ઘેલડા (તા. જામજોધપુર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઘેલડા એ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં આવેલું એક ગામ છે. ઘેલડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, કઠોળ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે. ગામતળનાં નામ- હેઠલું(નીચેનું) ફળી, સોસાયટી વિસ્તાર, પાદર વિસ્તાર, રામમંદિર વિસ્તાર,દગાઈધામ વિસ્તાર, ચામુંડામાતાજી મંદિર વિસ્તાર,ટાવર વિસ્તાર, જુના ચોક વિસ્તાર, વાડી વિસ્તારનાં નામ- ઢોરાવાળા, લાલપરિયા, દેડકિયા, વડલા વાળા, સમાદિયાં, ધણસેર, હજામણી, દીપડાઝર, કુન

ઘેલડા
—  ગામ  —
ઘેલડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°54′06″N 70°01′55″E / 21.9018°N 70.031869°E / 21.9018; 70.031869
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જામજોધપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મગફળી, કપાસ, કઠોળ

ભૂગોળ ફેરફાર કરો

ગામની પૂર્વ દિશાએ ખૂટીયો, પૂર્વ-દક્ષિણમાં દાતાવારી અને ગૌચર જમીન, પશ્વિમ અને ઉત્તર દિશાએ ગૌચર જમીનો આવેલી છે. હાલારની અને બરડા પંથકની અગત્યની વર્તુ નદીનું ઉદ્ગમસ્થાન અહીં છે. ઉત્તર દિશામાં પણ ગૌચરની જમીન અને ઘુનડા (જામ જોધપુર તાલુકાનું છેલ્લું ગામ) ગામ તરફનો રસ્તો જાય છે. પશ્ચિમ દિશામા ઝીણાવારી ગામ તરફનો રસ્તો વર્તુ નદીને કાંઠે જાય છે. જામજોધપુર તરફનો રસ્તો દક્ષિણ તરફ દાતાવારીની બાજુ માંથી જાય છે.

ધાર્મિક સ્થળો ફેરફાર કરો

અહીં શ્રી રામ મંદિર અને ગામના પાદરે પીરની દરગાહ આવેલી છે. અહીં આવેલ દેવમંદિર પણ પ્રખ્યાત છે.