છનીયાર (તા. દેત્રોજ)
છનીયાર (તા. દેત્રોજ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા દેત્રોજ તાલુકામાં આવેલું એક ગામ છે. છનીયાર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
છનીયાર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°19′11″N 72°06′56″E / 23.319676°N 72.115588°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
તાલુકો | દેત્રોજ |
સરપંચ | ઈશ્વરભાઈ રબારી |
વસ્તી | ૨,૦૯૭[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય પાક | ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
ગામમાં ચંદ્રાસર તળાવ, પ્રાથમિક શાળા, દરબાર ગઢ અને પોસ્ટઓફીસ આવેલ છે. ગામમાં શનેશ્વર મહાદેવ અને બહુચર માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. ગામથી ઉગમણી દિશામાં પગથીયાવાળી વાવ આવેલી છે, જેનો ઈ.સ. ૨૦૧૪માં જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
છનીયાર ગામની સ્થાપના છનીયારા કોળીએ કરેલી.[સંદર્ભ આપો] ઈ.સ. ૧૭૧૦માં લુણાવાડા સ્ટેટના વંશજો પૈકી કરશનસિંહ સોલંકી કુકવાવથી છનીયાર આવીને વસ્યા. તેમના પુત્ર રણછોડસિંહ સોલંકીએ ૧૨ ગામની જાગીરી પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૪૭ સુધી છનીયાર પર સોલંકી રાજપુતોની હકુમત હતી.[સંદર્ભ આપો]
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Chhaniyar Village Population, Caste - Detroj-Rampura Ahmadabad, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૨ જૂન ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |