ચમારડી (તા. વલ્લભીપુર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ચમારડી (તા. વલ્લભીપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વલ્લભીપુર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

ચમારડી (તા. વલ્લભીપુર)
—  ગામ  —
ચમારડી (તા. વલ્લભીપુર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°50′04″N 71°54′30″E / 21.834412°N 71.908207°E / 21.834412; 71.908207
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ઇતિહાસ ફેરફાર કરો

ચમારડી ગોહિલવાડ પ્રાંતના સ્વતંત્ર ખંડણી ભરતા રજવાડાંમાનું એક હતું, જે પૂર્વ કાઠિયાવાડ એજન્સી હેઠળ અને ભાવનગર રાજ્યના ભાયાત એવા ગોહિલ રાજપૂતોના શાસન હેઠળ હતું. તે એજન્સીના થાણાનું મુખ્ય મથક હતું.[૨]

૧૯૦૧માં રજવાડાની આવક ૧૦,૦૦૦ રૂપિયા હતી અને તે ગાયકવાડના વડોદરા રાજ્ય અને જૂનાગઢ રજવાડાને ૮૫૮ રૂપિયાની ખંડણી આપતું હતું.

ચમારડીના ડુંગરાઓની ગુફાઓમાંથી ચિત્રકલાના નમૂનાઓ મળી આવેલા છે.

વસ્તી ફેરફાર કરો

૧૮૭૨માં ચમારડીની વસ્તી ૨૩૭૧ અને ૧૮૮૧માં ૨૧૧૭ વ્યક્તિઓની હતી.[૨] ૧૯૦૧માં વસ્તી ૨૧૬૮ વ્યક્તિઓની હતી.

ભૂગોળ ફેરફાર કરો

ચમારડીની આસપાસ ઘણી ટેકરીઓ આવેલી છે, જેમાંનો નીચલો ભાગ પાણીના વહેણથી ધોવાઇ ગયો છે, જે દર્શાવે છે કે ભાલ વિસ્તાર છીછરા સમુદ્ર વડે રણથી જોડાયેલો હતો. કાળુભાર નદી ગામથી બે માઇલના અંતરે ઉત્તર-પશ્ચિમે વહેતી હતી, પરંતુ લગભગ ૫૦ વર્ષ પહેલાં નદીનું વહેણ બદલાતા તે હવે ગામથી અડધા માઇલ દક્ષિણે વહે છે.[૨]


વલ્લભીપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૭ ઓકટોબર ૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર વલ્લભીપુર તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in: |access-date= and |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૩.

  આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૩. માંથી લખાણના અંશો ધરાવે છે.