નાની ભુજપર (તા. મુન્દ્રા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

નાની ભુજપર (તા. મુન્દ્રા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

નાની ભુજપર (તા. મુન્દ્રા)
—  ગામ  —
નાની ભુજપર (તા. મુન્દ્રા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°51′57″N 69°37′54″E / 22.865875°N 69.631712°E / 22.865875; 69.631712
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

નાની ભુજપર અથવા નાની ભુજપુર ગામ એ મોટી ભુજપુર ગામની દક્ષિણે આવેલ છે. આ ગામની પૂર્વ તરફ પ્રતાપપર ૧ આવેલ છે. પશ્ચિમ તથા ઉત્તર તરફ મોટી ભુજપુર આવેલ છે તથા દક્ષિણે જરપરા આવેલ છે .

નાની ભુજપર અથવા નાની ભુજપુરનું જુનું નામ ઓઢોગંજો હતું. આ ગામ ઓઢાએ વસાવ્યું હતું. ઓઢો ચારણ માડી ગામમાંથી આવ્યો હતો. તેથી આ ગામનું નામ ઓઢોગંજો પડ્યું. ત્યાર બાદ ઓઢો ભુજપુર ગામમાં આવ્યો અને તેણે ભુજપુરમાં જમીનની માગણી કરી ત્યારે તેને જેસર જાડેજાની જાતિએ જમીન આપી. તેથી આ ગામનું નામ નાની ભુજપુર પડ્યું.

આ પણ જુવો

ફેરફાર કરો

તાલુકાનું ભૌગોલિક સ્થાન અને મુન્દ્રા તાલુકાના ગામ


  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-05 પર સંગ્રહિત.