સાયણ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સાયણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકામાં આવેલું એક નાનકડું નગર છે.

સાયણ
—  નગર  —
સાયણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°20′15″N 72°44′51″E / 21.337379°N 72.747452°E / 21.337379; 72.747452
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ઓલપાડા
વસ્તી ૧૨,૮૫૬ (૨૦૦૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર તેમજ શાકભાજી

આ નગરના વ્યવસાયમાં મુખ્યત્વે વેપાર, ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ નગરની આસપાસમાં ડાંગર, શેરડી, કેળાં તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, મહાવિદ્યાલય, પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દુધની ડેરીની સવલતો પ્રાપ્ય છે. સાયણમાં મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે.

સાયણ જિલ્લા મથક સુરત તેમ જ તાલુકા મથક ઓલપાડ સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે. આ ઉપરાંત મુંબઇથી અમદાવાદ થઇ દિલ્હી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા કઠોર ગામ સાથે પણ સાયણ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે. સાયણ ખાતે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ અને મુંબઇને જોડતા રેલ્વે માર્ગ પરનું રેલ્વે સ્ટેશન આવેલું છે. સાયણ કીમ અને સુરત રેલ્વે સ્ટેશનની વચ્ચેનું સ્ટેશન છે.

  1. "Population, population in the age group 0-6 and literates by sex - Cities/Towns (in alphabetic order): 2001". Census of India 2001. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જૂન ૨૦૦૮.