ગોત્રી
ગોત્રી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં વડોદરા શહેરની પશ્ચિમ દિશામાં અડીને આવેલું એક ગામ છે, જે આજે વડોદરા શહેરનાં પરાં વિસ્તાર તરીકે વિકસી ચુક્યું છે. આઝાદી મળી તે સમયે ગોત્રી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન હતો. મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ અને શાકભાજી આ ગામનાં ખેત ઉત્પાદનો હતાં અને હજું આજે પણ અહીં બાકી રહેલી ખેતીલાયક જમીનમાં આમાંના પાકો ઉગાડવામાં આવે છે.
ગોત્રી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°18′26″N 73°10′52″E / 22.30731°N 73.181098°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વડોદરા |
તાલુકો | વડોદરા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ, શાકભાજી |
હાલમાં આ એક વડોદરાનો વિકસિત વિસ્તાર બનેલ છે. અહિ હાલમાં ગોત્રી મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય ચાલુ છે.
વર્તમાન સમયમાં ગોત્રી ગામનો વડોદરા શહેરમાં સમાવેશ થયેલો હોવાને કારણે, બધી જ રીતે વિકાસ થયેલો છે. અહીં હાલમાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટો, બેન્કો, સરકારી તથા અર્ધસરકારી કચેરીઓ, શોપીંગ સેન્ટરો, મોટી હોસ્પિટલો, પેટ્રોલ પંપો, દ્વિમાર્ગી તેમ જ ચારમાર્ગી રસ્તાઓ, શોપીંગ મોલ વગેરે જોવા મળે છે.
ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન મંદિર આવેલું છે. ગોત્રી ગામમાં એક નાનું તળાવ પણ આવેલું છે.