટ્ર – ૨
બિનકાર્યરત – ૮
ખેડૂત કુટુંબો ૩.૦૦ લાખ
રોજગારી ૩ લાખ વ્યક્તિઓ
ટન ઓવર ૧૫૦૦ કરોડ
પિલામણ ક્ષમતા દૈનિક ૬૫૦૦૦ મેં. ટન
સહકારી ડીસ્ટીલરીઓ
રેકટીફાઇડ સ્પીરીટ ઉત્પાદન ક્ષમતા ૩૨૯ કિલો લીટર / દૈનિક
ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા ૨૪૫ કિલોલીટર / દૈનિક
શેરડીનો વિસ્તાર (હેક્ટરમાં) ૧.૮૯ લાખ
હેક્ટર દીઠ ઉત્પાદન (મેં. ટન) ૭૧.૭૪ લાખ
શેરડીનું પિલાણ (મેં.ટન) ૧૨૨.૮૫ લાખ
ખાંડ ઉત્પાદન (ક્વિન્ટલ) ૧૨૨.૮૭ લાખ
મોલાસીસનું ઉત્પાદન (મેં. ટન) ૫.૮૫ લાખ
સરેરાશ રીકવરી (%) ૧૦.૦૦

સંદર્ભોફેરફાર કરો

  1. "About Us". Gujarat State Federation of Co-op. Sugar Factories Ltd. મૂળ માંથી 2012-11-10 પર સંગ્રહિત. મેળવેલ ૧ સપ્ટેમ્બર ૨૦૧૬.
  2. ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ ના ૫૧મો વાર્ષિક અહેવાલ પાનાં નંબર – ૧૧
  3. ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ ના ૫૧મો વાર્ષિક અહેવાલ છેલ્લું પૃષ્ઠ