જામન્યામાળ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

જામન્યામાળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર તાલુકામાં આવેલું ગામ છે. જામન્યામાળ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે તેમ જ તેઓ ડાંગી ભાષાનો સામાન્ય વહેવારમાં ઉપયોગ કરે છે.

જામન્યામાળ
—  ગામ  —
જામન્યામાળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°35′N 73°27′E / 20.59°N 73.45°E / 20.59; 73.45
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો સુબિર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

જામન્યામાળ આહવાથી નવાપુર માર્ગ પર આવેલા શિંગાણા ગામની પશ્ચિમમાં ગિરમાળ જતા માર્ગ પર જિલ્લા મથક સુબિરથી આશરે ૪૦ કિલોમીટર અંતરે આવેલું છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.

આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.