ટિંટોઈ (તા. મોડાસા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(ટિંટોલ (તા. મોડાસા) થી અહીં વાળેલું)

ટિંટોઈ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઇશાન ખૂણે આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા મોડાસા તાલુકામાં આવેલું એક અને મોટું ગામ છે. ટિંટોઈ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંક તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ટિંટોઈ
—  ગામ  —
ટિંટોઈનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°36′51″N 73°19′49″E / 23.614237°N 73.330223°E / 23.614237; 73.330223
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
તાલુકો મોડાસા
વસ્તી ૮,૫૬૪[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંક
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

ઉદ્યોગો

ફેરફાર કરો

આ ગામમાં ટ્રક ટ્રાન્સપોર્ટ અને મોટર બોડી બિલ્ડીંગનો વ્યવસાય પણ વિકસ્યો છે.

સાહિત્યમાં ઉલ્લેખ

ફેરફાર કરો

ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા બહારવટિયોમાં આ ગામનો ઉલ્લેખ આવે છે.[૨]

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

ગામમાં પગથિયાવાળી વાવ આવેલી છે, જેને રાજ્ય સંરક્ષિત સ્મારક ‍(S-GJ-344) તરીકે જાહેર કરાયેલી છે.


  1. "Tintoi Village Population, Caste - Modasa Sabarkantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૭.