જાન્યુઆરી ૧૧
તારીખ
૧૧ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૫૬૯ – ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત લોટરીની શરૂઆત થઇ.
- ૧૭૭૯ – ચિંગ-થાંગ ખોમ્બા (Ching-Thang Khomba)નો મણિપુરના રાજા તરીકે રાજ્યાભિષેક થયો.
- ૧૭૮૭ – વિલિયમ હર્ષલે પ્રજાપતિના બે ચંદ્રો, ટિટાનિયા અને ઓબેરોન શોધી કાઢ્યા.
- ૧૯૮૬ – ઓસ્ટ્રેલિયાનો ગેટવે બ્રિજ સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો.
- ૨૦૨૦ – વુહાનમાં મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીઓએ કોવિડ-૧૯થી નોંધાયેલા પ્રથમ મૃત્યુની જાહેરાત કરી.
જન્મ
ફેરફાર કરો- ૧૯૦૩ – એલન પેટોન, દક્ષિણ આફ્રિકાના લેખક અને રંગભેદ વિરોધી નેતા (અ. ૧૯૮૮)
- ૧૯૨૭ – કુન્દનિકા કાપડિયા, ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર (અ. ૨૦૨૦)
- ૧૯૫૪ – કૈલાશ સત્યાર્થી, ભારતીય ઇજનેર, શૈક્ષણિક અને કર્મશીલ, નોબેલ પારિતોષિક વિજેતા
- ૧૯૭૦ – સુકુમાર બાન્દ્રેડ્ડી, તેલુગુ સિનેમાના ભારતીય ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને પટકથાલેખક
- ૧૯૭૩ – રાહુલ દ્રવિડ, ભારતીય ક્રિકેટર
અવસાન
ફેરફાર કરો- ૧૯૨૮ – થોમસ હાર્ડી, અંગ્રેજ નવલકથાકાર અને કવિ (જ. ૧૮૪૦)
- ૧૯૬૬ – લાલ બહાદુર શાસ્ત્રી, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન (જ. ૧૯૦૪)
- ૨૦૧૩ – એરન સ્વાર્ટઝ, અમેરિકન લેખક, કોમ્પ્યુટર પ્રોગ્રામર, રાજકીય આયોજક અને ઇન્ટરનેટ ચળવળકાર (જ. ૧૯૮૬)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર January 11 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |