ચોખીઆમલી (તા. કુકરમુંડા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ચોખીઆમલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા કુકરમુંડા તાલુકાનું ગામ છે. ચોખીઆમલી ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. ગામના લોકો ખાસ કરીને જુવાર, તુવર, મગફળી, ડાંગર તેમ જ અન્ય શાકભાજીની ખેતી કરે છે.

ચોખીઆમલી
—  ગામ  —
ચોખીઆમલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°28′37″N 74°11′45″E / 21.477043°N 74.19592°E / 21.477043; 74.19592
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો કુકરમુંડા
વસ્તી ૧,૭૨૬[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, આશ્રમશાળા
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો જુવાર, તુવર, મગફળી, ડાંગર

ગામમાં એક પ્રાથમિક શાળા આવેલી છે. જે ધોરણ ૧ થી ૮ સુધીનું શિક્ષણ આપે છે. શાળામાં આજુ-બાજુના ગામ જેવાંકે અકકલઉતારા, ઝુમકટી, ઝાપાઆમલી, બોરીકુવા, વરપાડા ગામનાં વિદ્યાર્થીઓ પણ ભણવા માટે આવે છે. મહારાષ્ટ્રના નન્દુરબાર જિલ્લાનું અક્કલકુવા ગામ, ગામનાં લોકોને રોજગારી પુરૂ પાઙે છે.

વાહન વ્યવહાર

ફેરફાર કરો

ગામમાં કોઇ રેલ્વે સ્ટેશન આવેલું નથી. નજીકનું ભાડવદ અને ખાન્ડબારા રેલ્વે સ્ટેશન ૨૯ કિલોમીટર દુર આવેલું છે. નન્દુરબાર રેલ્વે સ્ટેશન ૩૫ કિલોમીટર અને વડોદરા રેલ્વે સ્ટેશન ૧૩૪ કિલોમીટર દૂર આવેલાં છે.

  1. "Chokhiamli Village Population, Caste - Nizar Tapi, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2018-08-16.[હંમેશ માટે મૃત કડી]